Page #1
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
મહાતીર્થ ઉજ્જયંતગિરિના અઘાવધિ અપ્રકટ રહેલ પ્રતિમા તથા પટ્ટાદિના લેખો વિશે સાંપ્રત લેખમાં મૂળ વાચના સમેત વિસ્તારથી કહીશું. સન્ ૧૯૭૩ તથા પુનઃ સન્ ૧૯૭૭ની વસંત ઋતુમાં પર્વત પરનાં મંદિરોનાં કરેલાં સર્વેક્ષણો દરમિયાન પ્રાપ્ત થયેલા ચૌદેક જેટલા અદ્યાવિધ અજ્ઞાત અભિલેખો સાંપ્રત લેખમાં સવિવરણ પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત ઐતિહાસિક (સાહિત્યિક, અભિલેખીય) પ્રમાણ અનુસાર ઉજ્જયંતપર્વત ગિરનારગિરિ ઉત્તર મધ્યકાળ સુધી તો કેવળ જૈન તીર્થરૂપે જ રહ્યો હોઈ ત્યાંથી પ્રકાશમાં આવેલા તમામ લેખો જૈન દેવાલયો અનુલક્ષિત જ છે અને નવપ્રાપ્ત લેખોથી પણ એ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી.
ગિરનાર પરના થોડાક લેખોની (વાચના લીધા વિના) અંગ્રેજ સેનાનાયક જેમ્સ ટોડ દ્વારા પ્રાથમિક પણ અત્યંત સંદિગ્ધ, ભેળસેળિયા અને ગડબડગોટાળાયુક્ત નોંધ લેવાઈ છે. (ટૉર્ડ જેની સહાયતાથી આ લેખો વાંચ્યા હશે તેનું મધ્યકાલીન લિપિવિષયક જ્ઞાન તેમ જ લેખની અંદરની વસ્તુની લાંબી સમજ હોય તેમ જણાતું નથી. ભારતીય અભિલેખવિદ્યાના અને ઇતિહાસ-લેખનના આરંભકાળે અનભિજ્ઞ લોકો પાસેથી ઝાઝી આશા પણ ભાગ્યે જ રાખી શકાય. તત્કાલીન ભાષા સમજવાની કઠણાઈને કારણે પણ ટૉર્ડે પોતે સમજ્યા હશે તેવું લખ્યું હશે.) આથી ટૉડની નોંધો પર બિલકુલ ઇતબાર રાખી શકાય તેમ નથી. ટૉડ પછી પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ તીર્થનાયક જિન નેમિનાથના મંદિર(એમના કથન અનુસાર)ના દક્ષિણ દ્વાર અંદરના સં૰ ૧૧૭૬ / ઈ સ ૧૧૨૦ના લેખ પર વાચના દીધા સિવાય થોડી શી ચર્ચા કરી છે, જો કે આવા સમર્થ વિદ્વાન્ પણ પ્રસ્તુત લેખને ન તો સારી રીતે વાંચી શક્યા છે કે ન તો તેનું હાર્દ સમજી શક્યા છે. (આ સંબંધમાં આ ગ્રંથમાં જ આના પછી આવતા લેખમાં વિશેષ ચર્ચા કરી છે.)
ન
ઇન્દ્રજી પછી જેમ્સ બર્જેસે ગિરનારનાં મંદિરો આવરી લેતા સર્વેક્ષણ-અહેવાલમાં વસ્તુપાળના સં ૧૨૮૯ / ઈ. સ. ૧૨૩૧-૩૨ની મિતિના છ પ્રશસ્તિ લેખોમાંનો એક, તે ઉપરાંત શાણરાજની પ્રશસ્તિનો અપૂર્ણ લેખ અને અન્ય નાના મોટા છ એક લેખો પ્રગટ કર્યા છે : પણ બર્જેસ દ્વારા પ્રકાશિત કેટલાક લેખોના પાઠોમાં વાચનાદોષો (અને અર્થ સમજવામાં ક્ષતિઓ) રહી ગયાં છે; શાણરાજની પ્રશસ્તિનો યથાર્થકાળ જ્ઞાત ન થવાથી તેના અર્થઘટનમાં, તેમ જ ચૂડાસમા વંશ સંબંધી ઐતિહાસિક તારવણીઓ દોરવામાં, બર્જેસ જબ્બર ભૂલથાપ ખાઈ ગયેલા. (બર્જેસના આ ભૂલભરેલા લખાણથી થયેલી દિગ્બાન્તિમાંથી પછીના વિદ્વાનોએ
Page #2
--------------------------------------------------------------------------
________________
૫૪
નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ મહદંશે મુક્તિ મેળવી લીધી છે.) તત્પશ્ચાત્ બર્જેસ અને કઝિન્સ એમના મુંબઈ મહાપ્રાંતના પ્રાચ્યવિશેષોની બૃહસૂચિ ગ્રંથમાં આગળના બર્જેસે આપ્યા છે તે (કયાંક કયાંક પાઠાંતર છે), અને ૧૩ જેટલા બીજા લેખો પણ સમાવી લીધેલા".
આ પછી દત્તાત્રય ડિસાળકરે કાઠિયાવાડના અભિલેખોની એક લેખમાળા Poona Orientalistમાં શરૂ કરેલી (જે પછીથી પુસ્તકાકારે પ્રગટ થયેલી છે.), જેમાં બર્જેસ-કઝિન્સે અગાઉ આપી દીધેલ ચારેક લેખો અતિરિક્ત અન્ય ચારેક નવીન લેખોની વાચના એવં ભાવાર્થ આપ્યાં છે.
બર્જસ અને બર્જેસ-કઝિન્સે આપેલા લેખોમાંથી ચૂંટી કાઢેલા અઢારેક જેટલા લેખો (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખોના સંકલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટિપ્પણ પણ કર્યું છે. તે પછી એક વર્ષે આચાર્ય વિજયધર્મસૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદર્ભમાં આપેલી. ત્યારબાદ (સ્વ) ગિરજાશંકર વલ્લભજી આચાર્યે પણ ગુજરાતના શિલાલેખો સંબંધી તેમના બૃહદ્ સંકલન ગ્રંથના ભાગ ર-૩માં બર્જેસ-કઝિન્સે પ્રકાશિત કરેલ, તથા ડિસકળ કરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાપ્ત લેખોમાંથી ૧૭ જેટલા લેખો સમાવિષ્ટ કર્યા છે°.
આ પછી ગિરનારના બે વિશેષ લેખોની વાચના (એક અલબત્ત અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવાબે પોતાના જૈન તીર્થો અને સ્થાપત્ય વિષયક ગ્રંથમાં દીધી છે. ત્યાર પછીના તરતનાં વર્ષોમાં તો ગિરનારના અભિલેખો વિશે ખાસ નોંધપાત્ર પ્રવૃત્તિ થઈ હોવાનું અમને જ્ઞાત નથી; પણ જૈન દેવાલયો ફરતા દેવકોટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખોની વાચના છો. મા અત્રિએ આપેલી છે, જેમાંથી એક પર–વરહુડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિતવિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખક દ્વારા થયેલી છે.
અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખો અદ્યાપિપર્યન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણ બહાર રહેલા કોઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂક્યો હોય તો અમારા ભવિષ્યનાં પ્રકાશનોમાં તેની ઉચિત નોંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થોડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણો તેવા કિસ્સાઓના સંદર્ભમાં દર્શાવ્યાં છે.
(૧) . આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩માં
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
વ્યવહા૨ી શાણરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમંડપના દક્ષિણ દ્વારની ચોકીમાં વાપરેલ, ને અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્તંભમાં નીચે કોરેલ મુનિમૂર્તિની નીચે ખોદાયેલો ચાર પંક્તિનો લેખ જેટલો વાંચી શકાય છે તેટલો આ પ્રમાણે છે : સંવત ૬૨૨૬ ચૈત્ર સુવિ શ્રી સૂરિ..ઉજ્જયંતગિરિ પર જૈન મુનિઓ સલ્લેખનાર્થે આવતા એવાં સાહિત્યિક પ્રમાણો છે. આ સ્તંભ કોઈ સૂરિના સં૰ ૧૨૩૬ / ઈ સ ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદનો, તેમની ‘નિષેદિકા’ રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિઓ ધરાવતા બીજા પણ બેએક સ્તંભોના ભાગ દેવકોટથી ઉ૫૨ અંબાજીની ટૂક તરફ જતા માર્ગની બંન્ને બાજુએ જડી દીધેલા જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ સ ૧૧૮૬-૧૨૪૦)ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે.
(૨)
વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મંદિરના મૂળનાયકની ગાદી ૫૨ છે; પણ પુષ્કળ કચરો જામેલ હોઈ સ ૧૨૬ વર્ષે રા'મુળ સુરિ ....એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦નો આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણોથી પૂર્વનો છે. અહીં મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત ક્યાંક હશે.)
(૩)
તીર્થપતિ જિન નેમિનાથની પશ્ચિમ તરફની ભમતીમાં શ્વેત આરસના નંદીશ્વરપટ્ટ (ચિત્ર ‘૧’} પર બે પંક્તિમાં આ લેખ કોતરાયેલો છે; યથા :
૧૫
[पं. १ ] ९ सं. १२८२ फागुण व २ शुक्रे प्राग्वाट ठ राजपालसुत महं. धांधलेन बांधव उदयन वाघा तथा भार्या सिरीसुत सूमा सोमा सीहा आसपाल तथा सुता जाल्ह नासु प्रभृति निजगोत्रमात्रुय श्रेयसे नंदीश्वरजिनबिम्बा
-
[નં. ૨] નિ પિતાનિ || વૃાછીય શ્રીપ્રદ્યુમ્નસૂરિ-શિષ્ય: શ્રીમાનટેવસૂરિપદ્પ્રતિષ્ઠિત શ્રી ગયાનંવભૂિિમ: પ્રતિષ્ઠતાનિ 1 છે !! શુભં ભવતુ | પુષિમૂર્તિ, સ્ત્રીમૂત્તિ. માઁ ધાંધલમૂર્ત્તિ: ૩. હ્રાન્હડસૂતા મળે. ધાંધલભાર્યા મળે. સિરીમૂત્તિઃ ।
ઈ. સ. ૧૨૨૬ના તુલ્યકાલીન આ લેખમાં ઉલ્લિખિત મહં૰ ધાંધલ (જેઓ કદાચ મંત્રીમુદ્રા ધારણ કરતા હશે), તેમના વિશે વિશેષ માહિતી હાલ તો ઉપલબ્ધ નથી.
(૪)
રૈવતાચલાધીશ નેમિજિનના મંદિરની ઉત્તર તરફની ભમતીમાં અને ઉત્તર નિર્ગમ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ૬
નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પ્રતોલીની ભમતીમાં પડતી ભીંતને અઢેલીને લગાવેલ “વીસ વિહરમાન જિનના મનાતા પટ્ટની નીચે આ પ્રમાણેનો ત્રણ પંક્તિમાં લેખ કોર્યો છે. (ચિત્ર “૨'). આ લેખની અપૂર્ણ વાચના સારાભાઈ નવાબે પૂર્વે પ્રકાશિત કરેલી. અહીં અમે તે લેખનો ઉપલબ્ધ પૂરો પાઠ આપીએ છીએ :
सं. १२९० आषाढ श्रु ८ भोमे प्राग्वाट ठ. राजपाल ठ. देमति सुत महं. धांधलेन स्वभार्या महं. सिरी [१] तत्पितृतः कान्हड ठ-णू सुत सूमा सोमा सीहा आसपाल सुता जाल्ह रूपिणि महतरा શ્રીમુ+ [૨] સિમેતશિરપટ્ટ] તિઃ | પ્રતિષ્ઠિતઃ શ્રી નિત્યાનંદસૂ]િf:].
