________________
ગુણોવાળુ હોય છે. તેમ આ વસુમતી પણ શીતળતા વિગેરે ગુણોવાળા છે. એથી એના આધારે એમનું બીજું નામ ચન્દના પડી ગયું અને હાલ એ નામથી જ તેઓ ઓળખાય છે.)
(અને એઓ) ઘાસના તણખલાંની જેમ રાજ્યના સુખને છોડીને = ફૂંકી મારીને પ્રવ્રજિત થયેલા છતાં વીર ભગવાનના પ્રથમ શિષ્યા થયેલા છે. (અને હાલ તેઓ) સુસ્થિત નામના આચાર્ય ભગવંતને વંદન કરવા માટે જઈ રહ્યા છે.
ત્યારબાદ (આ આખો વૃત્તાંત સાંભળ્યા બાદ) ભક્તિ અને કુતૂહલવડે ખેંચાયેલ ચિત્તવાળો તે = સેડુવક સાધુ ભગવંતના ઉપાશ્રયમાં (એમની પાછળ પાછળ) ગયો. (સાધ્વીજી ભગવંતની વિશિષ્ટતા સાંભળીને તેડુવકનું ચિત્ત એમના પ્રત્યે ભક્તિવાળુ બન્યું. એથી એમની પાછળ જવાની ઈચ્છા થઈ અને “આવા વિશિષ્ટ સાધ્વીજી પણ એવા તે કેવા આચાર્યભગવંતને વંદન કરવા જતાં હશે? કે જે એમના કરતાં પણ વિશિષ્ટ હશે. લાવ, જોવું તો ખરો” આ પ્રમાણે એનું ચિત્ત કુતૂહલવાળું બન્યુ માટે એ કારણથી ઉપાશ્રયમાં જવાની ઈચ્છા થઈ.) - સાધ્વી શ્રી ચંદનબાળાજી પણ ગુરુને વન્દન કરીને પોતાના ઉપાશ્રય તરફ (પાછા) ગયા. (અને આ બાજુ) ગુરુ વડે જ્ઞાનરૂપી પ્રકાશદ્વારા આ સેડુવક (આ સેડુવકનો આત્મા) જોવાયો. (એ સેડુવકની) ધર્મ કરવા માટેની યોગ્યતા (જ્ઞાનદ્વારા) જણાઈ, (ત્યારબાદ ગુરુ વડે) મીઠાશબ્દો દ્વારા એ બોલાવાયો. (એ દરિદ્ર હોવાને લીધે ઘણાં વખતથી ભૂખ્યો હતો એથી એને ધર્મ પ્રત્યે આવર્જિત કરવા માટે) “આ સેડુવકને હમણાં આ = ભોજન ઉચિત છે” એમ (ગુરુએ) વિચારી તે સેડુવક પરમાન વડે જમાડાયો. (ત્યારબાદ) આ સેડુવકવડે વિચારાયું કે “અહો! આમની કરુણામાં તત્પરતા કેવી છે? (અર્થાત્ આ ગુરુભગવંત કેવા કરુણા સભર છે? કે જેમને મારા જેવાને પણ આવકાર્યો અને મિષ્ટ ભોજનવડે જમાડ્યો.) (અને આમનું) જીવન પણ કેવું ઉભયલોક = આલોક - પરલોકમાં હિત કરનારું છે? તમને પણ આવું જીવન મળે તો કેવું સરસ.)
(ત્યારબાદ) (ગુરુને) પોતાના અભિપ્રાય = વિચારને જણાવીને (એણે) પ્રવ્રજ્યાને સ્વીકારી. (તે પછી) (પ્રવ્રજ્યાના પરિણામને સ્થિર કરવા માટે સુસાધુઓની છે સહાય જેને અર્થાત્ બીજા સારા મહાત્માઓ જોડે સેડુવક મહાત્મા ગુરુવડે (સાધ્વીજીના) ઉપાશ્રયમાં મોકલાયા. તે ઉપાશ્રયમાં પ્રવેશ કરીને (પછી સાથેના) સાધુઓ બહારની બાજુએ ઊભા રહી ગયા (એટલે કે ઉપાશ્રયના બારણાં આગળથી મયૂએણ વંદામિ બોલીને એ સેડુવક મહાત્માને એકલો પ્રવેશ કરાવી દીધો. અને સાથેના સાધુઓ બહાર જ ઊભા રહ્યા. જેથી સાધ્વીજી ભગવંતો સૌથી પહેલાં એમને જ વંદન કરે. બીજા સાધુઓ જો સાથે રહે તો તેઓ વડીલ હોવાને લીધે એમને પ્રથમ વંદના કરે. એને લીધે પ્રવજ્યા પરિણામનું સ્થિરીકરણરૂપ ફળ ન મળી શકે. માટે બાકીના સાધુઓ બહાર ઉભા રહ્યા.)
(તે પછી) શિષ્યાઓના પરિવાર સહિતના ચંદના સાધ્વીજીવડે સેડુવક અભ્યત્થાન કરાયા અર્થાત્ સેડુવક મહાત્માને જોઈને પરિવાર સહિત ચંદનાસાધ્વીજી ઊભા થઈ ગયા અને) અપરિભોગ = નહિ વપરાયેલું આસન અપાવરાવાયું (અને) વિનયપૂર્વક સેડુવક મહાત્મા વંદન કરાયા.