Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ હતી. “સુરતનાં જિનાલયો”ના પ્રકાશનના છ માસ બાદ શ્રી કડિયા સાહેબે અચાનક પોતે સંપાદનના કાર્યમાંથી ફરજમુક્ત થવા માંગે છે એમ જણાવી મને કાર્યભાર સંભાળવા આગ્રહ કર્યો. તા. ૨૮-૩-૦૨થી મેં આ કાર્યનો પ્રારંભ કર્યો. જો કે તે સમયથી જ આશરે ચાર માસ જેટલો લાંબો સમય રાજ્યમાં કોમી તોફાનો થવાથી જે તે જિલ્લાના જિનાલયોની સ્થળ મુલાકાત શક્ય ન બની અને તે પછી પણ ચાર માસ સુધી તોફાનોનો ભય હોવાથી કેટલાક પસંદગીના સ્થળોની જ મુલાકાત થઈ શકી. આ જ કારણોસર આ ગ્રંથના પ્રકાશનનો નિર્ધારિત સમય લંબાઈ ગયો. પેઢી દ્વારા અગાઉ મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટમાં નજીવા ફેરફારો પણ કરવા પડ્યા છે. નવું સમયપત્રક ગ્રંથના અંતમાં મૂકવામાં આવ્યું છે. શાસનસેવાના આ મહાન કાર્યને મારા શિરે ચડાવી મને ઊંચા સ્થાને બેસાડનાર મારા પરમોપકારી ગુરુવર્ય શ્રી જિતેન્દ્રભાઈ શાહ અને શ્રી ચંદ્રકાન્તભાઈ કડિયાની મિત્રબેલડીનો ઉપકાર જીવનભર મારી સ્મૃતિમાં અવશ્ય રહેશે. અંતમાં, આ ગ્રંથને સંપૂર્ણતાની મહોર મારવાનો મને જરા હક્ક નથી છતાં શક્ય એટલો પ્રયત્ન અવશ્ય કર્યો છે અને તેથી જ જે કોઈ વાચકને ગ્રંથની કોઈ માહિતીમાં જ્યારે પણ ત્રુટિ ધ્યાનમાં આવે અને જાણ કરવામાં આવશે તો તેનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરીશું. પ્રસ્તુત ગ્રંથમાં શાસ્ત્રોક્ત દષ્ટિએ જે કોઈ પણ દોષ રહી ગયો હોય તે માટે ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. તીર્થકોશ નિધિ, - પારૂલ હેમંતભાઈ પરીખ ૧, ભગતબાગ સોસાયટી, નવા શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭. " ફોન : ૨૬૬૨૦૪૩૫ તા. : ૧-૪-૨૦૦૭

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 442