Book Title: Updeshprasad Part 5 Author(s): Vijaylakshmisuri, Publisher: Jain Book Depo Ahmedabad View full book textPage 5
________________ જૈન ઘર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી સ્વ. શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ , 8 અથાગ પ્રયત્નપૂર્વક ચીવટથી કરીને પ્રકાશિત કરેલ. હાલ કેટલાય વખતથી તે અપ્રાપ્ય જ હોવાથી અમો તેમની સંમતિ લઈને ગુજરાતી લિપિમાં પ્રકાશિત કરીએ છીએ. આ આ ગ્રંથ મુખ્યત્વે ઉપદેશબોઘનો છે. કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંતથી સમજાવતાં વિશેષ દ્રઢ થાય છે અને હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. એ શૈલી ગ્રંથકારે આપનાવેલી છે. ક સમતિ, સમકિતના ૬૭ બોલ, શ્રાવકના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને તે બધા વ્રતના અતિચારો; ઘર્મના ચાર ભેદ-દાન, શીલ, તપ, ભાવ; તીર્થયાત્રા અને તેનું ફળ; જિનપૂજા, જિનમૂર્તિ, જિનચૈત્ય; દેવદ્રવ્ય-ભક્ષણના માઠાં છે. ફળો, તીર્થંકર ભગવાનના પંચ કલ્યાણકોનું વર્ણન; છ આરાનું સ્વરૂપ, દીપોત્સવી, આ જ્ઞાનપંચમી આદિ પર્વોનું વર્ણન; પાંચ સમવાય કારણ; નવનિઢવ, અંતરંગશત્રુઓ; શ જ જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ, યશોવિજયજી , ઉપાધ્યાયના ૩૨ અષ્ટકોનું વિવેચન–વગેરે વિષયો ઉપર ટૂંક કે વિશદ વિવેચન કરી છે. નાના-મોટા દૃષ્ટાંતોથી અસરકારક વ્યાખ્યાન આપેલાં છે. * પ્રસ્તુત ભાગ ૫(પાંચ)માં કુલ ૭૬ વ્યાખ્યાનોમાં નાની-મોટી ૮૦ કથાઓ છે આપેલી છે. તેમાં તપાચાર અને વીર્યાચારનું સ્વરૂપ શ્રી યશોવિજયજી મહારાજે રચેલ છે “જ્ઞાનચાર' ગ્રંથના ૩ર અષ્ટકો ઉપર ૩૮ વ્યાખ્યાન; અનિત્યાદિ ચાર ભાવના; હોળી પર્વનું સ્વરૂપ તથા એની ઉત્પત્તિની કથા; કરકંડુદ્રિમુખ-નગ્નતિ-નમિરાજર્ષિ એ ચાર 1. પ્રત્યેકબુદ્ધનું વર્ણન; અંતિમકેવળી શ્રી જંબુસ્વામી ચરિત્ર તથા શ્રી હીરવિજયસૂરિનું આ ( સંક્ષિપ્ત ચરિત્ર આપેલું છે. પ્રસંગોપાત્ત શ્રાવકના બાર વ્રતોના પ્રાયશ્ચિત્ત, સોપક્રમ નિરુપક્રમ આયુષ્ય, મહાવીર ભગવાને નંદન ઋષિના ભવમાં ભાવેલી સંલેખનાની જે ભાવના; કર્મની વિચિત્રતા વગેરે વિષયો ચર્ચેલા છે. છેલ્લે શત્રુંજય તીર્થનું માહાસ્ય જ તથા વંદના અને ગુરુ પટ્ટાવલી આપેલી છે, અને આ ઉપદેશપ્રાસાદને મહેલરૂપે ગણી જ તેના અવયવોનું વર્ણન તથા ગ્રંથપૂર્ણતારૂપે પ્રશસ્તિ આપેલ છે. ગ્રંથની ઉપયોગિતા માટે દરેક ભાગના અંતે કથાઓ તથા દ્રષ્ટાંતોની # વર્ણાનુક્રમણિકા આપી છે, જેથી કોઈને દ્રષ્ટાંત શોઘવું હોય તો સહેલાઈથી તેને મળી 8 શકે. ગ્રંથની શરૂઆતમાં અનુક્રમણિકા પણ આપેલ છે. શ્રાવકમાત્રના ઘરમાં આ મહાગ્રંથ હોવો જરૂરી છે કે જેમાં આખા વર્ષનો નિત્ય નવો સ્વાધ્યાય છે. ૩૬૦ દિવસ પ્રમાણે ૩૬૦ વ્યાખ્યાન અલગ અલગ વિષયો ઉપર સંકલનાબદ્ધ અને દ્રષ્ટાંતો સાથે આપેલા છે. આ ગ્રંથમાં કાંઈક દ્રષ્ટિદોષથી કે અજ્ઞાનથી કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તો તે છે તે બદલ જ્ઞાનવર્ગ અમને ક્ષમા કરે, અને સૂચના આપે જેથી ભવિષ્યમાં સુઘારી છે શકાય. પ્રકાશક @ જશવંતલાલ મિરઘલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 272