SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી બહારના લોકને જણાવાનું = ખુશ કરવાનું રહેતું જ નથી અને એથી નહી જણાવાયેલો એવો પણ બહારનો લોક હોતે છતે એમને આત્મસાક્ષિક એવા શુક્લધ્યાનના ઉલ્લાસરૂપ સદનુષ્ઠાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું માટે પર જ્ઞાપના આત્મહિત રૂપ કાર્યની દૃષ્ટિએ નિરર્થક છે. (આ પ્રમાણે પ્રથમ દૃષ્ટાંત પૂરું થયું હવે બીજું દૃષ્ટાંત કહે છેઃ ) બીજું દૃષ્ટાન્ત પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વળી શ્રેણિક રાજા વિગેરે લોકના ચિત્તને આવર્જી = આકર્ષી લીધું. (કેવી રીતે ? = ) એક તો વાતાવરણમાં અત્યંત દુ:ખેથી સહન કરી શકાય એવી ઠંડી હતી, ઠંડો પવન હતો (અથવા તો સીધેસીધો ‘અત્યંત દુ :ખેથી સહી શકાય એવો ઠંડો પવન હતો' આ રીતે પણ અર્થ કરી શકાય) છતાં આ રાજર્ષિ પહેરણ વગરના = યથાજાત મુદ્રામાં નિષ્મકંપ = અડગ એવા કાયોત્સર્ગમાં હતાં અને આવા અડગ કાયોત્સર્ગ વડે આકર્યું છે શ્રેણિક રાજા વિગેરે લોકોનું ચિત્ત જેમને એવા પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિને સાતમી ન૨કપૃથ્વીને પ્રાયોગ્ય = પ્રાપ્ત કરાવનાર એવા કર્મ કરવાનો = બાંધવાનો પરિણામ પ્રગટ્યો. (કેમ પ્રગટ્યો ?) કેમકે કાર્યોત્સર્ગમાં રહેલા એવા એમને રાજ્ય પર બેસાડેલા એવા પોતાના બાળ પુત્રનો પરિભવ = તિરસ્કાર સાંભળ્યો (દુર્મુખના વચનથી) અને એનાથી એમના ચિત્તમાં વિપ્લવ = બળવો = હાહાકાર પ્રગટ્યો એનાથી એમને મનમાં જ એ બાળરાજાનો તિરસ્કાર કરનારની સાથે યુદ્ધ શરૂ કર્યું. માટે તેમને તેવા કર્મ બાંધવાનો પરિણામ પ્રગટ્યો. હવે અહીં એમનું કાયોત્સર્ગરૂપ સદનુષ્ઠાન લોકોને જણાયેલું હોવા છતાં પણ આત્મહિતનું લક્ષ્ય ચૂકી જવાને લીધે આત્મસાક્ષિક નહોતું માટે એનાથી એમને તત્કાળ ફાયદો તો કશો ન થયો પણ સાતમી નરકનું કર્મ બાંધવારૂપ મોટું નુકશાન થયું. તેથી = અન્વયી અને વ્યતિરેકી રૂપ બંને દૃષ્ટાંતથી નક્કી થાય છે કે લોક દેખાડો એ છે પ્રધાન જેમાં એવો – ધર્મ નથી પરંતુ ચિત્તની શુદ્ધિ એ છે પ્રધાન જેમાં એવો ધર્મ છે. અર્થાત્ ધર્મ એ લોકને ખુશ કરવાં નહિં પણ ચિત્તની શુદ્ધિ માત્રને સાધવા માટે છે. આ પ્રમાણે અભિપ્રાય = પ્રસ્તુત બંને દૃષ્ટાંતનો ભાવાર્થ છે. ।। ૧૯ ।। (આ ‘અભિપ્રાય’ દ્વારા અવતરણિકામાં કહેવાયેલ વિપરીત માન્યતાવાળા વ્યક્તિને જવાબ આપી દીધો.) ૭૭.૭ यस्तु‘पुण्यपापक्षयङ्करी दीक्षेयं पारमेश्वरीति' वचनाच्छैववद्वेषमात्रादेव तुष्येत् तं शिक्षयितुमाहवेसो वि अप्पमाणो, असंजमपएसु वट्टमाणस्स । નિ પરિયત્તિયવેર્સ, વિયં ન મારેફ વર્ષાંતેં? | ૨૦ || वेसो वि० गाहा : न केवलं जनरञ्जना, वेषोऽपि रजोहरणादिरूपोऽप्रमाणः, प्रमाणं प्रत्यक्षादि, ૪૮
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy