Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Vajrasenvijay, Bhagyeshvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ આ રીતે ૩૬ અધ્યયનમાં ધર્મકથાનુયોગ ક્યાંક છે તો ક્યાંક આચારનું પ્રતિપાદન હોવાથી ચ૨ણક૨ણાનુયોગ પણ છે. તત્ત્વોની, પદાર્થોની, કર્મોની વાત પણ ક્યાંક હોવાથી દ્રવ્યાનુયોગ પણ છે. ૭ ઉત્તરાધ્યયન પર યદ્યપિ ઘણી ઘણી સમર્થ અને વિદ્વદ્ભોગ્ય વૃત્તિઓ વિદ્યમાન છે. તથાપિ ખરતરગચ્છીય શ્રીમાન્ લક્ષ્મીવલ્લભગણિજી મ.એ આ દીપિકા ટીકા પ્રાથમિક કક્ષાનાં અભ્યાસીને લક્ષમાં લઈને કરી હોય તેમ જણાય છે. ગ્રન્થકાર : શ્રી વૃત્તિકાર ભગવંત પ્રાયઃ ૧૮મી શતાબ્દિમાં થયેલ છે. અને તેઓશ્રીએ આ દીપિકા- વૃત્તિ પ્રાયઃ ક૨ીને વિક્રમ સંવત્ ૧૭૨૫ થી ૧૭૫૦ વચ્ચે બનાવી હોય તેમ જણાય છે. આ સિવાય બીજા બીજા ગ્રંથો અને ટીકાઓ પણ તેમણે રચેલ છે. ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' માં મોહનલાલ દલીચંદે જણાવ્યું છે તે અનુસાર૧૭૨૭માં તેમને વિક્રમાદિત્ય પંચદંડ રાસ અને ૧૭૪૫માં ધર્મોપદેશ પર વૃત્તિ તથા કલ્પસૂત્ર પર કલ્પદ્રુમકલિકા વૃત્તિ પણ રચી છે. ગ્રંથકારશ્રીએ પોતાની ગુરુપરંપરાનો ઉલ્લેખ ગ્રંથના અંતમાં આ પ્રમાણે કર્યો છે. શ્રી જિન કુશલસૂરિજી મહારાજ ઉપાધ્યાયશ્રી વિનયપ્રભગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી વિજયતિલકગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી ક્ષેમકીર્તિગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી તેજોરાજગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી હર્ષકુંજરગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી લબ્ધિમંડનગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી હેમકાન્તિગણિજી મહારાજ ઉપાધ્યાયશ્રી શ્રી લક્ષ્મીકીર્તિગણિજી મહારાજ ઉપા. શ્રી સોમહર્ષગણિજી મ. અન્ય વૃત્તિઓ : જુઓ પ્રશસ્તિ – પૃષ્ઠ નંબર.. ઉપા. શ્રી લક્ષ્મીવલ્લભગણિજી મ. .(૨૭૯) મહિમાવંતા આ આગમ ગ્રન્થ પર અન્ય કર્તૃક વૃત્તિઓ પણ છે (૧) નિર્યુક્તિ - પૂ. શ્રી ભદ્રબાહુસ્વામી મ. વિરચિત છે, જે સૌથી પ્રાચીન છે. ૫૫૯ શ્લોક છે. (૨) ચૂર્ણિ - ઉત્તરાધ્યયન સૂત્ર અને નિર્યુક્તિ પર પૂ. જિનદાસગણિજી મહારાજ (ઈસ્વી. ૬ઠ્ઠી શતાબ્દિ)

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 326