Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 11
________________ १० સમાવવામાં આવેલી માહિતી પ્રત્યક્ષ મુલાકાતના સમયે મેળવેલી છે. ત્યાર પછી થયેલા ફેરફારોની નોંધ થઈ શકી નથી. કુ. રચના શાહ, કુ. મીતિ શાહ તેમજ શ્રીમતી રાજુબેન દેસાઈએ જિનાલયોના કોષ્ટક બનાવવા તેમજ સંપાદનના કાર્યમાં મદદનીશ તરીકે સહાય કરી છે. જે તે સ્થળના જિનાલયોના ટ્રસ્ટીઓ તેમજ વહીવટદારોએ પણ ઉપયોગી માહિતી આપી કાર્યને ઘણું જ સરળ અને ઝડપી બનાવ્યું છે. ભરૂચ જિલ્લાના પ્રતાપનગર જેવા નાના ગામના ટ્રસ્ટીએ આસપાસના ગામની મુલાકાતને સરળ અને ઝડપી બનાવવા પોતાના વાહનનો ઉપયોગ કરવા સામેથી આગ્રહ કર્યો હતો. દરેક જિલ્લાનાં નાના ગામોનાં જિનાલયોની રૂબરૂ મુલાકાત માટે મોટરકારની જરૂરત ઊભી થઈ ત્યારે વસ્તુપાલ ટ્રાવેલ્સના શ્રી ધનેન્દ્રભાઈ તેમજ અરિહંત ટ્રાવેલ્સના શ્રી અંકિતભાઈ ખૂબ જ મદદરૂપ થયા છે. રાત્રિરોકાણ માટે ભરૂચ ખાતે ધર્મશાળાના સંચાલકોએ, વડોદરામાં કચ્છી ભવનના સંચાલકોએ તેમજ પંચમહાલ જિલ્લામાં લીમખેડા ગામમાં વસતા શ્રી પ્રવીણભાઈએ ઉત્તમ સુવિધા પૂરી પાડી છે. તેમનો પણ અત્રે હું આભાર માનું છું. વડોદરા તેમજ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા આદિવાસી પ્રજાની વસ્તી ધરાવતાં ગામમાં રૂબરૂ જવું પ્રતિકૂળ હોઈ, બોડેલીના શ્રીમતી મૃદુલાબેને આશરે ૫૦ જેટલા જિનાલયોની માહિતી અમને ઘેરબેઠાં પહોંચતી કરી હતી. તેમના આ ઉમદા સહકારભર્યા કાર્યની હું અનુમોદના કરું છું. તદુપરાંત આ કાર્યમાં સંબોધિ સંસ્થાનના ઉપક્રમે જિનાલયોની છબીકલા માટે શ્રી સ્નેહલભાઈ શાહનો સહયોગ પ્રાપ્ત થયો છે તેમનો પણ હું આભાર માનું છું. મુનિ શ્રી સર્વોદયસાગરજી, શ્રી અજયસાગરજી મ. સા. આદિ પૂ. સાધુ ભગવંતોનું માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન તથા આશીર્વાદ પણ આ કાર્યનો એક અંશ અવશ્ય બન્યા છે. ઐતિહાસિક માહિતી મેળવવા વડોદરાના જ્ઞાનભંડારના ગ્રંથો તથા હસ્તપ્રતોના અભ્યાસમાં ત્યાંના ટ્રસ્ટી શ્રી અજીતભાઈ ઝવેરીએ અંગત રસ લઈ ખૂબ જ આનંદભેર સાથ આપ્યો છે. જિનાલયોની માહિતી માટે સ્થળ-મુલાકાત તથા ગ્રંથના સંપાદન કાર્યમાં ક્યારેક કોઈ મુશ્કેલી ઊભી થતાં હું નાસીપાસ થઈ જતી ત્યારે મારા પતિ શ્રી હેમંતભાઈ પરીખ ખૂબ હિંમત તથા માર્ગદર્શન આપતા. ઉપરાંત મારા સમગ્ર કુટુંબના સભ્યો પણ મારી આ ઝુંબેશમાં સહાયભુત રહ્યા છે. આવા વિશાળ કાર્યમાં આ સર્વેએ પોતપોતાના સ્થાનને યોગ્ય જે સાથ અને સહકાર આપ્યો છે તે સર્વનું સ્મરણ કરવા દ્વારા હું મારી જાતને કૃતજ્ઞ અવશ્ય બનાવું છું. પેઢી દ્વારા અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલા ત્રણે ગ્રંથોનું સંપાદન પૂજય શ્રી ચંદ્રકાન્તભાઈ કડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સમયે હું માત્ર સ્થળ-મુલાકાતના કાર્યમાં સહભાગી બની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 442