Page #1
--------------------------------------------------------------------------
________________
વહેમમુક્તિ
[૧૪]
પજુસણ એ ધર્મપર્વ છે. ધર્મપર્વને લીધે અને સરળ અર્થ તો એટલે જ છે કે જે પર્વમાં ધર્મની સમજણ દ્વારા, હોઈએ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાની ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહથી મુકત થવા જેટલી હિંમત કેળવીએ તે આપણને સમજાવ્યા સિવાય નહિ રહે
આપણે મેટેભાગે ધર્મપર્વને વહેમપુષ્ટિનું જ પર્વ બનાવી મૂક્યું છે. જૈનધર્મ કે બીજે કોઈ પણ સારો ધર્મ હોય તે તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હોઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્મને અભાવે–આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ
નાનામોટા બધા જ વહેમનું મૂળ અજ્ઞાન કે અવિવામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મેડી તેમ જ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમોની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં બે વૃતિઓ મુખ્ય છે: એક લેભ અને બીજો ભા. લાલચ અને ડર બને અજ્ઞાનનાં જ પરિણમે છે. ઘણાં વહે લાલચમૂળક છે તે બીજા ભથમૂળક છે. અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તે તે, ન કળાય એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયના તને જન્મ આપે જ છે તેમ જ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારને ઉપર એવો ગાઢ પડદે નાખે છે કે માણસ પોતે વહેમોને ભેગ બનવા છતાં તેનાં કારણે લાલચ અને ભયને જોઈ શકતા નથી અને ઊલટું વહેમેને જ ધર્મ માની તેનાં કારણે લેભ અને ભયને પળે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પિતાના વિધી સમજ્ઞાનનું સાચું સ્વરૂપ તે સમજવા ન જ દે, પણ પિતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રેકે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
[૩૪૫
આવી સ્થિતિ હોવાથી પજુસણ જેવું ધર્મપર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈએ, તે વહેમની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પજુસણુપર્વની આરાધનાની આડમાં લેકે વધારે ને વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે; સમાજની ભૂમિકા ધર્મપર્વને નિમિત્તે શુદ્ધ તેમ જ દઢ થવાને બદલે અશુદ્ધ અને નિર્બળ પડતી જાય છે. તેથી આ વિશે અહીં થોડે ઊહાપોહ કરે યોગ્ય ધારું છું.
પજુસણમાં બીજી ગમે તે ધર્મપ્રવૃત્તિ ચાલતી હોય, છતાં એમાં ભગવાન મહાવીરના જીવનનું વાચન-શ્રવણ મુખ્ય ભાગ ભજવે છે. હજારે વર્ષ થયાં આ પ્રથા પ્રચલિત છે. સારા સારા વિદ્વાન કહી શકાય એવા સાધુઓ, યતિઓ અને પંડિત પણ એ વાંચતા અને સંભળાવતા આવ્યા છે. સમજદાર કહી શકાય એવા શ્રાવંકા એને સાંભળતા આવ્યા છે. ભગવાનના જીવનનું વાચન-શ્રવણ એટલે ધર્મપર્વની આરાધના અને ધર્મપર્વની આરાધના એટલે વહેમોથી મુક્તિ મેળવવી તે. હવે આપણે જોઈએ કે ભગવાનની જીવનકથાના વાચન-શ્રવણના ધર્મદિવસમાં આપણે વહેમોથી છૂટીએ છીએ કે વધારે અને વધારે વહેમોથી જકડાતા જઈએ છીએ. જે છૂટતા હૈઈએ તે તે પ્રશ્ન જ નથી, પણ જે જકડાતા જતા હોઈએ તે નિઃસ્વાર્થ અને નિર્ભય એવા વિચારકવર્ગ કે સામે લાલબતી ધરવી જરૂરી થઈ પડે છે.
જન્મ–પ્રસંગ છે. ભગવાનને જન્મ થયે ને લાખ દેવ-દેવીએ આવ્યાં. દિકુમારીઓ શિશુને મેરુ ઉપર લઈ ગઈ અને મેરુનું કંપન પણ થયું. આ વર્ણનમાં કેટલું સ્વાભાવિક છે અને કેટલું હજાર પ્રયત્ન પણ સમજી શકાય તેવું નથી એને વિચાર કઈ વાચક કે શ્રોતા કરતે જ નથી. ઊલટું કહેવામાં એમ આવે છે કે એ તે મહાપુરુષોનાં જીવન છે, આપણે સાધારણ જીવન નથી. જે સાંભળતા હોઈએ તેમાં માત્ર શ્રદ્ધા જ કરવી જોઈએ. શ્રદ્ધાના આ તને સાચી સમજની ઈચ્છા અને સાચી સમજના પ્રયત્ન ઉપર પડદે નાખે, એટલે શ્રદ્ધા મજબૂત બની. તે એવી મજબૂત બની કે એને માટે હવે આગળ આવતા બધા પ્રસંગે વિશે એને કાંઈ પૂછવા, શોધવા કે સત્યાસત્યને વિવેક કરવા જેવું રહ્યું જ નથી. આમલકી ક્રીડા જેવી મનુષ્યજીવન સુલભ બાળક્રીડાઓ આવી. ભગવાન સાથે માત્ર માનવબાળકે રમે તે ભગવાન શાના? રમતમાં દેવની વિકર્ષિત ગગનચુંબી કાયાને ભગવાન દબાવી ન શકે તે રામ અને કૃષ્ણ કરતાં ચડે કેવી રીતે? એટલે કે પિતાના ભગવાનને બીજા ભગવાને કરતાં વધારે ચડિયાતા માનવા-મનાવવાની
Page #3
--------------------------------------------------------------------------
________________
ast ]
દર્શન અને ચિંતન
ધૂનમાં એ વિચારવું જ ભૂલી ગયા કે મૂળે રમતમાં દેવ આવ્યાની વાત માનવા. જેવી છે કે નહિ?
