Book Title: Ujjayantgirina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 10
________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ચિંતામણિ શ્રીપાસ વિણેસર સુરતરૂ અજિતનાથ તિર્થેસર, બિહુપરિ સોવન વાન, 15 પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ પૂજુ પુણ્ય નિધાન; પનરનવોત્તર ફાગુણ માસિઇ, વંદુ જ સસિ ભાણ. 16 (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં. 1978 | ઈ. સ. 1912, પૃ. 35.) આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સોને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણનો મોટો ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયો છે. આ વિમલનાથનો પ્રાસાદ ખંભાતના શ્રેષ્ઠી શણરાજ તથા ભુંભવે કરાવેલો. તેમાં પિત્તળની પ્રતિમાં હોવાનું તપાગચ્છ હેમહંસગણિની ગિરનાર ચૈત્ય-પરિપાટીમાં નોંધાયું છે : યથા : (શો ? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ અવિઅ 28' (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, 1-3 એપ્રિલ 1923, પૃ. 296.) 21. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હોઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષ દીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22. જુઓ Diskalkar, Inscriptions., p. 120. 23. વિજયધર્મસૂરિ, પૃ. 57, પાદટીપ. ઋણસ્વીકાર અહીં પ્રકટ કરેલ બન્ને ચિત્રો American Institute of Indian Studies, Varanasi Centre,ના ચિત્રકોશમાંથી પ્રાપ્ત થયાં છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યનો અહીં સ્વીકાર કરું છું. ચિત્રસ્થ બન્ને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સંદર્ભ સૂચિત ગ્રંથમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હોઈ ચિત્રોને અહીં સંદર્ભ-સુવિધાર્થે પુનઃપ્રકાશિત કરવાનું યોગ્ય માન્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10