Book Title: Updeshprasad Part 5
Author(s): Vijaylakshmisuri, 
Publisher: Jain Book Depo Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ વ્યાખ્યાન ૨૮૬] તપાચારનો ચોથો-પાંચમો ભેદ સંગ્રામમાં જય મેળવનારા ઘણા જોવામાં આવે છે, પણ ઇન્દ્રિયોનો જય કરનારા દુર્લભ હોય છે. કહ્યું છે કે शतेषु जायते शूरः, सहस्रेषु च पंडितः । वक्ता शतसहस्त्रेषु, दाता भवति वा न वा ॥४॥ ભાવાર્થ-બસો માણસોમાં કોઈ એક જ ચૂરો હોય છે, હજાર માણસોમાં એક પંડિત નીવડે છે, લાખ માણસોમાં કોઈ એક જ વક્તા હોય છે, અને સર્વ મનુષ્યોમાં દાતાર તો કોઈક જ હોય છે, અથવા નથી પણ હોતા.” કારણ કે न रणे निर्जिते शूरो, विद्यया न च पंडितः । ન વા વાપત્યન, ન વાતા ધનવાયારામ ભાવાર્થ-યુદ્ધમાં જીત મેળવવાથી કાંઈ શુરો કહેવાય નહીં, વિદ્યા ઉપાર્જન કરવાથી કાંઈ પંડિત કહેવાય નહીં, વાણીની ચતુરાઈથી કાંઈ વક્તા કહેવાય નહીં અને ઘન આપે તેટલા પરથી કાંઈ દાતા કહેવાય નહીં.' ત્યારે ખરા શૂરવીર, પંડિત, વક્તા અને દાતા કોને કહેવા? इन्द्रियाणां जये शूरो, धर्मं चरति पंडितः । सत्यवादी भवेद्वक्ता, दाता भीताभयप्रदः॥३॥ ભાવાર્થ-જે ઇન્દ્રિયોનો જય કરે તે જ શૂરો કહેવાય છે, જે ઘર્મનું આચરણ કરે તે જ પંડિત કહેવાય છે, જે સત્ય બોલે તે જ વક્તા કહેવાય છે, અને ભય પામેલાને જે અભયદાન આપે તે જ દાતાર કહેવાય છે.” સમગ્ર ઇન્દ્રિયોનો જય કરવાનું મૂળ કારણ રસનેન્દ્રિયનો જય કરવો તે છે. તે રસનેન્દ્રિયનો જય ભોજન તથા વચનની વ્યવસ્થાવડે થાય છે; માટે નિર્દોષ કર્મથી દોષરહિતપણે પ્રાપ્ત થયેલો પરિમિત આહાર શુભ ક્રિયાની પ્રવૃત્તિ માટે ગ્રહણ કરવો. અત્યંત આહાર કરવાથી નવા નવા મનોરથોની વૃદ્ધિ થાય છે, પ્રબળ નિદ્રાનો ઉદય થાય છે, નિરંતર અપવિત્રપણું પ્રાપ્ત થાય છે, શરીરના અવયવો પુષ્ટ થાય છે અને તેથી કરીને સર્વ ક્રિયાઓમાં પ્રમાદ થાય છે, તેમજ ઘણું કરીને નિરંતર રોગીપણું પ્રાપ્ત થાય છે; માટે હમેશાં રસનેન્દ્રિયને અતૃતિવાળી જ રાખવી. એક રસનેન્દ્રિયને અતૃપ્ત રાખીએ, તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોથી નિવૃત્ત થઈને તૃતિ પામે છે, અને રસનેન્દ્રિયને તૃપ્ત રાખીએ તો બીજી સર્વ ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં ઉત્સુક રહેવાથી અતૃપ્ત જ રહે છે. જુઓ, રસનેન્દ્રિયમાં લોલુપ થયેલા મંગુસૂરિ અનેક દુર્ગતિનાં દુઃખો પામ્યા, તથા કુંડરિક મુનિ પણ જિલ્લાની જ લોલુપતાથી હજાર વર્ષ સુધી પાલન કરેલું સંયમ હારી ગયા. માટે સાધુઓએ તથા શ્રાવકોએ અવશ્ય રસત્યાગ તપ કરવું.” હવે કાયક્લેશ નામના પાંચમા તપાચાર વિષે કહે છે वीरासनादिना क्लेशः, कायस्यागमयुक्तितः । तनुबाधनरूपोऽत्र, विधेयस्तत्तपः स्मृतम् ॥१॥ ભાવાર્થ-“આગમમાં કહેલી યુક્તિ પ્રમાણે વીરાસન વગેરે આસનોવડે શરીરને બાઘ પમાડવારૂપ જે કાયક્લેશ સહન કરવો તે કાયક્લેશ તેમ કહેવાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 272