Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Vajrasenvijay, Bhagyeshvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ ભારંડપક્ષીની જેમ અપ્રમત્ત રહેવાનો ઉપદેશ ભારપૂર્વક જણાવેલ છે-સૌથી નાનું પણ આ અધ્યયન અર્થથી ગંભીર છે. (૫) અકામમરણ:- ૩૨ શ્લોકાત્મક આ અધ્યયનમાં ધર્મમય મરણ અને અધર્મમય મરણની વાતનો ઉલ્લેખ છે. ધર્મવિહીન મનુષ્યનું અકામમરણ ને ધર્મયુક્ત માનવીનું સકામમરણ...પંડિતમરણ-સમાધિમરણ વિષે પણ ચર્ચા કરવામાં આવી છે. (૬) ક્ષુલ્લકનિર્ચન્થીય - ૧૭ ગાથાનાં આ અધ્યયનમાં સમ્યજ્ઞાન અને શુદ્ધ આચાર પાળવાનું હૃદયસ્પર્શી ઉદ્ધોધન કરાયું છે. આમાં સાધુ સાધ્વી માટે પ્રેરણાનો સ્રોત છે. સમવાયાંગમાં આનું નામ પુરુષવિદ્યા મળે છે. (૭) ઔરબ્રીય - ઉરભ્ર એટલે બકરો. " ૩૦ ગાથાનાં આ અધ્યયનમાં સંસારાસક્ત જીવોની દુર્દશાનું માર્મિક ચિત્રણ બતાવ્યું છે. મહેમાનના ભોજનને માટે ગૃહસ્વામી દ્વારા પળાયેલ બકરાનો વધ કરાય છે. તેના દષ્ટાંત દ્વારા તથા બીજા જુદા જુદા પાંચ દષ્ટાંત દ્વારા સંસારનાં સ્વાર્થિક સંબંધોનું જ્ઞાન કરાવવામાં આવેલ છે. (૮) કાપિલીયડ- કપિલ ઋષિના જીવન ચરિત્ર દ્વારા આ અધ્યયનની ૨૦ ગાથામાં દુર્ગતિથી બચવા માટે પાપના બાપ લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ મુખ્યત્વે વર્ણવેલ છે. (૯) નમિપ્રવ્રજ્યા - ૬૨ શ્લોકની અંદર આ અધ્યયનમાં પ્રવ્રજયાને માટે અભિનિષ્ક્રમણ કરતાં નમિરાજર્ષિ સાથે બ્રાહ્મણવેશધારી ઈન્દ્રનો આધ્યાત્મિક સંવાદ સંગૃહીત છે. ઈન્દ્ર મહારાજા પ્રશ્ન કરે છે અને નમિરાજર્ષિ ઉત્તર આપે છે. એકંદર આખું અધ્યયન સંવાદાત્મક છે. (૧૦) દ્રુમપત્રક - ૩૭ ગાથાનાં આ અધ્યયનમાં વૃક્ષનાં પીળા પાંદડાનાં દષ્ટાંતથી જીવનની નશ્વરતા બતાવવામાં આવી છે. ‘સમર્થ જોયમ મ માયણ' પદને વારંવાર પુનરાવૃત્ત કરી ગૌતમ સ્વામીજીના ઉપલક્ષણથી સર્વેને ક્ષણ પણ પ્રમાદ ન કરવાનું સૂચિત કરેલ છે. (૧૧) બહુશ્રુતપૂજા:- ૩૨ ગાથાનાં આ અધ્યયનમાં બહુશ્રુતની પ્રશંસા કરાઈ છે. પ્રારંભમાં વિનય અધ્યયનની જેમ વિનીત-અવિનીતનાં ગુણ-દોષોનું વર્ણન કરીને વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત તરીકે ગણાવેલ છે. (૧૨) હરિકેશીય:- ચંડાલજાતિમાં જન્મ લેવા છતાં ઉદાત્ત ચરિત્રના સ્વામી હરિકેશિ મુનિનું જીવન ૪૭ શ્લોકની અંદર ગૂંથેલું છે. સાથે સાથે તેમની અને બ્રાહ્મણોની વચ્ચેનો સંવાદ નિરૂપ્યો છે...કે જે સંવાદમાં જાતિવાદની સ્થાપના કાર્યથી કરી છે. તથા અહિંસાયજ્ઞની શ્રેષ્ઠતા બતાવી છે. (૧૩) ચિત્રસંભૂતીય - ૩૫ ગાથાનું આ અધ્યયન ધર્મની માર્મિક સ્થિતિનું વર્ણન બતાવે છે. ચિત્ર અને સંભૂતમુનિનાં જીવનચરિત્રની પૂર્વભવોની છ છ ભવની સાંકળ સાથે કર્મની અકળલીલાનાં દર્શન કરાવ્યાં છે. ધર્મ પછી કરાતાં નિયાણા દ્વારા ઉત્તરોત્તર કેવી દુર્દશાદુર્ગતિની પરંપરા ખડી થાય છે તેના પર પ્રકાશ પાડતું આ અધ્યયન અત્યંત મનનીય છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 326