Book Title: Uttaradhyayan Sutra Mul Path
Author(s): Purushudaniya Parshwanath SMP Jain Sangh
Publisher: Purushudaniya Parshwanath SMP Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ પ્રાસ્તાવિક અગિઆર અંગ, બાર ઉપાંગ, દશપયન્ના, છ છેદ સૂત્ર, ચાર મૂળસૂત્ર, અનુગદ્વાર અને નંદીસૂત્ર એમ ૪૫ આગમગ્રંથ છે. તે પૈકી ચાર મૂળસૂત્રમાં ઉત્તરાધ્યયન સૂત્ર છે. આચારાંગ, ઉત્તરાધ્યયન અને સૂયગડાંગના મૂળથેમાં કેટલાંક વાગ્યે ખુદ શ્રી મહાવીર ભગવાનના શ્રીમુખે ઉચ્ચારાયેલા હોય તેમ પુરાતત્વવિદ આગમ અભ્યાસીઓને મત છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયન એ ભગવાનની અંતિમ દેશના છે એકેક અધ્યયન વૈરાગ્યપ્રચુર આર્ષ વચન છે. આ આગમ ગ્રંથ ઉપદેશ, દષ્ટાંત, પરિસંવાદ, આચાર, દ્રવ્યાનુયોગ એમ વિવિધ તત્વજ્ઞાનથી ભરપુર છે. જેને લઈ કઈ મહાત્માઓ આ ગ્રંથના નિત્યપાઠી છે. નવસ્મરણ, વીતરાગત, પંચસૂત્ર વિગેરેને કઈ મહાત્માઓ નિત્યપાઠ કરતા હોય છે તેમ આ આગમગ્રંથને નિત્યપાઠ કરનાર સંઘમાં સર્વકાળે કઈને કઈ હોય છે. પૂ. સાડવીશ્રી કુસુમશ્રીજી મહારાજ જેમના પાંચસો આયંબિલની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નિમિત્તે આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા છે તે આ ગ્રંથના પ્રાયઃ નિત્યપાઠી છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 200