ભગવાન પાતે તા દેવેની મદદ વિના જ આગળ વધ્યા, પણ એમનું જીવન એવુ લખાતું ગયું કે તે દેવાની મદદ વિના આગળ ચાલી શકે જ નહિ. એટલે સગમ આવ્યા. કાઈ એ વિચાર નથી કરતું કે પહેલાં તે દેવને મહાવીરની સાધના વચ્ચે આવવાનું કાઈ કારણ જ નથી. પુરાણામાં વિશ્વામિત્ર જેવા ઋષિઓની તપસ્યામાં ઇન્દ્ર મેનકાને મોકલી વિઘ્ન કરી શકે, પણ સ્વાભાવિક મનુષ્યવનનો વિચાર કરનાર આગમ-ધમ માં એવી કલ્પનાને સ્થાન હોઈ શકે નહિ. સંગમ કાઈ હશે તોય તે શ્લેષ્ઠ પ્રકૃતિને માણસ હરશે, અને તેણે ભગવાનને પરિષઢા આપ્યાં હોય તેાય તે અમુક મર્યાદામાં જ આપ્યાં હોવા જોઈએ, પણ જાણી-જોઈ તે આપણે વિચારશક્તિ એટલી બધી કુંઠિત કરી નાંખી છે કે એ વિશે વિચાર કરતાં પણ છએ છીએ.
દેવાની દરમ્યાનગિરી દ્વારા અસંભવ ધટનાઓ પણ સંભવિત બનાવવાના સહેલા કીમિયા હાથમાં આવ્યા. પછી તે પૂછ્યું જ શું? ભગવાને જન્મ. તો લીધો દેવાનંદાની કુક્ષિમાં, પણ અવતર્યાં ત્રિશલાને પેટે, આ બનાવને જૈનેતા જ નહિ, પણ જેના સુધ્ધાં હસી કાઢે એવી સ્થિતિ દેખાતાં ની દરમ્યાનગિરી મદદે આવી અને સમાધાન થઈ ગયું કે ગર્ભાપહરણ તો દેવે કર્યું". દેવની શક્તિ કાંઈ જેવી તેવી છે? એ તેા ધારે તે કરે. આપણું ગાં નહિ કે એને આપણે સમજી શકીએ ! શ્રદ્ધા બધા, મજબૂત બની અને એ વિશે નવુ જાણવાનું દ્વાર એણે બંધ કર્યું. આ પ્રસ ંગને નેતા તા બનાવટી લેખતા જ, પશુ આ વિષમ કળિયુગમાં જૈને પણ એવા પાકવા લાગ્યા કે તેઓ એ ઘટનાનું રહસ્ય પૂછ્યા લાગ્યા. જો તે દેવનું અસ્તિત્વ અને દરમ્યાનગિરી ન સ્વીકારે તે તેમણે જૈન સમાજ જ છોડી દેવા ત્યાં લગી શ્રદ્વાળુ વિચારણા આગળ વધી. પણ આકાશ કાળ્યુ. ત્યાં થીગડાં કેમ દેવાય ? મુક્તમને સવિચારણા કરવાના માર્ગ ખૂલવા જોઈતા હતા; નહિ સમજાયેલાં અને નહિ સમજાતાં રહસ્યોના ખુલાસાએ શોધવા જોઈતા હતા; પરંપરાગત પૌરાણિક કલ્પનાઓની પાછળનું ઐતિહાસિક તથ્ય શોધાવું જોઈતું હતું. તેને બદલે જ્યાં દેખી ત્યાં આ દિવસ હજારે લોકાની માસિક એરણ ઉપર વહેમા અને અંધશ્રદ્ધાનાં એવા ઘાટ વ્યાખ્યાનેાના હથોડાથી ઘડાયે જ જાય છે કે ત્યાગીઓ તેમ જ ગૃહસ્થે
ધમ પર્વમાં તો ખુલ્લે દિલે અને
Page #4
--------------------------------------------------------------------------
________________
વહેમમુક્તિ
{ ૩૪૦
એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે !
ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યો હાત તે શું બગડી જાત ? ગર્ભમાં આવવાથી જો ભગવાનનું જીવન વિકૃત ન થયું તે અવતરવાથી શી રીતે વિકૃત થાત ? યોાદાને પરણ્યા છતાં તેના રાગ સથા છેડી શકનાર મહાવીર દેવાન દાને પેટે અવતારવાથી કેવી રીતે વીતરાગ થતાં અટકત? શુદ્ બ્રાહ્મણીને પેટે અવતરનાર ઇન્દ્રભૂતિ આદિ ગુણધરાને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણીવ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણીમાં એવે શે ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે? ક્ષત્રિયત્વ અને બ્રાહ્મણત્વ તાત્ત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કાણું ઊંચુંનીચુ' છે અને તે રા કારણે? આ અને આના જેવા સેકા પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નો કરે "કાણુ ? કરે તો સાંભળે ક્રાણુ ? અને સાંભળે તે એના બુદ્ધિગમ્ય ખુલાસા કરે કાણું ? આ સ્થિતિ ખરેખર જૈન સમાજના ગૌરવને હીણપત લગાડે તેવી છે. તે વહેમીથી મુક્તિ આપવાને બદલે એમાં જ સડાવે છે.
તિહાસની પ્રતિષ્ઠાને પવન ફૂંકાયા છે. આગળ પડતા જૈના કહે છે. કે ભગવાનનું જીવન ઐતિહાસિક દૃષ્ટિએ લખાવું જોઈ એ, જેથી સૌ બુદ્ધિગમ્ય કરી શકે. પ્રશ્ન એ છે કે તિહાસમાં દેવાને સ્થાન છે? અને સ્થાન ન હોય તો દેવકૃત ઘટના વિશે કાંઈ માનવીય ખુલાસો આવશ્યક છે કે નહિ ? જો આવશ્યક હોય તે જૂના વહેમમાંથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે. અને આવશ્યક ન હોય તે ઐતિહાસિક જીવન લખવા-લખાવવાના મનેરથાથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે; ત્રીને રસ્તો નથી. કેટલાક લેખા ઐતિહાસિક હોવા છતાં આવા વહેમ વિશે લતા ખુલાસા કે મુક્ત વિચારણા કરી નથી શકતા. તેનુ એક કારણ એ છે કે તેમનાં દિલમાં ઊંડે ઊંડે વહેમોની લોકશ્રદ્ધા સામે થવાનું બળ નથી. જો ધર્માંપવ સાચી રીતે ઊજવવું હોય તેા વર્ષમાથી મુક્ત થવાની વૃત્તિ કેળવવી જ પડશે.
આ તે વિચારગત વહેમો થયા. કેટલાક આચારગત વહેમ પણ છે, અને તે વધારે ઊંડાં મૂળ ચાલી લેાકમાનસમાં પડ્યા છે.
પશુસણુ આવ્યાં, સ્વપ્નાં ઊતર્યાં, ભગવાનનું પારણું બંધાયું. લોક પારણું ઘરે લઈ જાય. શા માટે? અસંતૃતિયાને સંતતિ થાય તે
માટે.
Page #5
--------------------------------------------------------------------------
________________ 348] દર્શન અને ચિંતન બેલીમાં વધારે રૂપિયા આવ્યા છે, બજારમાં ભાવ ચડાવી માલ ખરીદી લેવાની પેઠે, શાસનને અધિષ્ઠાયક કઈ દેવ પાસેથી કે ભગવાન પાસેથી કે કર્મવાદ પાસેથી છોકરું મેળવવા. આ કેવો વહેમ ? અને આ વહેમને પિવનાર કોઈ સાધારણ માણસ નહિ, પણ એ તે યુરિઓ અને સૂરિસમ્રાટો જેવા ! હવે જયાં કુમળી વયની છોકરીઓના માનસ ઉપર એવો સંસ્કાર પડતો હોય કે છેવટે સંતતિ મેળવવાનું સાધન વધારે બેલી બેલી પારણું બંધાવવામાં છે, ત્યાં એ છોકરી સંયમ દ્વારા આરોગ્ય અને ગર્ભાશયની સુરક્ષા કેવી રીતે કરી શકશે? પારણું ઘેર બાંધ્યા છતાં બાળક ન થયું તે અધિષ્ઠાયકને દોષ, ભગવાનને દોષ, પૂર્વકૃત કર્મને દેષ કે ગુરઓએ પિલ વહેમોને કારણે બંધાયેલ ખોટી આશાઓને દેવ ? આ બધું જે વિચારણય ન હોય તો પજુસણુપર્વને કાંઈ અર્થ નથી, એ ધર્મપર્વ મટી વહેમપર્વ બને છે અને પિતાનો વહેમમુક્તિને પ્રાણ ગુમાવી બેસે છે. –-જેન પર્યુંકણાંક', શ્રાવણ 2002.