આ પટ્ટના કારાપક, આગળ અહીં આઠ વર્ષ અગાઉ નંદીશ્વરદ્વીપપટ્ટ સ્થાપનાર, મહત્તમ ધાંધલ અને તેમનો પરિવાર છે; આગળ લેખક “૪'માં કહેલ કેટલાકનાં નામો અહીં પણ મળે છે. પ્રતિષ્ઠાપક આચાર્ય અગાઉ કહ્યા છે તે જયાનંદસૂરિ હશે તેવું અમારું અનુમાન છે. પટ્ટ જો કે તેમાં કંડારેલ વીસ જિનની સંખ્યાને કારણે વીસ વિહરમાન (સીમંધરાદિ મહાવિદેહ ક્ષેત્રના પ્રવર્તમાન) જિન હોવાનું માની લેવામાં આવ્યું છે; પણ બે કારણસર અમને તે સમેતશિખરનો પટ્ટ હોવાનું લાગે છે. તેમાં પહેલું એ કે અંકિત વીસ જિનોમાં ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (નાગફણા-છત્રાંકિત) છે; અને પ્રત્યેક જિનને શિખયુક્ત પ્રાસાદમાં પ્રતિષ્ઠિત હોય તેમ દર્શાવ્યા છે, જે તેમની મૂર્તિઓની સમેતશિખર પર મુક્તિ પામેલ ૨૦ જિનોના દેવકુલો વિશે સ્થાપનાનો ભાવ રજૂ કરે છે. આ તથ્યો લક્ષમાં લઈ અમે પંક્તિ બેમાં સંદર્ભગત સ્થાને ખૂટતા આઠ અક્ષરો “સમેતશિખરપટ્ટ:' હશે તેમ માન્યું છે.
બંન્ને લેખોમાં અપાયેલી કારાપક સંબંધી માહિતી એકઠી કરતાં આ પદો સ્થાપનાર મહત્તમ ધાંધલનું વંશવૃક્ષ નીચે મુજબ આકારિત બને છે : ઠ+ ણ = 6. કાન્હડદે ઠ, રાજપાલ = દેમતિ
પુત્રી મહં. સિરી =મહં. ધાંધલ
ઉદયન,
વા
.
(પુત્રીઓ)
સૂમાં સોમ
સીહા આસપાલ જાલ્ડ નાસુ
રૂપિણી મહત્તરા શ્રીમુદ +
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિર્ગમત્ક્રારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં. ૧૩૩૪ ! ઈ. સ. ૧૨૭૮નો લેખ મળે છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકોટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ. સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતું) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસનના ૧૪મા-૧પમા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈિત્ય-પરિપાટીઓમાં મળે છે, તેનો અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે :
સંવત ૨૩૩૪ વર્ષે વૈસgિ વરિ ૮ વાવ (?)...[] દ.......
••••••••••••••••••••••••••••••
......................... પૂનાર્થ....... શ્રૌતેત્રપુ.....
ક્ષેત્રપત્તિ... श्रीदेवकीयक्षेत्रे प्राग्वाटज्ञाती ठ. श्री -माल महं आल्हणदेव्या श्रेयोर्थं વાગડેન.........માર્યો ઢ..... ...........................
શ્રીવીયમાંs[T] ........શ્રીતીર્થે શ્રીમતિજ્ઞા તી........................ ..............................રિતા
હવે પછીના લેખો સોલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણ પર કંડારેલ સં. ૧૩૬૧ ! ઈ. સ. ૧૩૦૫નો લેખ નેમિનિના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજજયંત મહાતીર્થ પર ચતુર્વિશતિ પટ્ટની સ્થાપના સંબંધી છે :
નિ, ઐ, ભા. ૨૮
Page #6
--------------------------------------------------------------------------
________________
૫૮
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
યથા :
संवत १३६१ ज्येष्ठ शुदि ९ बुधे श्रीमालज्ञातीय ठ तिहुणा सु- [पं. १] महं. पदम महं. वीका महं हरिपालप्रभृतिभिः श्री उज्जयंतमहातीर्थे [पं. र] निज पितृपितामह मातामह भ्रातृ स्वसृ श्रेयोर्थं चतुर्विंशतिपट्टः का [पं. ३] रितः । प्रतिष्ठितः श्रीनेमिचंद्रसूरि शिष्य श्री जयचंद्रसूरिभिः ।
