Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સૌથી પહેલાં ટીકાકારશ્રી પોતાનું મંગલ કહે છે : ટીકા મંગલ શ્લોક (૧) ટીકાર્ય : હેય = છોડવા યોગ્ય અને ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય એવા જે અર્થો = પદાર્થો, તેઓનો ઉપદેશ = નિરૂપણ કરવું, એ રૂપી ભા = કિરણો દ્વારા જગાડાયેલ છે (ભવ્ય) લોકરૂપી કમળ જેમના વડે એવા, વળી નાશ કરાયેલ છે કુમત = વિપરીત માન્યતા રૂપી અંધકાર જેના વડે એવા જિનવર= (જિન - કેવલી ભગવંત, તેઓમાં વર-શ્રેષ્ઠ) તીર્થંકર પરમાત્મા રૂપી સૂર્યને નમસ્કાર કરીને, / ૧ / ટીકા મંગલ શ્લોક (૨) ટીકાર્થ વાઝેવતા = સરસ્વતી દેવી અથવા પ્રભુની વાણી રૂપી દેવતાની પ્રસાદરૂપે મળેલી = કૃપાને કારણે આવેલી એવી ધિઠાઈના વશથી જડબુદ્ધિવાળો એવો પણ હું મારા કરતાં પણ વધારે મન્દ = અજ્ઞાની એવા જીવોને બોધ થાય એ માટે ઉપદેશમાલા ગ્રંથના વિવરણને કરીશ. વિશેષાર્થ : (૧) પૂ. સિદ્ધર્ષિ ગણીજીએ પોતાની ટીકાનું નામ “હેયોપાદેયા” રાખ્યું છે. એથી એમને મંગલ શ્લોકની શરૂઆત પણ “હેયોપાદેય' શબ્દથી જ કરી. (૨) મંગલશ્લોકમાં માત્ર “જન' શબ્દ જ લખેલ છે. છતાં ટીકાર્યમાં કોંસમાં “ભવ્ય' શબ્દ ઉમેર્યો છે. એનું કારણ એ છે કે પ્રભુની વાણીથી ભવ્યજનોનું જ હિત થાય, અભવ્યો - દૂરભવ્યોનું નહિં. માટે ખુલાસો કરેલ છે. (૩) આ શ્લોકમાં ઉપમા-ઉપમેય ભાવ આ રીતે સમજવો :- પરમાત્મા = સૂર્ય, લોક = કમળ, કુમત = અંધકાર, ઉપદેશ = કિરણો. (૪) બીજા ટીકામંગલ શ્લોક દ્વારા ટીકાકારશ્રીએ પોતાની નમ્રતા બતાડી છે. તે આ રીતેઆમ તો હું જડબુદ્ધિવાળો છું છતાં મારા પર વાગેવતા=શ્રુતદેવીની કૃપા થઈ એને લીધે સહજતાથી મારી મતિ આ ગ્રંથના વિવરણ તરફ પ્રયત્નશીલ બની ગઈ છે. એથી આ વિવરણ મારા મતિને લીધે નહીં, પણ કૃપાને લીધે જ થશે. હા! એટલું ખરું આ જે વિવરણ કરાશે તે મારા કરતાં પણ વધુ અજ્ઞાની જીવોના બોધ માટે થશે. બાકી વિદ્વજ્જનો તો સ્વયંભૂ રીતે ગ્રંથસ્થ પદાર્થોના જાણકાર બની જ જાય છે.' (૫) આ બે શ્લોક દ્વારા ટીકાકારશ્રીએ પોતાના ટીકા ગ્રંથનું મંગલચતુષ્ટય બતાડી દીધેલ છે. તેમાં (૧) મંગલ ? પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા, (૨) પ્રયોજન : “મન્વતનમ્નવોવાય’ એ પદથી, (૩) વિષય : “ઉપદેશમાલાના વિવરણને કરીશ' એ દ્વારા અને (૪) સંબંધ ઃ એ સામર્થ્યથી વાચ્ય-વાચક ભાવ, અભિધાન - અભિધેયભાવ વિગેરે સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 138