Book Title: Updesh Mala
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ ઘણી એવી તે જ્ઞાપનાઓ = ઘણી જ્ઞાપનાઓ, એટલે કે ઘણા દેખાડાઓ, (પોતાના કરતાં) બીજા = પારકા એવા લોકની સમક્ષ જે ઘણો દેખાડો. આ પ્રમાણે આખો સમાસ થઈ ગયો. પછી તૃતીયા બહુવચન વડે આખો અર્થ સૂચિત કરી દીધો કે : પારકા લોકની આગળ ઘણા દેખાડાઓ વડે શું કામ છે? અર્થાત્ કશું કામ નથી. (પ્રશ્ન ઃ કેમ કશું કામ નથી એ દેખાડાથી જ તો લોકો આપણા પ્રત્યે આકર્ષાય?) ઉત્તર : એ બધાં દેખાડાઓ તો નકામા છે, એટલે કે લોકો કદાચ આકર્ષાય તો પણ આત્મહિતરૂપ કાર્યની દૃષ્ટિએ એ દેખાડાઓ કશા કામમાં આવે એમ નથી માટે એ બધા દેખાડાઓવડે સર્યું. (પ્રશ્ન : જો કોઈ પણ ક્રિયા કરતી વખતે દેખાડો ન કરવો જોઈએ તો પછી શું કરવું જોઈએ જેથી આત્મહિત થાય?). ઉત્તર : આત્મસાક્ષિક = જણાવાયું છે = વિશ્વાસમાં મૂકાવાયું છે પોતાનું ચિત્ત જેના વડે એવું સુકૃત = સદનુષ્ઠાન એ પ્રધાન છે. અર્થાત્ એ જ કરવું જોઈએ કે જેનાથી પોતાનું મન પ્રસન્ન થાય, મનમાં એનાથી એક આત્મવિશ્વાસ પ્રગટે કે હું આત્મહિત માટેની જ આરાધના કરી રહ્યો છું, નહીં કે બીજાને ખુશ કરવા અને આવા આશયથી કરાયેલું સદનુષ્ઠાન જ પ્રધાન કહેવાય. (ગાથામાં રહેલા રૂર્ય = “રૂતિ' નો અર્થ કરે છે કેઃ) આ વાત = ઉપર કહેલી વાત એ પ્રમાણે જ છે = સાચી છે, એમાં કોઈ અન્ય પ્રકાર = ફેરફાર નથી. અથવા તો ગાથામાં ‘ડ્રય” ને બદલે રૂ’ એ પ્રમાણે પાઠાન્તર પણ મળે છે. તો પછી એના આધારે અર્થ આ પ્રમાણે થશે કે : આ પદાર્થને વિષે = ઉપરોક્ત “આત્મસાક્ષિક સદનુષ્ઠાન પ્રધાન છે એ વાતને વિષે ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ દૃષ્ટાન્તરૂપ છે. (તેમાં એક પોઝિટીવ (અન્વયી) દષ્ટાંત છે અને એક નેગેટીવ (વ્યતિરેકી) દૃષ્ટાંત છે.) તે બંને દૃષ્ટાંતો સંક્ષેપમાં આ પ્રમાણે છે : (બંને દૃષ્ટાંતો સળંગ એક વાક્યમાં જ બતાડ્યા છે તેને આપણે ટૂકડા પાડીને અર્થ કરીશું.) પ્રથમ દૃષ્ટાન્ત આદર્શસદન = આરીસાભવનની અંદર રહેલા એવા ભરતરાજાની અંગુલીય = વીંટી પડી અને એ પડવાને લીધે અસુંદર (અમુક ભાગમાં સફેદ અને અમુક ભાગમાં કાળી) એવી આંગળી દેખાઈ અને એનાથી એમને આશ્ચર્ય પ્રગટહ્યું કે શું આ આંગળીમાં જ અસુંદરતા હશે કે પછી દરેક આભૂષણવાળા અંગમાં?” ત્યારબાદ આવા પ્રગટેલા વિસ્મયને લીધે એમને ક્રમે કરીને બધા આભૂષણો કાઢ્યા અને એ કાઢ્યા પછી વિચ્છાય = કાંતિ વગરના પોતાના શરીરને જોવા દ્વારા એમનામાં વૈરાગ્યનો પ્રકર્ષ = પરાકાષ્ઠાનો વૈરાગ્ય આવ્યો અને આવા વૈરાગ્યના પ્રકર્ષવાળા એવા ભરતરાજાને પછી શુક્લધ્યાનનો ઉલ્લાસ થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે આ કેવલજ્ઞાન પ્રાપ્તિમાં એમને કોઈ બાહ્ય ક્રિયા કરેલી નહીં

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138