________________
tarcoal amba
૪ રોહિણીયો ચોર
વૈભારગિરિની ગુફાઓમાં ભયાનક દુષ્ટ ચોર રહે તો હતો. તેનું નામ લોહખુર અને દીકરાનું નામ રોહિણીયો હતું. મૃત્યુના અંતિમ સમયે બાપે દીકરાને કહ્યું કે “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મ - ઉપદેશ સાંભળતો નહીં.’’ તેઓ દેવોએ બનાવેલ સમોસરણમાં બેસી દેશના આપે છે. આમ કહી લોહખુર લુંટારો મૃત્યુ પામ્યો. રોહિણીયો પણ બાપને આપેલા વચનનું બરાબર પાલન કરતો. તેને ઘાડ પાડવા જવું હોય તો ક્યારેય પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું, આવા સમયે ભગવાનનો એક પણ શબ્દ ન સંભળાય તે માટે બંન્ને કાનમાં આંગળી ખોસીને દોડતો દોડતો જલ્દી દૂર પહોંચી જતો.
એક વાર આ રીતે કાનમાં આંગળી નાખી દોડી રહ્યો છે. મારે મહાવીરની વાણી નથી સાંભળવી, રસ્તો જલ્દી પસાર કરી લઉં તેવા વિચારથી તે ઝડપથી દોડી રહ્યો છે. આપણે ગમે તેવા પ્લાન બનાવ્યા હોય પણ બધું જ કુદરતને મંજુર હોતું નથી... આ દોડતા રોહિણીયા ચોરના પગે તીક્ષ્ણ - શૂળ (કાંટો) ભોંકાઈ ગઈ તેથી તે દોડી શક્તો નથી. આથી એક હાથની આંગળી કાનમાં રાખી એક હાથે શૂળ કાઢવા જતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુની વાણીના મધુરાં વચનો સંભળાઈ ગયા. ભગવાન, દેવોનું વર્ણન કરતા હતા. “દેવોના ચરણ પૃથ્વીને અડતા નથી, આંખ મટકુ મારતી નથી, તેને પહેરેલી-ફૂલમાળા ક્યારેય કરમાતી નથી, દેવનો પડછાયો પડતો નથી’’ કાને પડેલા આ વચનોથી રોહિણીયાને ખૂબ જ ખેદ થયો... પિતાની મૃત્યુ શૈયા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો એમ માની ખૂબ દુ:ખી થયો... એ સ્થિતિમાં ઝડપથી કાનમાં આંગળી નાખી ભાગ્યો . અને વિચારે છે કે.... “વાણી સાંભળળાથી નુકસાન નથી, મનમાં સંઘરી રાખું તો જ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.’
રોહિણીયા ચોરનો ભારે ત્રાસ હતો. છતાં તેને કોઈ પકડી શકતું ન હતું. એકવાર અભયકુમાર મંત્રીએ પકડ્યો... પરંતુ કોઈ પુરાવો ન હતો... તેથી દંડ-સજા કેવી રીતે કરે ? અભયકુમારે તેના જ મુખે બોલાવવાનો કિમીયો કર્યો. તેને ખૂબ દારૂ પાઈ બેભાન કર્યા પછી કૃત્રિમ (બનાવેલા) દેવલોકમાં તેને સુવાડ્યો... દારૂનું ઘેન ઉતરતાં ઈન્દ્રપુરી જેવું દ્રશ્ય જઈ આભો બની ગયો... દેવ-દેવીઓ તેની સેવા કરતાં પૂછવા લાગ્યાં હે સ્વામીનાથ ! તમો દેવલોકમાં આવ્યા છો અહીં સર્વ પ્રથમ શુભ અશુભ કૃત્યોનો પાપ-પુણ્યનો હિસાબ ક૨વાનો આચાર છે પછી જીવનભર દૈવી સુખો ભોગવાશે...
“જે ભુલવાનું હોય તે ભૂલાતું જ નથી” તે કહેવત પ્રમાણે રોહિણીયાને ભગવાનની વાણી યાદ આવી ગઈ. દેવના પગ નીચે અડે નહીં. આતો જમીન ઉપર ચાલે છે. આંખ મટકું મારે છે. પડછાયો પડે છે. રોહિણીયાને ખ્યાલ આવી ગયો કે આ નાટક છે. તેથી તેને કહ્યું કે મેં તો આખુય જીવન સત્કર્મો જ કર્યો છે. હું બહુ જ ધર્મી હતો. જીવનમાં ક્યાંય પાપ નથી કર્યું.
શકનો લાભ મેળવી રોહિણીયો છુટી ગયો... હવે તે વિચારે છે કે પ્રભુની બે પળની વાણીએ મને ફાંસીની સજામાંથી ઉગારી લીધો. તેમના વચનો કેટલા બધા હિતકારી છે... આથી પ્રભુ પાસે જઈ વંદન કર્યા. શ્રેણીક૨ાજા સામે ગુનાઓની કબૂલાત કરી ચોરીને સંઘરેલો માલ પાછો આપી પ્રભુ પાસે દીક્ષા લીધી. બાળકો ! તમે પણ પ્રભુની વાણી – વ્યાખ્યાન સાંભળશો તો જીવન સારું બનશે.
ကာ