________________
ઘણી એવી તે જ્ઞાપનાઓ = ઘણી જ્ઞાપનાઓ, એટલે કે ઘણા દેખાડાઓ,
(પોતાના કરતાં) બીજા = પારકા એવા લોકની સમક્ષ જે ઘણો દેખાડો. આ પ્રમાણે આખો સમાસ થઈ ગયો. પછી તૃતીયા બહુવચન વડે આખો અર્થ સૂચિત કરી દીધો કે :
પારકા લોકની આગળ ઘણા દેખાડાઓ વડે શું કામ છે? અર્થાત્ કશું કામ નથી. (પ્રશ્ન ઃ કેમ કશું કામ નથી એ દેખાડાથી જ તો લોકો આપણા પ્રત્યે આકર્ષાય?)
ઉત્તર : એ બધાં દેખાડાઓ તો નકામા છે, એટલે કે લોકો કદાચ આકર્ષાય તો પણ આત્મહિતરૂપ કાર્યની દૃષ્ટિએ એ દેખાડાઓ કશા કામમાં આવે એમ નથી માટે એ બધા દેખાડાઓવડે સર્યું.
(પ્રશ્ન : જો કોઈ પણ ક્રિયા કરતી વખતે દેખાડો ન કરવો જોઈએ તો પછી શું કરવું જોઈએ જેથી આત્મહિત થાય?).
ઉત્તર : આત્મસાક્ષિક = જણાવાયું છે = વિશ્વાસમાં મૂકાવાયું છે પોતાનું ચિત્ત જેના વડે એવું સુકૃત = સદનુષ્ઠાન એ પ્રધાન છે. અર્થાત્ એ જ કરવું જોઈએ કે જેનાથી પોતાનું મન પ્રસન્ન થાય, મનમાં એનાથી એક આત્મવિશ્વાસ પ્રગટે કે હું આત્મહિત માટેની જ આરાધના કરી રહ્યો છું, નહીં કે બીજાને ખુશ કરવા અને આવા આશયથી કરાયેલું સદનુષ્ઠાન જ પ્રધાન કહેવાય.
(ગાથામાં રહેલા રૂર્ય = “રૂતિ' નો અર્થ કરે છે કેઃ) આ વાત = ઉપર કહેલી વાત એ પ્રમાણે જ છે = સાચી છે, એમાં કોઈ અન્ય પ્રકાર = ફેરફાર નથી.
અથવા તો ગાથામાં ‘ડ્રય” ને બદલે રૂ’ એ પ્રમાણે પાઠાન્તર પણ મળે છે. તો પછી એના આધારે અર્થ આ પ્રમાણે થશે કે :
આ પદાર્થને વિષે = ઉપરોક્ત “આત્મસાક્ષિક સદનુષ્ઠાન પ્રધાન છે એ વાતને વિષે ભરત ચક્રવર્તી અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ દૃષ્ટાન્તરૂપ છે. (તેમાં એક પોઝિટીવ (અન્વયી) દષ્ટાંત છે અને એક નેગેટીવ (વ્યતિરેકી) દૃષ્ટાંત છે.)
તે બંને દૃષ્ટાંતો સંક્ષેપમાં આ પ્રમાણે છે : (બંને દૃષ્ટાંતો સળંગ એક વાક્યમાં જ બતાડ્યા છે તેને આપણે ટૂકડા પાડીને અર્થ કરીશું.)
પ્રથમ દૃષ્ટાન્ત
આદર્શસદન = આરીસાભવનની અંદર રહેલા એવા ભરતરાજાની અંગુલીય = વીંટી પડી અને એ પડવાને લીધે અસુંદર (અમુક ભાગમાં સફેદ અને અમુક ભાગમાં કાળી) એવી આંગળી દેખાઈ અને એનાથી એમને આશ્ચર્ય પ્રગટહ્યું કે શું આ આંગળીમાં જ અસુંદરતા હશે કે પછી દરેક આભૂષણવાળા અંગમાં?” ત્યારબાદ આવા પ્રગટેલા વિસ્મયને લીધે એમને ક્રમે કરીને બધા આભૂષણો કાઢ્યા અને એ કાઢ્યા પછી વિચ્છાય = કાંતિ વગરના પોતાના શરીરને જોવા દ્વારા એમનામાં વૈરાગ્યનો પ્રકર્ષ = પરાકાષ્ઠાનો વૈરાગ્ય આવ્યો અને આવા વૈરાગ્યના પ્રકર્ષવાળા એવા ભરતરાજાને પછી શુક્લધ્યાનનો ઉલ્લાસ થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. હવે આ કેવલજ્ઞાન પ્રાપ્તિમાં એમને કોઈ બાહ્ય ક્રિયા કરેલી નહીં