Book Title: Tu Rangai Jane Rangma 01
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ (૧૧) ఉడుము మడ అడవి మడమ మడత పడి పడి ముడత త డ డ త త త త త త త ప్రతి ముడుపై ૪ શાલીભદ્ર ખીર વહોરાવતા એક નાનો છોકરો તેનું નામ સંગમ હતું. તે ભરવાડના ઘરે જનમ્યો છે. પૂર્વ ભવના અંતરાય કર્મના કારણે ગરીબી છે. બાપ ગુજરી ગયો છે. માં મજૂરી કરી પેટ ભરે છે. તહેવારના દિવસોમાં બધા બાળકો સારાં કપડાં પહેરે છે, ખીર વિગેરે ખાય છે. આ નાના સંગમને ખાવાનું કાંઈ મળતું નથી. બીજાનું જોઈને પોતાને લેવાની-ખાવાની ઈચ્છા બાળકને થાય. આથી બાળક માં પાસે ખીર માંગે છે, પરંતુ મા ગરીબ- છે. દુધ-ખાંડ-ચોખાલાવવા પૈસા નથી. લાગે ક્યાંથી બાળક ગરીબી જાણતો નથી તેથી હઠ કરે છે, રડે છે. પોતાની ઈચ્છા પૂરી કરવા પોક મુકે છે. બાળકને રડતો જોઈ આજુબાજુની પાડોશી-બહેનો ભેગી થઈ. તે દયાભાવથી દૂધ-ચોખા-ખાંડ વિગેરે થોડી થોડી વસ્તુઓ આપે છે. તેમાંથી મા ખીર બનાવી બાળકને થાળીમાં કાઢીને આપે છે. “ખીર ગરમા ગરમ છે. ઠંડી થાય એટલે ખાજે” એમ કહી મા પોતે પાણી ભરવા ગઈ. બાળકને ખીર ખાવી છે પણ ગરમ છે. ક્યારે ઠંડી થાય તેની રાહ જુવે છે. આ સમયે ત્યાંથી એક તપસ્વી સાધુ મહારાજ વહોરવા જતા હતા. તે જોઈ ભરવાડનો નાનો બાળક સાધુ મ.ને બોલાવે છે અને ખીર વહોરાવે છે. ખૂબ જ ઉમળકાથી તપસ્વી મહારાજને બધી જ ઔર વહોરાવી દીધી જીંદગીમાં પહેલી જ વાર ખીર ખાવા મળી છે, ઘણું ઘણું રડ્યો ત્યારે ખીર મળી છે; છતાં પોતાના માટે થોડી તો રાખે તેવો વિચાર કર્યા વિના બધી જ ખીર વહોરાવી દે છે. ઉમળકાથી કરેલી ધર્મક્રિયા દ્વારા આ બાળક જબ્બર પુણ્ય બાંધે છે. અત્યંત ગરીબ હોવા છતાં તે જ રાત્રે કરોડોપતિ બની જાય છે. કેવી રીતે? મા પાણી ભરીને આવે છે દીકરાને થાળી ચાટતો જુવે છે. આ દૃશ્ય જોઈ મા વિચારે “મારો દીકરો કેટલો ભૂખ્યો છે” માની મીઠી નજર દીકરાને લાગી ગઈ-દીકરો પણ પોતે કરેલો ધર્મ ગુપ્ત રાખે છે. “ખીર મેં નથી ખાધી, બધી જ ખીર ગુરુ માને વહોરાવી લાભ લીધો તે વાત કોઈને કરતો નથી મનમાં ખૂબ ખૂબ અનુમોદના કરે છે.' રાત્રે બિમાર પડે છે અને તેનું મરણ થાય છે. ત્યાંથી સીધો જ ગોભદ્રશેઠની ભદ્રા શેઠાણીને ત્યાં શાલીભદ્ર રૂપે ઉત્પન્ન થાય છે. રોજ ૯૯ પેટી દેવલોકમાંથી આવે છે. મોજ-શોખ-ભોગવીને અંતે સંયમ લઈ આત્માનો ઉદ્ધાર કરે છે. બાળકો ! ભાવથી કરેલી ધર્મ આરાધના કેટલું બધું ફળ આપે છે. જે પણ ધર્મ કરો તે ગુપ્ત રાખો, મનમાં ખૂબ ખૂબ અનુમોદના કરો. ဇာဇာ(လ)ဇာလေဇာတ တတတတတတတတ ဇာတတ တတတတတတတတတတတတတhဂျစွာ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20