Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 10
________________ કોષ્ટકમાં પ્રતિમાઓ અને પટની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરસ પ્રતિમાની ગણતરીમાં મૂળનાયકની પ્રતિમાની ગણતરી સમાવિષ્ટ છે. જ્યાં મૂળનાયકની પ્રતિમા ધાતુ પ્રતિમા છે ત્યાં તે અલગથી દર્શાવેલ છે. અધિષ્ઠાયક દેવ-દેવીઓની, ગણધર ભગવંતોની અને સાધુ ભગવંતોની પ્રતિમાની ગણતરી કોષ્ટકની પ્રતિમા સંખ્યામાં સામેલ કરેલ નથી. આરસ પર, સાદા પથ્થર પર કે કાષ્ઠ પર ઉપસાવેલ કે ચિત્રાંકન કરેલ પટ હોય તેવા પટોની ગણતરી કોષ્ટકમાં મૂલ છે, તીર્થંકર પરમાત્માના કે તીર્થના ફોટાને કે જીવનચરિત્રોના ફોટાને કોષ્ટકમાં સામેલ કરેલ નથી. જિનાલય કોઈ શ્રાવકના ઘરમાં હોય કે ગામમાં ઘર દેરાસર તરીકે પ્રચલિત હોય તો ત્યાં ઘર દેરાસર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. માત્ર વડોદરા શહેરનાં જિનાલયોની સંવતના ક્રમ અનુસાર અને તીર્થકરના ક્રમ અનુસાર અલગ-અલગ યાદી આપવામાં આવી છે. જિનાલયના સમય નિર્ધારણ માટે સૌથી વિશેષ આધાર જે-તે જિનાલયના મૂળનાયકના લેખને બનાવેલ છે અને લેખ ભૂસાઈ ગયેલ હોય, પ્રતિમા પર લેપ થયેલ હોય કે લેખ હોય જ નહીં ત્યાં લેખ નથી એમ નોંધ કરવામાં આવી છે એ કારણે તે-તે જિનાલયોનો સમય નિર્ધારિત થઈ શકેલ નથી. તેમ છતાં જૈન શ્વેતાંબર ડિરેક્ટરી અને જૈન તીર્થ સર્વસંગ્રહ જેવા સંદર્ભ ગ્રંથોમાં આપવામાં આવેલ સંવતને માન્ય રાખવામાં આવી છે. વળી, મૂળનાયકની પ્રતિમા પર લેખ ન હોય અને આજુબાજુની પ્રતિમા પર લેખ હોય તો તેને પણ ઉકેલવાનો પ્રયત્ન કરેલ છે. આ માટે એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી દ્વારા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ ભોજકની રાહબરી હેઠળ યોજાયેલ લિપિશાસ્ત્રના વર્ગોમાં અભ્યાસ કરી ચૂકેલ બહેનોએ પોતાની એ તાલીમનો સારો ઉપયોગ કરેલ છે. પ્રોજેક્ટના કાર્ય નિમિત્તે જે ગ્રંથોનું અધ્યયન થયું તેમાંથી ઉપલબ્ધ માહિતીને આધારે કેટલીક ઘટનાઓની તવારીખનું અલગ પરિશિષ્ટ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. જો કે આ તવારીખને સંપૂર્ણ માની ન શકાય. જ આ કાર્ય માટે કેટલીક ઐતિહાસિક માહિતી તો અગાઉથી શ્રી કડિયા સાહેબની રાહબરી હેઠળ કુ. શીતલબેને તૈયાર કરેલ હતી તે ઘણી ઉપયોગી નીવડી છે. જિનાલયની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં પુષ્પાબેન હર્ષદભાઈ શાહ, ઉષાબેન અજીતભાઈ શાહ, સ્વ. બિંદુબેન પ્રદીપભાઈ ઝવેરી, દક્ષાબેન નરેશભાઈ શાહ, ગીતાબેન નીતીનભાઈ શાહ, ભાવનાબેન શાહ, બીનાબેન ગાંધી, મીતાબેન શાહ, દક્ષાબેન બેલાણી, રેણુકાબેન શાહ, હેમલતાબેન દોશી, મનુબેન શાહ, દર્શનાબેન ઠાકોર, રાજુબેન દેસાઈ તથા શ્રી કલ્પેશભાઈ શાહે પણ એકબીજા સાથે ખૂબ જ સહકાર પૂર્વક તેમજ અનેક મુશ્કેલીઓ વચ્ચે ખૂબ જ હિંમત અને નિષ્ઠાથી કાર્ય કરેલ છે. નાના ગામડાઓમાં જયાં કોઈ જવાબદાર વ્યક્તિ જ હાજર ન હોય ત્યાંથી પણ તેઓ ધીરજ અને ધગશથી જિનાલયની દેખરેખ રાખનાર વ્યક્તિનો સંપર્ક કરી માહિતીપત્રક પૂર્ણ ભર્યા બાદ જ ગામમાંથી બહાર નીકળતા. નિયત પત્રકમાં ખૂટતી માહિતી જે તે ગામના ટ્રસ્ટીઓ સાથે પત્રવ્યવહાર કરીને કે ટેલિફોનની મદદથી પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો છે, પરંતુ કેટલાંક ગામમાંથી સારો પ્રતિભાવ નહીં સાંપડતા હજુ ક્યાંક માહિતી અધૂરી રહી જવા પામી છે. ગ્રંથમાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 442