Book Title: Ujjayantgirina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો વ્યવહા૨ી શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૬૨૨૬ ચૈત્ર સુવિ શ્રી સૂરિ..ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે. આ સ્તંભ કોઈ સૂરિના સં૰ ૧૨૩૬ / ઈ સ ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની ‘નિષેદિકા’ રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉ૫૨ અંબાજીની ટૂક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ સ ૧૧૮૬-૧૨૪૦)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. (૨) વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી ૫૨ છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સ ૧૨૬ વર્ષે રા'મુળ સુરિ ....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.) (૩) તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર ‘૧’} પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા : ૧૫ [पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा - [નં. ૨] નિ પિતાનિ || વૃાછીય શ્રીપ્રદ્યુમ્નસૂરિ-શિષ્ય: શ્રીમાનટેવસૂરિપદ્પ્રતિષ્ઠિત શ્રી ગયાનંવભૂિિમ: પ્રતિષ્ઠતાનિ 1 છે !! શુભં ભવતુ | પુષિમૂર્તિ, સ્ત્રીમૂત્તિ. માઁ ધાંધલમૂર્ત્તિ: ૩. હ્રાન્હડસૂતા મળે. ધાંધલભાર્યા મળે. સિરીમૂત્તિઃ । Jain Education International ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મહં૰ ધાંધલ (જેઓ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી. (૪) રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10