પવતું ! સમત ...પટ્ટના કારાપકો તથા પ્રતિષ્ઠાપક સૂરિના ગચ્છ વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮નો આ લેખ એક પુરુષ અને પાંચ સ્ત્રીઓની આરાધક પ્રતિમા સમૂહ ધરાવતા પીળા ફલક પર નીચેના ભાગમાં કોરેલ છે : યથા :
સા સા ા સ્થાની I શ્રીહૂ ! હા (?) | જાથી (વાદી ?) [ સંવત ૨૪૨૪ વર્ષે श्री श्रीमालन्यातीअ श्रेष्ठी करमण भार्या करमादे सुत सारंग भार्या सहित [१] उलगिसहा [२]
પંદરમી શતાબ્દીના એક ચૈત્ય-પરિપાટીકાર હાથીપગલા જવાના માર્ગે “સારંગ જિણવર”ને નમ્યાનો ઉલ્લેખ કરે છે તે જિન આ સાહુ સારંગના કરાવેલા હશે? પ્રસ્તુત જિનનો નિર્માણકાળ આથી ઈ. સ. ૧૪૩૮ના અરસાનો અંદાજી શકાય. આ જ સાલમાં અહીં જિનકીર્તિસૂરિ દ્વારા, સમરસિંહ-માલદે દ્વારા નિર્મિત, “કલ્યાણત્રય” પ્રાસાદની પ્રતિષ્ઠા થયેલી. પ્રસ્તુત સૂરિ દ્વારા (વર્ષ અજ્ઞાત) અહીં પૂનિગ-વસહીની પણ પ્રતિષ્ઠા થયેલી, જે પણ મોટે ભાગે આ ૧૪૩૮ની સાલમાં કે તેની સમીપના વર્ષમાં હોવાનું અનુમાન થઈ શકે. (આ વિષય પર જુઓ અહીં લેખકનો “ગિરનારસ્થ કુમારવિહારની સમસ્યા” નામક લેખ)
જિન નેમિનાથના ગૂઢમંડપમાં હાલ જોવા મળતા પીળા પાષાણના જિનચતુર્વિશતિપટ્ટ (૩૮" x ૨૧")ની નીચે આ સં. ૧૪૯૯ | ઈ. સ૧૪૪-૪૩નો ટૂંકો લેખ છે : યથા :
[पं. १ ] सं. १४९९ वर्षे फागुण सुदि १२ सोमे ओसवाल ज्ञातीय सा. समरसिंहेन છે..તેવયુતે ચતુર્વિ. [૫, ૨) પટ્ટ તિઃ પ્રતિ. શ્રી સોમસુરારિ
લેખનું મહત્ત્વ તેમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્ય-રાણકપુરના જગપ્રસિદ્ધ નલિનીગુલ્મ ચતુર્મુખમહાવિહાર તેમ જ દેવકુલપાટક(મેવાડ-દેલવાડા)માં પ્રતિષ્ઠાઓ કરનાર તપગચ્છાલંકર યુગપ્રધાન આચાર્ય-સોમસુંદરસૂરિને કારણે વધી જાય છે. સોમસુંદરસૂરિ ગિરનારની યાત્રાએ ગયાના સાહિત્યિક ઉલ્લેખો છે. અને સમરસિહ તે કદાચ “કલ્યાણત્રય'ના મંદિરને સં. ૧૪૯૪માં નવું કરાવનાર બે ઓસવાળ કારાપકો (સમરસિંહ-માલદે) પૈકીના એક હશે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
પ૯
આ લેખ તથાકથિત સંપ્રતિરાજાના મંદિરના ગૂઢમંડપમાં જળવાયેલી એક શ્વેત આરસની જિન પ્રતિમા પર નીચેના હિસ્સામાં કંડારાયેલો છે : યથા :
[पं. १] सं. १४ [०९] वर्षे माघ सु २ शुक्रे सूरयत बासि श्री श्री - _[पं. २ ] मालज्ञातीय श्रे. भाई आख्येन भा. रुडी सु. श्रे झांझण प्रमुख कुटुंब [३] युतेन श्रीविमलनाथबिंबं कारित प्रतिष्ठितं वृद्धतपापक्षे श्रीरत्नसिंहसूरिभिः।।
આ લેખનો ઉલ્લેખ (સ્વ) મુનિ શ્રી દર્શનવિજયજીએ કર્યો છે, પણ ત્યાં વાચના આપી નથી. વર્ષના છેલ્લા બે અંક વંચાતા નથી; પણ મુનિશ્રીએ સં. ૧૫૦૯ વર્ષ જણાવ્યું છે, જે લેખમાં આવતા પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે શ્રી રત્નસિંહસૂરિના નામને કારણે લખ્યું હશે; કેમ કે પ્રસ્તુત સૂરિવરે આ મંદિરમાં મૂળનાયક જિન વિમલનાથની પ્રતિષ્ઠા સં. ૧૫૦૯માં કરાવેલી તેવું સમકાલિક સાહિત્યિક પ્રમાણ છે; પરંતુ સાંપ્રત મૂર્તિ જિન વિમલનાથની હોવા છતાં, અને તેની પ્રતિષ્ઠાની મિતિ સં૧૫૦૯ હોવાનો સંભવ હોવા છતાં ", પ્રસ્તુત પ્રતિમા આ મંદિરના મૂલનાયક વિમલનાથની અસલી પ્રતિમા નથી લાગતી; કેમ કે આની પ્રતિષ્ઠા તો “સૂરત (સૂરત) નિવાસી શ્રીમાળી કુટુંબે કરાવી છે; જ્યારે મંદિર ખંભાતવાસી શ્રેષ્ઠી શાણરાજ અને ભુંભવનું કરાવેલું હોઈ તેમનાં નામ ત્યાં દેવા ઘટે. વળી મૂળનાયકનું બિંબ પિત્તળનું હતું, છતાં લેખમાં અન્યથા મંદિરના પ્રતિષ્ઠાપક બૃહતપગચ્છનાયક રત્નસિંહસૂરિનું નામ મળતું હોઈ આ લેખ એક મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે.
(૧૦) સગરામ સોનીના કહેવાતા મંદિરની જગતી પરની (અને મૂળ મંદિરની પાછળની) દેવકુલિકામાં એક આદિનાથના ચોવિસી પટ્ટ પર સં૧૫૦૪)૯નું વર્ષ અંકિત છે જેની પ્રતિષ્ઠા આગમનચ્છના કોઈ (દેવેન્દ્ર ?) સૂરિની કરેલી હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : યથા :
स्वस्ति संवत १५(०?)९ वर्षे वैशाख वदि ११ शुके वीसलनगर-वास्तव्य श्री श्रीमालज्ञाती श्रे. लषमण भार्या लीटी १] लषमादे सु. मेघावामणकमण भा. जागू श्रीआदिनाथबिंबं कारित નામ છે [ત્રી-૨] પ્રતિષ્ઠિત શ્રી- (સૂ?િ) fમઃ [તી. ૩]
પ્રતિમા વિસલનગર(વિસનગર)ના શ્રીમાળી શ્રાવકોએ ભરાવેલી છે.
આ લેખ રત્નસિંહસૂરિના શિષ્ય ઉદયવલ્લભસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત, મૂળ ગભારામાં
Page #8
--------------------------------------------------------------------------
________________
૬૦
નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-ર
વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની.
[पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [. ૨] . ઉમર મા. દિવેટ્રે સુતા દીર છે. પ્ર. [૬. રૂ] શ્રી વરિયમ
હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે અને બીજો સં. ૧૫૨૩ ! ઈ. સ. ૧૪૯૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.).
આ સિવાય થોડાક ઈસ્વીસનની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી.
ટિપ્પણો : 9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp. 504
512.
2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1, "History
of Gujarat," Bombay 1896, p. 177.
3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological
Survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159.170. આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar
and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે.
4. "Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay
Presidency, Vol VIII. E. "Inscriptions of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona 1934-1941. ૭. વીર જૈન સ્નેહસંપ્રદ (દ્વિતીય ), પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઈતિહાસમાળા, પુષ્ય છä, જૈન
આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭-૭૪.
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉજ્જયંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો
૮. એજન, પૃ. ૨૯-૧૦૦. ૯ પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ (ભાગ ૧લો) શ્રી યશોવિજયજી જૈન ગંધ્રુમાલા, ભાવનગર સં૧૯૭૮ (ઈટ
સ. ૧૯૨૨), પૃ. ૫૭. ૧૦. ગુજરાતના ઐતિહાસિક લેખો (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ ૧૫, મુંબઈ ૧૯૩૫,
પૃ. ૫૧, ૫૬, અને ૧૫૪; તથા પ્રસ્તુત ગ્રંથનો ભાગ ૩જો, ફા. ગુસર ૧૫, મુંબઈ ૧૯૪ર, પૃ. ૧૪, ૧૯, ૨૩, ૯૮, ૩૨, ૩, ૪૨ ; તથા એજન, “પુરવણીના લેખો”, , ૧૯૧, ૨૧૦, ૨૫૪, તેમ જ ૨૫૭-૧૫૮.
99. Jaina Tirthas in India and Their Architecture, Shri Jaina Kala Sahitya Samsodhaka
Series 2, English series Vol II, Ahmedabad 1944, p. 34. ૧૨, “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ લેખો” સ્વાધ્યાય પુરુ પ, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. તથા “A Collection
of Some Jaina images from Mount Girnar,” Bulletin of the Museum and Picture
Gallery, Baroda, Vol XX, pp. 34-57, Fig. 3 (pl XLIII). ૧૩, “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત," સ્વાધ્યાય, પૃ૮, અંક ૪, પૃ. ૪૬૯-૪૮૯, ૧૪. જેમ કે પૂર્ણતલ્લગચ્છીય સુપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના પ્રગુરુના પ્રગુરુ યશોભદ્રસૂરિએ (ઈસ્વીસના દશમા
શતકના અંતભાગે) ગિરનાર પર સંથારો કર્યાનો ઉલ્લેખ પ્રસ્તુત ગચ્છના દેવચંદ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકત : સ. ૧૧૬૦ ! ઈ. સ. ૧૧૦૪), તથા હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપરષચરિત્ર૧રમી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાંત-પ્રશસ્તિ, ઇત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રગચ્છીય વાદિવેતાલ શાંતિસૂરિએ ઉજ્જયંતગિરિ પર સં. ૧૯૬ ! ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોપવેશન કર્યાનો પ્રભાવકચરિતમાં
નિર્દેશ થયો છે. 94. Nawab, Jaina Tithas., p. 34. ૧૬. નવાબે આ પટ્ટને “વીસવિહરમાન”નો માન્યો છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રંથમાં સંપાદિત(મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા)માં આવો ઉલ્લેખ છે. (અહીં
આ સંકલનમાં તે પુનર્મુદ્રિત કરી છે.) ૧૮, સંધપતિ ગુણરાજ તથા સંધપતિ શ્રીનાથની સાથે સોમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તો યાત્રાર્થે
ગિરનાર ગયેલા : (જુઓ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૫૬,
૪૫૮, ઇત્યાદિ ) ૧૯, જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્ય ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, ૫૦ ૧૨૭. ૨૦. તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ૧૫મા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગિરનાર-તીર્થમાળામાં નીચે મુજબ ઉલ્લેખ છે :
સામી વિમલનાથ તિહિ ગાજી નિરૂમલ સોવનમય તનું છાજી, રાજઈ મહિમ નિધાન;
Page #10
--------------------------------------------------------------------------
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચિંતામણિ શ્રીપાસ વિણેસર સુરતરૂ અજિતનાથ તિર્થેસર, બિહુપરિ સોવન વાન, 15 પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ પૂજુ પુણ્ય નિધાન; પનરનવોત્તર ફાગુણ માસિઇ, વંદુ જ સસિ ભાણ. 16 (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં. 1978 | ઈ. સ. 1912, પૃ. 35.) આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સોને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણનો મોટો ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયો છે. આ વિમલનાથનો પ્રાસાદ ખંભાતના શ્રેષ્ઠી શણરાજ તથા ભુંભવે કરાવેલો. તેમાં પિત્તળની પ્રતિમાં હોવાનું તપાગચ્છ હેમહંસગણિની ગિરનાર ચૈત્ય-પરિપાટીમાં નોંધાયું છે : યથા : (શો ? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ અવિઅ 28' (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, 1-3 એપ્રિલ 1923, પૃ. 296.) 21. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હોઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષ દીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22. જુઓ Diskalkar, Inscriptions., p. 120. 23. વિજયધર્મસૂરિ, પૃ. 57, પાદટીપ. ઋણસ્વીકાર અહીં પ્રકટ કરેલ બન્ને ચિત્રો American Institute of Indian Studies, Varanasi Centre,ના ચિત્રકોશમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યનો અહીં સ્વીકાર કરું છું. ચિત્રસ્થ બન્ને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સંદર્ભ સૂચિત ગ્રંથમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હોઈ ચિત્રોને અહીં સંદર્ભ-સુવિધાર્થે પુનઃપ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું છે.