Book Title: Tu Rangai Jane Rangma 01
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ (૧૩) ఆపై అలుముకుంటుండడంత అలుపులోను తాము చదువుతుంటే ૪ પ્રભુવીરને કાનમાં ખીલા 2 ભગવાન મહાવીર પ્રભુએ કારતક વદ – ૧૦ના દીક્ષા લીધી. ત્યાર બાદ સાડાબાર વર્ષ સુધી ઘોર ઉપસર્ગ સહન કર્યા ઉપસર્ગ એટલે - સહન ન થાય તેવી ભારે તકલીફ. ચંડકોશીયાનો વંશ, ગોશાળો, સંગમ દેવ, કટપૂતળી વ્યંતરી, કાળચક્ર, આ બધા જ જીવલેણ ઉપસર્ગ છે. ભગવાને ક્યાંય સામનો કર્યો નથી, માત્ર સહન જ કર્યું છે. સહન કરવું તે સાધના છે. સહન કરવાથી આત્માની શક્તિ પ્રગટ થાય છે. ભગવાને ઘણા ઉપસર્ગો સહન કર્યા તેમાં સૌથી ભારે ઉપસર્ગ ગોવાળીયાનો છે, ભગવાન કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર છે ત્યારે ગોવાળીયો ભગવાન પાસે આવે છે, અને બળદ મુકી તેમનું ધ્યાન રાખવાનું કહીને કામે ગયો. પ્રભુને તો ગોવાળીયાની વાતનું કે બળદનું કોઈ જ ધ્યાન નથી. પોતાના આત્મધ્યાનમાં સ્થિર છે. પદ્રવ્યનું ચિંતન ચાલુ છે. અંતરમાં ચાલતું આત્મધ્યાન પેલા અબુધ ગોવાળીયો કેવી રીતે જાણી શકે....? તે પછી કામ પતાવી ગોવાળ જ્યારે પાછો આવે છે તો બળદ દેખાતા નથી. ગોવાળ પ્રભુને પૂછે છે મારા બળદ ક્યાં ગયા?” તો પ્રભુ કાંઈ જવાબ આપતા નથી. તેથી ગોવાળીયો આસપાસમાં બળદ શોધવા જાય છે. પરંતુ બળદ મળતા નથી. છેવટે થાકી ને પાછો ત્યાં જ આવે છે. તો બળદ ભગવાનની બાજુમાં બેઠેલા છે. તેથી ગોવાળ ભારે ગુસ્સામાં આવે છે. પ્રભુને કહે છે “મારા બળદ કેમ સંતાડ્યા હતા? મારી મશ્કરી કરે છે?' છતાં પ્રભુ કાંઈ જ બોલતા નથી. તેથી ગોવાળીયાનો ગુસ્સો ઓર વધે છે... અને બબડે છે “આ કાન નકામા છે, સાંભળતો જ નથી.” એમ વિચારી બાજુના એક ઝાડની ડાળી કાપી લાવ્યો. તેમાંથી બે ખીલા બનાવી પ્રભુના બંન્ને કાનમાં ખીલા ઠોકે છે. બંન્ને ખીલા એક બીજાને અડી જાય ત્યાં સુધી પથ્થરથી ઠોકે છે અને કોઈ ખીલા ખેંચી ન શકે તે માટે કાનની બહાર રહેલો ખીલો - લાકડું કાપી નાખે છે. છતાં ભગવાન સહન કરે છે; પણ ગોવાળીયાને ડરાવતા નથી, રોકતા નથી, પોતે રડતા નથી, એ જ પ્રસન્ન મુદ્રાએ સહન કરે છે. આ ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે. ૧રા વર્ષ સુધી આવા અનેક ઉપસર્ગ સહન કરી બધાજ ઘાતી કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને જગદુપૂજ્ય, દેવેન્દ્રવંદ્ય બને છે. ભગવાન બને છે. બાળકો! સહન કરવાથી જ મહાન બનાય છે. ભગવાને કેટલું બધું સહન કર્યું. શક્તિ હોવા છતાં સામનો ન કર્યો. આપણે પણ સહન કરતાં શીખીએ.. gિ mom 'I kumkumn to mumkumum of ed on mom go on mome more moving my

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20