SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ વહેમમુક્તિ { ૩૪૦ એ વિચાર સુધ્ધાં નથી કરતા કે સાંભળનારી આ નવી પેઢી તેમની કેટલીક સાચી વાતને પણ ખોટી સાથે આગળ જતાં ફેંકી દેશે ! ભગવાન દેવાનંદાને જ પેટે અવતર્યો હાત તે શું બગડી જાત ? ગર્ભમાં આવવાથી જો ભગવાનનું જીવન વિકૃત ન થયું તે અવતરવાથી શી રીતે વિકૃત થાત ? યોાદાને પરણ્યા છતાં તેના રાગ સથા છેડી શકનાર મહાવીર દેવાન દાને પેટે અવતારવાથી કેવી રીતે વીતરાગ થતાં અટકત? શુદ્ બ્રાહ્મણીને પેટે અવતરનાર ઇન્દ્રભૂતિ આદિ ગુણધરાને કેવળજ્ઞાન અને વીતરાગત્વ પ્રગટતાં તેમની માતાનું જે બ્રાહ્મણીવ આડે ન આવ્યું તે ભગવાનના વીતરાગત્વમાં આડે શા માટે આવત? ક્ષત્રિયાણીમાં એવે શે ગુણ હોય છે કે તે વીતરાગત્વ પ્રગટવામાં આડે ન આવે? ક્ષત્રિયત્વ અને બ્રાહ્મણત્વ તાત્ત્વિક રીતે શેમાં સમાયેલ છે અને તેમાં કાણું ઊંચુંનીચુ' છે અને તે રા કારણે? આ અને આના જેવા સેકા પ્રશ્નો ઊભા થાય છે, પણ એ પ્રશ્નો કરે "કાણુ ? કરે તો સાંભળે ક્રાણુ ? અને સાંભળે તે એના બુદ્ધિગમ્ય ખુલાસા કરે કાણું ? આ સ્થિતિ ખરેખર જૈન સમાજના ગૌરવને હીણપત લગાડે તેવી છે. તે વહેમીથી મુક્તિ આપવાને બદલે એમાં જ સડાવે છે. તિહાસની પ્રતિષ્ઠાને પવન ફૂંકાયા છે. આગળ પડતા જૈના કહે છે. કે ભગવાનનું જીવન ઐતિહાસિક દૃષ્ટિએ લખાવું જોઈ એ, જેથી સૌ બુદ્ધિગમ્ય કરી શકે. પ્રશ્ન એ છે કે તિહાસમાં દેવાને સ્થાન છે? અને સ્થાન ન હોય તો દેવકૃત ઘટના વિશે કાંઈ માનવીય ખુલાસો આવશ્યક છે કે નહિ ? જો આવશ્યક હોય તે જૂના વહેમમાંથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે. અને આવશ્યક ન હોય તે ઐતિહાસિક જીવન લખવા-લખાવવાના મનેરથાથી મુક્તિ મેળવ્યે જ છૂટકે છે; ત્રીને રસ્તો નથી. કેટલાક લેખા ઐતિહાસિક હોવા છતાં આવા વહેમ વિશે લતા ખુલાસા કે મુક્ત વિચારણા કરી નથી શકતા. તેનુ એક કારણ એ છે કે તેમનાં દિલમાં ઊંડે ઊંડે વહેમોની લોકશ્રદ્ધા સામે થવાનું બળ નથી. જો ધર્માંપવ સાચી રીતે ઊજવવું હોય તેા વર્ષમાથી મુક્ત થવાની વૃત્તિ કેળવવી જ પડશે. આ તે વિચારગત વહેમો થયા. કેટલાક આચારગત વહેમ પણ છે, અને તે વધારે ઊંડાં મૂળ ચાલી લેાકમાનસમાં પડ્યા છે. પશુસણુ આવ્યાં, સ્વપ્નાં ઊતર્યાં, ભગવાનનું પારણું બંધાયું. લોક પારણું ઘરે લઈ જાય. શા માટે? અસંતૃતિયાને સંતતિ થાય તે માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249197
Book TitleVahemmukti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Society
File Size101 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy