Book Title: Tu Rangai Jane Rangma 01
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan
Catalog link: https://jainqq.org/explore/032090/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ d નાના બાળકોને જિનશાસનના રંગમાં રંગતી રંગાઈ જા ને રંગમાં(૧ (રંગપૂરણી ચિત્રવાર્તાઓ) પૂર્ણાનંદ પ્રકાશન અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્હાલા બાળકો! સ્પા નં-૧ ‘તુ રંગાઈ જાને રંગમાં રંગ પૂરણી બાળકો અહીં દશ પ્રશ્નો આપેલ છે તેના ચિત્રવાર્તાની પ્રથમ પુસ્તિકા તમારા હાથમાં | જવાબો તમારે નં-૧ની આ રંગપૂરણી ચિત્રવાર્તાના આધારે જ આપવાના છે. આવતાં આનંદ પામશો. (નીચેના સૂચનો ધ્યાનમાં રાખવા.) કલાના વિકાસ સાથે જ્ઞાન આપતી આવે | ૧. આ જગતમાં સુખી કોણ? રંગપૂરણી ચિત્રવાતને બરાબર વાંચી ૨. ઉમળકાથી ખીર કોણે વહેરાવી? પાઠશાળાના શિક્ષક કે પપ્પા-મમ્મી વિગેરે|| ૩. ભગવાન મહાવીરના કાનમાં ખીલા કોને | પાસે બરાબર સમજીને તે ચિત્રોમાં રંગ પૂરશો. માર્યા? ૪. પ્રભુની બે વાણીએ કોને ઉગાર્યો? જો... જ! એકજ દીવસમાં બધા ચિત્રોમાં ૫. સંકટના સમયે શું કામ લાગે? રંગ ભરી દેતા નહીં. થોડી ધીરજ રાખી ધીરે ૬. બાલાજ શું લઈને નાચે છે? ધીરે રંગ પૂરજો જેથી રંગ સારી રીતે પસંદ કરી ૭. ગૌતમસ્વામીને વહોરાવ્યા પછી સાથે મુકવા શકાય હાથમાં કલાનો વિકાસ થાય અને કોણ ગયું. ૮. સારા વિચારો આવે તે કઈ લોશ્યા કહેવાય. ઘણા દીવસ સુધી આનંદ માણી શકાય, બીજી | ઃ સૂચનો : નવી પુસ્તક ત્રણ મહિને તમોને મળી જશે. ૧. જવાબો માત્ર પોસ્ટકાર્ડમાં જ લખવા. તે આ સાથે પ્રશ્ન સ્પર્ધાનું આયોજન છે તેમાં|| સીવાય માન્ય નહીં ગણાય. પણ તમો માત્ર પોષ્ટકાર્ડથી ભાગ લેશો. || ૨. જવાબો માત્ર ૧ શહદ કે ૧ વાક્યમાં જ જે તમોને આ પુસ્તિકામાં આનંદ આવ્યો લખવાના છે. ૩. પોસ્ટકાર્ડમાં તમારું નામ પુરુ સરનામું તથા હોય તો તમારા બાલમિત્રોને પણ સભ્ય ) સભ્ય નંર અવશ્ય લખવો. બનવા પ્રેરણા કરશો. ૪. સંપૂર્ણ સાચા જવાબના પાંચ લકી વિજેતા ટીવીની ચેનલોમાંથી બચી સક્સંસ્કાર નંબર આપવામાં આવશે જે લકી વિજેતાનું જ્ઞાન અને કલામાં વિકાસ કરો એજ ભાવના નામઆગામી પુસ્તિકામાં છાપવામાં આવશે તથા ઈનામપાત્ર બનશે. સાથે આ રંગાઈ જાને રંગમાં રંગપૂરણી ચીત્ર જવાબો મોકલવાની છેલ્લી વાર્તાના આયોજનનો પ્રારંભ કરીએ છીએ... તા. ૩૧-૧૨-૨૦૦૯ રહેશે. પૂર્ણાનંદ પ્રકાશન જવાબો નીચેના સરનામે મોકલવા. , , સાવધાન : મને સાચવી રાખો. ચોથા અંકમાં એક પ્રશ્નપત્ર તમોને આપવામાં આવશે તે પ્રશ્નપત્રમાં વર્ષની ૪ પુસ્તિકાઓમાંથી પ્રશ્નો પૂછાશે. અનેક પ્રકારના ઈનામોનું આચૌજન થશે. આ પુલિકા ત્યાં સુધી તો સાચવી જ રાખશો. પૂર્ણાનંદ પ્રકાશક Co.પ્રદિપભાઈ એસ. શાહ કેક, વિવેકાનંદ ફલેટ્સ, જોધપુર ચાર રસ્તા, સેટેલાઈટ રોડ, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. (મો.) ૯૮૨૪ર પ૪૪૯૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ అలజడలు ముడత తతుతమతమైప పెడా పడావు పడా નાના બાળકોને જિનશાસનના રંગમાં રંગતું.. તું રંગાઈ જાને રંગમાં છે (રંગ પૂરણી ચિત્રવાર્તાઓ) છે | નાના બાળકોને જિનશાસનના ચમકતા સિતારાઓનો પરિચય કરાવતી આ રંગપૂરણી ચિત્રવાર્તાઓ બાળકમાં રહેલી કલાની વૃત્તિને જાગ્રત કરી બાળકને ધર્મના રંગે પણ રંગશે. બાળક પોતાની મન પસંદગીના રંગો ભરી ઘડી બે ઘડી માટે આ મહાપુરુષોના જીવનમાં ડૂબી જશે, તથા રંગો ને કલા અંગેની સુઝમાં પણ પ્રગતિ કરી શકશે. : ચિત્રકાર : પુષ્પન્દ્ર શાહ : પ્રકાશક : પૂર્ણાનંદ પ્રાશન, અમદાવાદ. C/o. પ્રદિપભાઈ એસ. શાહ કે, વિવેકાનંદ ફલેટ્સ, જોધપુર ચાર રસ્તા, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૧૫. (મો.) ૯૮૨૪ર ૫૪૪૯૯ Onocorn ဇာတကတကတကတpolစာကဇာတဘာဏကအစာတတတတတတတတတ်တတတတ S Page #4 -------------------------------------------------------------------------- ________________ ૦®445 - - કે, oso16 A SJ). - ૧, દિક્ષા-મહોત્સવ ર RA&ો (6IoAYATA 11AGYAYAA%AIL Page #5 -------------------------------------------------------------------------- ________________ (૩) అని తడబడులపై ప్రత్యడు తలలు ఆడులు తలుపులు తాము మైల్డపై જી. વજસ્વામી જી “ધન ધન તે દિન મુજ કબ આવશે, લેશું સંયમ ભારોજી” દીક્ષા મહોત્સવનો આછેરો ખ્યાલ આપતું આ ચિત્ર છે. સમવસરણ (નાણ)માં બીરાજમાન પરમાત્મા સમક્ષ અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આ દીક્ષા આપવાની વિધિ થાય છે. ગુરુ મહારાજ નંદિની માંગલિક ક્રિયા કરાવીને દીક્ષાર્થીના હાથમાં ઓઘો-રજોહરણ આપે છે ત્યારે દીક્ષાર્થી હરખ ઘેલો – બની નાચવા લાગે છે. દીક્ષાર્થીનો અંતર-આત્મા જાગી ગયો છે. તેથી સંસારનો આરંભ-સમારંભ (સંસારની પ્રવૃત્તિ) પાપમય લાગે છે. પાપથી દુઃખ આવે, પાપથી દર્દઆવે, પાપથી ભવભ્રમણ વધે. આથી તેને પાપનો ડર હોય છે. પાપવાની પ્રવૃત્તિથી છૂટવા સંસાર છોડવો પડે. દીક્ષા લેવાય તો.... સંસાર છૂટે, પાપવાની પ્રવૃત્તિ છુટે, ધર્મ ક્રિયા અને આત્મ ચિંતન થાય અને કર્મની નિર્જરા કરવાની શુભ પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે.... તેથી તેને આ ક્ષણે અતિશય આનંદ થાય છે. આથી જ સાધુવેષના મુખ્ય અંગ સ્વરૂપ રજોહરણ ગુરુદેવ આપે છે ત્યારે મુમુક્ષુ આત્મા મન મુકી નાચે છે... સંસારમાં જીવોની વિરાધના કરી જીવવું પડે છે તેનાથી છુટવાનો અને પ્રભુની આજ્ઞા પાળવાનો આનંદ હોય છે. તેથી મુમુક્ષ ઓધો લઈ નાચે છે. શ્રી વજસ્વામીના સમયથી ઓઘો લઈનાચવાની શરૂઆત થઈ. વજકુમાર જનમ્યા ત્યારથી જ રડ્યા કરે છે. રડતાં રડતાં છ મહીના થઈ ગયા માં કંટાળી ગઈ છે તેથી ગુરુ માને વહોરાવી દે છે વજ તરત જ રડતો બંધ થઈ જાય છે. વજકુમારને પારણામાં જ પૂર્વભવનું જ્ઞાન થયું છે. તેને દીક્ષા લેવી છે, તેથી ગુરુ મહારાજ પાસે રહી ૪ (ચાર) વર્ષમાંજ વજ હોંશીયાર બની જાય છે. પછી મા હોંશીયાર દીકરાને પાછો લેવા જાય છે, રાજદરબારમાં નાના વજને માતા મીઠાઈરમકડાં દેખાડે છે, છતાં તે લેવા જતો નથી પછી ગુરુ મ. વજન ઓઘો દેખાડે છે તે લઈને વજકુમાર તરત જ નાચવા લાગ્યા ગુરુ મહારાજ તેને દીક્ષા આપે છે. તે વજસ્વામી બન્યા... બાળકો! તમારે શું બનવું છે? સંસારમાં પાપ કર્યા વિના જીવાતું નથી, સંયમમાં પાપ વિના જ જીવી શકાય છે. તેનો આનંદ સૌથી વધારે હોય છે. “હું પણ ઓઘો લઈ ક્યારે નાચીશ?” એ વિચાર કરતાં કરતાં રંગ પૂરજો . တတတတ ကကြnnnn{ တတက(တရာအကဘကြတဏတာကြာလောက်ကြာကြာ တတတတတကြတာက ကကဇာတက ကကြတာ Page #6 -------------------------------------------------------------------------- ________________ (૪) ૨. બાળ અઈમુત્તા મુનિ Page #7 -------------------------------------------------------------------------- ________________ ఉండ డమ మడ డ డ ఆడ ఆడ పడ డ డ ల పై చాల తాండా పై డా టైడా ఎడా ఎడాపై 2 બાળમુનિ અઈમુત્તા મુનિ ! પાંચ - છ સાલના બાલુડાની વાત છે. તેનું નામ છે અઈમુત્તા. તેને રમતનો બહુ જ શોખ.... પરંતુ તેથી વધુ શોખ ધર્મનો. રમતાં રમતાં ધર્મ કરવાનો આવે તો પણ રમત મુકીને દોડે... એક વાર મહોલ્લામાં બધાં બાળકો ભેગા થઈ રમત રમી રહ્યાં છે તેમાં અઈમુત્તો પણ રમી રહ્યો છે. રમતાં રમતાં તેની ચકોર નજર બહુ દુરથી આવતા સફેદ કપડાં વાળા સાધુ મહારાજને જોયા અને અઈમુત્તો ભાગ્યો તેમની સામે. સુંદર ચહેરા વાળા ગૌતમસ્વામી પોતે જ વહોરવા આવેલા, તેથી ખુશ થઈ ગયો... ગુરુ મહારાજને વિનંતી કરી પોતાના ઘરે વહોરાવવા લઈ જાય છે અને પોતાની જાતે વહોરાવે છે. વહોરાવતાં રસોઈનો દાણો કે છાંટો નીચે ન પડે તેનું ધ્યાન રાખે છે. તે જાણતો હતો કે વહોરાવતાં કાંઈ નીચે પડે તો “સાધુ મહારાજ તેના ઘરેથી બીજું કાંઈ પણ વહોરે નહીં.” સાધુ મહારાજ ને વહોરાવવા માટે ઘરે બોલાવી લાવવા અને વહોરાવ્યા પછી મહોલ્લા કે ઉપાશ્રય સુધી મુકવા જવું તે શ્રાવકનું કર્તવ્ય છે તે પણ જાણતો હતો... આથી ગૌતમસ્વામીની સાથે ચાલતો ચાલતો મુકવા માટે જાય છે. ગુરુ મ. પાસે ગોચરીનું ઘણું વજન જોઈ અઈમુત્તો પાત્રા પકડવા માંગે છે. ગૌતમ સ્વામીએ કહ્યું. દીક્ષા લે તો જ પાતરા પકડાય તે સાંભળી અઈમુત્તો દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. ઘરે માની રજા લેવા ગયો તે માએ કહ્યું બેટા તું કાંઈ ન જાણે અઈમુત્તો કહે છે મા ! હું જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું છું મરવાનું છે તે જાણું છું પરંતુ ક્યારે મરવાનું છે તે નથી જાણતો.” એમ માને મનાવી દીક્ષાની રજા લઈ ગૌતમસ્વામી પાસે અઈમુત્તાએ દીક્ષા લીધી અને બાલમુનિ “અઈમુતામુનિ” બન્યા. એકવાર ચંડીલ ભૂમિ ગયેલા, ત્યાં વરસાદના પાણીના ખાબોચીયામાં બાળકો કાગળની હોડી બનાવી રમતા હતા, તે જોઈએ બાળમુની અઈમુત્તાને પણ રમવાની ઈચ્છા થઈ. આથી પોતાનું નાનું પાતરું પાણીમાં તરતું મુક્યું. કાગળની બધી હોડી કરતાં આ લાકડાનું પાતરું સારી રીતે સહુથી આગળ તરવા લાગ્યું તે જોઈ અઈમુત્તા મુનિ આનંદમાં આવી ગયા. “મારી હોડી તરે, મારી હોડી તરે તેમ બોલતા - બોલતા ખુશ થઈ જવા લાગ્યા. થોડીવારમાં બીજા સાધુ ભગવંતો આવ્યા. તેમણે બાલમુનિ અઈમુત્તાની ચેષ્ટાઓ જોઈ તેને ઠપકો આપ્યો. સમજાવ્યો “આપણે સાધુ છીએ, છ-કાયની વિરાધના છોડી છે. પાતરું પાણીમાં રમાડવાથી અપકાયની વિરાધના થાય અને બહુ પાપ લાગે.” અઈમુત્તા મુનિને પોતાની ભૂલ સમજાઈ. પછી, સમવસરણમાં ભગવાન મહાવીર પ્રભુ પાસે ગયા. ત્યાં તે પાપની આલોચના કરી. ઈરીયાવહી કરતાં કરતાં અપકાયના જીવોને ખૂબ જ ભાવથી મિચ્છામિ દુક્કડમ્ કીધા અને પાપના પશ્ચાતાપના અગ્નિથી બધા કર્મોને બાળી નાખ્યા અને અઈમુત્તા મુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાળકો ! (૧) નાની જ ઉંમરથી ધર્મ કરતાં શીખો. (૨) ભૂલ થઈ જાય તો તુરત તેનો સ્વીકાર કરવો, પશ્ચાતાપ કરવો અને ફરી ભૂલ ન થાય તે માટે સાવધાન રહેવું. (૩) આપણી ભૂલ બતાવે તેનો ઉપકાર માનવો. Immmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm Page #8 -------------------------------------------------------------------------- ________________ Jurg 3 6. ૩. ષડ્વેશ્યાવૃક્ષ Wall C Page #9 -------------------------------------------------------------------------- ________________ ఆమడలు ఎడమ మడమలు తమతమవుతుందని ప్రజలు ఎండలు & પલૈશ્યાવૃક્ષ એક ગામમાં છ મિત્રો રહેતા હતા તેમનાં નામઃ (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કપોત, (૪) પિત, (૫) પદ્મ અને (૬) શુકલ હતાં. આ છ મિત્રો એક ગામથી બીજે ગામ જતા હતા, રસ્તામાં જાંબુનું વૃક્ષ આવ્યું. સુંદર મનોહર પાકેલા જાંબુના ઝૂમખાં જોઈ બધાને જાંબુ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તેમાં પહેલો મિત્ર કૃષ્ણ કહે છે “આપણી પાસે કુહાડી છે આખા ઝાડને કાપીને પછી શાંતિથી જાંબુ ખાઈએ.” બીજો નીલ મિત્ર કહે છે “આખું ઝાડ નહીંડાળીઓ તોડી જાંબુ મેળવીએ', ત્રીજો મિત્ર કપાત કહે છે. નાની ડાળીઓ તોડીએ, ચોથો મિત્ર પિત કહે છે. આપણે જાંબુ વાળી જ ડાળી તોડીએ, પાંચમો મિત્ર પદ્મ કહે છે : “ભાઈ ! ઝાડ ઉપરથી માત્ર જાંબુ તોડીને પેટ ભરીએ', છઠ્ઠો મિત્ર શુકલ કહે છે કે “ભાઈ ! આપણે ઝાડ નથી કાપવું, મુખ્ય ડાળી નથી કાપવી, નાની ડાળીઓ નથી કાપવી, નાની ડાળીઓ નથી તોડવી, જાંબુવાળી ડાળીઓ પણ નથી તોડવી કે જાંબુને ઝાડ પરથી નથી તોડવાં આપણે તો પેટ ભરવાનું કામ છે નીચે જ પડેલા જાંબુ વીણીને પેટ ભરી લઈએ... આ છ મિત્રોની વાત થઈ; તેમાં પહેલો મિત્ર શરીરથી મજબૂત અને છેલ્લો મિત્ર આળશું લાગશે... પણ એવું નથી છએના વિચારો તપાસો બીજાને ઓછામાં ઓછું નુકસાન કરી પોતાનું કામ કરી લેવું એવો ભાવ સમાયેલો છે. - બાળ મિત્રો ! ઉપર જે છ મિત્રોનાં નામ આપ્યાં છે તે જ નામની છ વેશ્યાઓ આપણા જૈન શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે. લેશ્યા એટલે જીવનો સ્વભાવ, મનનો પરિણામ, આપણા મનના ભાવોવિચારોને આધારે આપણી વેશ્યા જાણી શકાય..આમાં પ્રથમ ત્રણ લેશ્યા અશુભ છે. છેલ્લી ત્રણ લેશ્યા શુભ છે. દરેક જીવને આમાંથી એક વેશ્યા તો હોય જ સારા-ખરાબનિમિત્તો મળતાં વેશ્યા બદલાય છે. માટે આપણે સારા નિમિત્તામાં રહેવું, ધર્મધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૂજા, પાઠશાળા, દાન, તપસ્યા વિગેરે કરવામાં સારા વિચારો આવે છે. તેથી તે શુભ લેશ્યા છે. શુભ લેશ્યા વાળો જીવ સદ્ગતિમાં જાય, મોક્ષ મળે, મનુષ્ય - દેવ બને અને ઝગડો, મારામારી, જૂઠ, ચોરી, ટીવી-સિનેમા, વ્યસનો વિગેરેમાં અશુભ વિચારો હોય તે અશુભ લેશ્યા કહેવાય છે આ અશુભ લેશ્યાથી જીવને નરક, નિગોદમાં જવું પડે કીડી, મચ્છર જેવા જીવજંતુ બનવું પડે છે. બાળકો! જો તમે સદ્ગતિ ઈચ્છતા હોય તો... હંમેશા ધર્મધ્યાન કરો સારા વિચારો કરો અને હંમેશ માટે શુભ લેસ્થામાં રહો. બીજાને નુકશાન કરવાના વિચાર કરવા નહીં બીજાનું ભલું કેવી રીતે કરવું તે જ વિચારવું. ოზოლოოყოლოთოვოდსოდოოოოოოოოოოოოოოოოოთუთოზოსთორთულოოოოოოოოოოოოოო(თოთ gsssssssssss GSSSSSSSSSSSSSSSS SS SS Page #10 -------------------------------------------------------------------------- ________________ (૮) ખ ૪. રોહીણીયો ચોર Page #11 -------------------------------------------------------------------------- ________________ tarcoal amba ૪ રોહિણીયો ચોર વૈભારગિરિની ગુફાઓમાં ભયાનક દુષ્ટ ચોર રહે તો હતો. તેનું નામ લોહખુર અને દીકરાનું નામ રોહિણીયો હતું. મૃત્યુના અંતિમ સમયે બાપે દીકરાને કહ્યું કે “તું ક્યારેય ભગવાન મહાવીરનો ધર્મ - ઉપદેશ સાંભળતો નહીં.’’ તેઓ દેવોએ બનાવેલ સમોસરણમાં બેસી દેશના આપે છે. આમ કહી લોહખુર લુંટારો મૃત્યુ પામ્યો. રોહિણીયો પણ બાપને આપેલા વચનનું બરાબર પાલન કરતો. તેને ઘાડ પાડવા જવું હોય તો ક્યારેય પ્રભુના સમવસરણ પાસેથી જવું પડતું, આવા સમયે ભગવાનનો એક પણ શબ્દ ન સંભળાય તે માટે બંન્ને કાનમાં આંગળી ખોસીને દોડતો દોડતો જલ્દી દૂર પહોંચી જતો. એક વાર આ રીતે કાનમાં આંગળી નાખી દોડી રહ્યો છે. મારે મહાવીરની વાણી નથી સાંભળવી, રસ્તો જલ્દી પસાર કરી લઉં તેવા વિચારથી તે ઝડપથી દોડી રહ્યો છે. આપણે ગમે તેવા પ્લાન બનાવ્યા હોય પણ બધું જ કુદરતને મંજુર હોતું નથી... આ દોડતા રોહિણીયા ચોરના પગે તીક્ષ્ણ - શૂળ (કાંટો) ભોંકાઈ ગઈ તેથી તે દોડી શક્તો નથી. આથી એક હાથની આંગળી કાનમાં રાખી એક હાથે શૂળ કાઢવા જતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુની વાણીના મધુરાં વચનો સંભળાઈ ગયા. ભગવાન, દેવોનું વર્ણન કરતા હતા. “દેવોના ચરણ પૃથ્વીને અડતા નથી, આંખ મટકુ મારતી નથી, તેને પહેરેલી-ફૂલમાળા ક્યારેય કરમાતી નથી, દેવનો પડછાયો પડતો નથી’’ કાને પડેલા આ વચનોથી રોહિણીયાને ખૂબ જ ખેદ થયો... પિતાની મૃત્યુ શૈયા સામે લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ થયો એમ માની ખૂબ દુ:ખી થયો... એ સ્થિતિમાં ઝડપથી કાનમાં આંગળી નાખી ભાગ્યો . અને વિચારે છે કે.... “વાણી સાંભળળાથી નુકસાન નથી, મનમાં સંઘરી રાખું તો જ પ્રતિજ્ઞાનો ભંગ થાય છે.’ રોહિણીયા ચોરનો ભારે ત્રાસ હતો. છતાં તેને કોઈ પકડી શકતું ન હતું. એકવાર અભયકુમાર મંત્રીએ પકડ્યો... પરંતુ કોઈ પુરાવો ન હતો... તેથી દંડ-સજા કેવી રીતે કરે ? અભયકુમારે તેના જ મુખે બોલાવવાનો કિમીયો કર્યો. તેને ખૂબ દારૂ પાઈ બેભાન કર્યા પછી કૃત્રિમ (બનાવેલા) દેવલોકમાં તેને સુવાડ્યો... દારૂનું ઘેન ઉતરતાં ઈન્દ્રપુરી જેવું દ્રશ્ય જઈ આભો બની ગયો... દેવ-દેવીઓ તેની સેવા કરતાં પૂછવા લાગ્યાં હે સ્વામીનાથ ! તમો દેવલોકમાં આવ્યા છો અહીં સર્વ પ્રથમ શુભ અશુભ કૃત્યોનો પાપ-પુણ્યનો હિસાબ ક૨વાનો આચાર છે પછી જીવનભર દૈવી સુખો ભોગવાશે... “જે ભુલવાનું હોય તે ભૂલાતું જ નથી” તે કહેવત પ્રમાણે રોહિણીયાને ભગવાનની વાણી યાદ આવી ગઈ. દેવના પગ નીચે અડે નહીં. આતો જમીન ઉપર ચાલે છે. આંખ મટકું મારે છે. પડછાયો પડે છે. રોહિણીયાને ખ્યાલ આવી ગયો કે આ નાટક છે. તેથી તેને કહ્યું કે મેં તો આખુય જીવન સત્કર્મો જ કર્યો છે. હું બહુ જ ધર્મી હતો. જીવનમાં ક્યાંય પાપ નથી કર્યું. શકનો લાભ મેળવી રોહિણીયો છુટી ગયો... હવે તે વિચારે છે કે પ્રભુની બે પળની વાણીએ મને ફાંસીની સજામાંથી ઉગારી લીધો. તેમના વચનો કેટલા બધા હિતકારી છે... આથી પ્રભુ પાસે જઈ વંદન કર્યા. શ્રેણીક૨ાજા સામે ગુનાઓની કબૂલાત કરી ચોરીને સંઘરેલો માલ પાછો આપી પ્રભુ પાસે દીક્ષા લીધી. બાળકો ! તમે પણ પ્રભુની વાણી – વ્યાખ્યાન સાંભળશો તો જીવન સારું બનશે. ကာ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫. શાલીભદ્ર-ખીર-વહોરાવતા Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ఉడుము మడ అడవి మడమ మడత పడి పడి ముడత త డ డ త త త త త త త ప్రతి ముడుపై ૪ શાલીભદ્ર ખીર વહોરાવતા એક નાનો છોકરો તેનું નામ સંગમ હતું. તે ભરવાડના ઘરે જનમ્યો છે. પૂર્વ ભવના અંતરાય કર્મના કારણે ગરીબી છે. બાપ ગુજરી ગયો છે. માં મજૂરી કરી પેટ ભરે છે. તહેવારના દિવસોમાં બધા બાળકો સારાં કપડાં પહેરે છે, ખીર વિગેરે ખાય છે. આ નાના સંગમને ખાવાનું કાંઈ મળતું નથી. બીજાનું જોઈને પોતાને લેવાની-ખાવાની ઈચ્છા બાળકને થાય. આથી બાળક માં પાસે ખીર માંગે છે, પરંતુ મા ગરીબ- છે. દુધ-ખાંડ-ચોખાલાવવા પૈસા નથી. લાગે ક્યાંથી બાળક ગરીબી જાણતો નથી તેથી હઠ કરે છે, રડે છે. પોતાની ઈચ્છા પૂરી કરવા પોક મુકે છે. બાળકને રડતો જોઈ આજુબાજુની પાડોશી-બહેનો ભેગી થઈ. તે દયાભાવથી દૂધ-ચોખા-ખાંડ વિગેરે થોડી થોડી વસ્તુઓ આપે છે. તેમાંથી મા ખીર બનાવી બાળકને થાળીમાં કાઢીને આપે છે. “ખીર ગરમા ગરમ છે. ઠંડી થાય એટલે ખાજે” એમ કહી મા પોતે પાણી ભરવા ગઈ. બાળકને ખીર ખાવી છે પણ ગરમ છે. ક્યારે ઠંડી થાય તેની રાહ જુવે છે. આ સમયે ત્યાંથી એક તપસ્વી સાધુ મહારાજ વહોરવા જતા હતા. તે જોઈ ભરવાડનો નાનો બાળક સાધુ મ.ને બોલાવે છે અને ખીર વહોરાવે છે. ખૂબ જ ઉમળકાથી તપસ્વી મહારાજને બધી જ ઔર વહોરાવી દીધી જીંદગીમાં પહેલી જ વાર ખીર ખાવા મળી છે, ઘણું ઘણું રડ્યો ત્યારે ખીર મળી છે; છતાં પોતાના માટે થોડી તો રાખે તેવો વિચાર કર્યા વિના બધી જ ખીર વહોરાવી દે છે. ઉમળકાથી કરેલી ધર્મક્રિયા દ્વારા આ બાળક જબ્બર પુણ્ય બાંધે છે. અત્યંત ગરીબ હોવા છતાં તે જ રાત્રે કરોડોપતિ બની જાય છે. કેવી રીતે? મા પાણી ભરીને આવે છે દીકરાને થાળી ચાટતો જુવે છે. આ દૃશ્ય જોઈ મા વિચારે “મારો દીકરો કેટલો ભૂખ્યો છે” માની મીઠી નજર દીકરાને લાગી ગઈ-દીકરો પણ પોતે કરેલો ધર્મ ગુપ્ત રાખે છે. “ખીર મેં નથી ખાધી, બધી જ ખીર ગુરુ માને વહોરાવી લાભ લીધો તે વાત કોઈને કરતો નથી મનમાં ખૂબ ખૂબ અનુમોદના કરે છે.' રાત્રે બિમાર પડે છે અને તેનું મરણ થાય છે. ત્યાંથી સીધો જ ગોભદ્રશેઠની ભદ્રા શેઠાણીને ત્યાં શાલીભદ્ર રૂપે ઉત્પન્ન થાય છે. રોજ ૯૯ પેટી દેવલોકમાંથી આવે છે. મોજ-શોખ-ભોગવીને અંતે સંયમ લઈ આત્માનો ઉદ્ધાર કરે છે. બાળકો ! ભાવથી કરેલી ધર્મ આરાધના કેટલું બધું ફળ આપે છે. જે પણ ધર્મ કરો તે ગુપ્ત રાખો, મનમાં ખૂબ ખૂબ અનુમોદના કરો. ဇာဇာ(လ)ဇာလေဇာတ တတတတတတတတ ဇာတတ တတတတတတတတတတတတတhဂျစွာ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૨) d ૬. પ્રભુ વિર ને કાનમાં ખીલા. Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ఆపై అలుముకుంటుండడంత అలుపులోను తాము చదువుతుంటే ૪ પ્રભુવીરને કાનમાં ખીલા 2 ભગવાન મહાવીર પ્રભુએ કારતક વદ – ૧૦ના દીક્ષા લીધી. ત્યાર બાદ સાડાબાર વર્ષ સુધી ઘોર ઉપસર્ગ સહન કર્યા ઉપસર્ગ એટલે - સહન ન થાય તેવી ભારે તકલીફ. ચંડકોશીયાનો વંશ, ગોશાળો, સંગમ દેવ, કટપૂતળી વ્યંતરી, કાળચક્ર, આ બધા જ જીવલેણ ઉપસર્ગ છે. ભગવાને ક્યાંય સામનો કર્યો નથી, માત્ર સહન જ કર્યું છે. સહન કરવું તે સાધના છે. સહન કરવાથી આત્માની શક્તિ પ્રગટ થાય છે. ભગવાને ઘણા ઉપસર્ગો સહન કર્યા તેમાં સૌથી ભારે ઉપસર્ગ ગોવાળીયાનો છે, ભગવાન કાઉસગ્ગ ધ્યાનમાં સ્થિર છે ત્યારે ગોવાળીયો ભગવાન પાસે આવે છે, અને બળદ મુકી તેમનું ધ્યાન રાખવાનું કહીને કામે ગયો. પ્રભુને તો ગોવાળીયાની વાતનું કે બળદનું કોઈ જ ધ્યાન નથી. પોતાના આત્મધ્યાનમાં સ્થિર છે. પદ્રવ્યનું ચિંતન ચાલુ છે. અંતરમાં ચાલતું આત્મધ્યાન પેલા અબુધ ગોવાળીયો કેવી રીતે જાણી શકે....? તે પછી કામ પતાવી ગોવાળ જ્યારે પાછો આવે છે તો બળદ દેખાતા નથી. ગોવાળ પ્રભુને પૂછે છે મારા બળદ ક્યાં ગયા?” તો પ્રભુ કાંઈ જવાબ આપતા નથી. તેથી ગોવાળીયો આસપાસમાં બળદ શોધવા જાય છે. પરંતુ બળદ મળતા નથી. છેવટે થાકી ને પાછો ત્યાં જ આવે છે. તો બળદ ભગવાનની બાજુમાં બેઠેલા છે. તેથી ગોવાળ ભારે ગુસ્સામાં આવે છે. પ્રભુને કહે છે “મારા બળદ કેમ સંતાડ્યા હતા? મારી મશ્કરી કરે છે?' છતાં પ્રભુ કાંઈ જ બોલતા નથી. તેથી ગોવાળીયાનો ગુસ્સો ઓર વધે છે... અને બબડે છે “આ કાન નકામા છે, સાંભળતો જ નથી.” એમ વિચારી બાજુના એક ઝાડની ડાળી કાપી લાવ્યો. તેમાંથી બે ખીલા બનાવી પ્રભુના બંન્ને કાનમાં ખીલા ઠોકે છે. બંન્ને ખીલા એક બીજાને અડી જાય ત્યાં સુધી પથ્થરથી ઠોકે છે અને કોઈ ખીલા ખેંચી ન શકે તે માટે કાનની બહાર રહેલો ખીલો - લાકડું કાપી નાખે છે. છતાં ભગવાન સહન કરે છે; પણ ગોવાળીયાને ડરાવતા નથી, રોકતા નથી, પોતે રડતા નથી, એ જ પ્રસન્ન મુદ્રાએ સહન કરે છે. આ ઉત્કૃષ્ટ ઉપસર્ગ છે. ૧રા વર્ષ સુધી આવા અનેક ઉપસર્ગ સહન કરી બધાજ ઘાતી કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે અને જગદુપૂજ્ય, દેવેન્દ્રવંદ્ય બને છે. ભગવાન બને છે. બાળકો! સહન કરવાથી જ મહાન બનાય છે. ભગવાને કેટલું બધું સહન કર્યું. શક્તિ હોવા છતાં સામનો ન કર્યો. આપણે પણ સહન કરતાં શીખીએ.. gિ mom 'I kumkumn to mumkumum of ed on mom go on mome more moving my Page #16 -------------------------------------------------------------------------- ________________ 6 WAENE પુણિયો શ્રાવક Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ఉపుడపుడతలపుత్రులు ముందు తలుపు తంతులుముడుతలలు తలముంబం. આ પુણિયો શ્રાવક 1 રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજય કરે છે. તેણે શિકાર વિગેરે કરી નરકે જવાનાં પાપો બાંધેલા. એક વાર રાજા શ્રેણિક પૂછે છે કે... “હે પ્રભુ! મારે નરકમાં નથી જવું... ત્યાં ઘણા ભયંકર દુઃખો હોય છે. હું, તે દુઃખોને સહન કરી શકું નહીં. માટે પ્રભુજી ! નરક તોડવાનો ઉપાય બતાવો.” પ્રભુએ કહ્યું “શ્રેણિક ! તારી નગરીમાં પુણિયો શ્રાવક રહે છે. તે બહુ જ સામાયિક કરે છે. તેના એક સામાયિકનું ફળ તું મેળવે તો.... તારી નરક તૂટે...” ભગવાનની વાત સાંભળી શ્રેણિક રાજા સીધાજ પુણિયા શ્રાવકની ઝૂંપડીમાં ગયા. પુણિયો શ્રાવક પહેલાં ધનાઢ્ય શેઠીયો હતો રહેવા માટે સાતમાળની હવેલી હતી, કેટલાયે નોકર-ચાકર સેવા કરતા હતા. તેને ભગવાનના મુખે સાંભળ્યું કે “પરિગ્રહ (સંગ્રહ) તે પાપ છે. તેમને પાપનો ડર હતો. પાપથી દુઃખ આવે, રોગ આવે, ગરીબી આવે તેથી પોતાની સંપત્તિનું દાન કરવા લાગ્યા. પૈસાનું દાન કર્યું, દાગીનાનું દાન કર્યું, હવેલીનું પણ દાન કર્યું, નોકર-ચાકરનો પણ ત્યાગ ર્યો, રહેવા માટે માત્ર ઝૂંપડી અને ખાવા માટે રોજની કમાણી રાખી. પુણિયો શ્રાવક અને તેની પત્નિ રોજ રૂની પૂણી બનાવે અને બજારમાં વેચે, વેચતાં રોજની જે કમાણી થાય તેમાંથી રોજ ખાતા, આવતી કાલની ચિંતા કરતા નહીં. ચિંતા કરે તે દુઃખી, ચિંતા ન કરે તે સુખી. એ વાત હૈયામાં વણેલી” તેમના જીવનમાં કમાણી માટે દોડધામ ન હતી. કારણ કે સંતોષ ખૂબ જ હતો. પાપ વગરનો ધંધો કરે, જરૂર પ્રમાણે પૂણી બનાવી વેચતા, બાકીના સમયમાં શુદ્ધ ભાવથી સામાયિક કરતા અને પુણ્ય કમાતા. શ્રેણિક રાજાએ પુણિયા પાસે જઈ બે હાથ જોડી વિનય પૂર્વક સામાયિકનું ફળ માગ્યું, ત્યારે પુણિયાએ કહ્યું “મહારાજ ! એમ સામાયિકનું ફળ ના મળે, ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણીને આવો... જે ધર્મ કરે તેને ધર્મનું ફળ મળે સામાયિક વિગેરે ધર્મનું ફળ બજારમાં વેચાતી વસ્તુ જેવું નથી.” રાજા પ્રભુ પાસે ગયા અને સામાયિકનું મૂલ્ય પૂછયું. ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું કે... પુણિયાના એક સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. તારા રાજ્ય કરતાં તેની કિંમત અમૂલ્ય છે. મેરૂ પર્વત જેટલા ધનના-રત્નોના ઢગલા કરવામાં આવે તો પણ એક સામાયિક બરાબરનું મૂલ્ય ન ગણાય. આમ સામાયિકની સામે રાજાનો રાજભંડાર ઝાંખો પડી ગયો... કારણ કે... ધન સંપત્તિ તે તો નાશવંત છે, જડ છે, સામાયિક એ તો આત્મધર્મ છે. તેની તુલના જડવસ્તુ સાથે શી રીતે થાય! રાજા એ પુણિયા શ્રાવકને મનોમન વંદન કર્યા અને ઘરે ગયા. બાળકો ! જોયું ને એક સામાયિકનું ફળ કેટલું છે ? તો રોજ એક સામાયિક અવશ્ય કરજે... પાપનો ડર રાખ... જીવનમાં સંતોષ રાખશો. દુઃખી ન થવું હોય, તો ફોગટની ચિંતા ન કરતા... တတာကတကြာလာလအတqတတတတတတတတတတတတတတတတတတတတဏအကြာတရာအကအmn cheeses S S SSSSSSSSSSSSSSSS Page #18 -------------------------------------------------------------------------- ________________ ૮. અમરમાર B ॥ णमो अति रहताज ॥ 3 Page #19 -------------------------------------------------------------------------- ________________ (૦) છે. છ00 sd છ છે. 0 00 00 00 0 0 0 0 0 0 0 0 0 0 0 છ છછ કછ છછ છછ કે ૪ અમરકુમાર ત્રિ મગધ દેશનો રાજા શ્રેણીક હતો, તે રાજા કલાનો બહુ શોખીન હતો. આથી પોતાન નગરમાં સુંદર ચિત્રશાળા બનાવે છે. કડીયા -સુથાર - મજૂરો કામે લાગ્યા છે. ચિત્રશાળા જલ્દી પૂરી કરવાનો રાજાનો હુકમ છે. તેથી ઝડપી કામ ચાલે છે. પરંતુ બધા મુંઝાયા છે; કામ અડધુ થાય અને નીચે પડી જાય. કામ ફરી શરૂ કરે, અડધે પહોંચે અને ફરી નીચે પડી જાય, આમ વારંવાર થવા લાગ્યું. રાજાએ બ્રાહ્મણ પંડિતોને પૂછ્યુંકેમ આમ થાય છે? પંડીતોએ કહ્યું કે “અહીં તો કોઈ દેવનો વાસ લાગે છે, તે બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ માગે છે.” રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે બત્રીસ લક્ષણો દીકરો ભોગ માટે આપશે તેના પરિવારને ૧ લાખ સોના મહોર ભેટ મળશે. પોતાના દીકરાને કોણ મારે? પરંતુ એક ગરીબ બ્રાહ્મણ મા-બાપ સોનામહોરો લઈને પોતાનો દીકરો રાજાને સોંપે છે. તેનું નામ અમર હતું. પૈસા દેખી દીકરાનો પ્રેમ ઓગળી જાય છે. અમર બહુ રડે છે. પરંતુ મા-બાપ પરિવાર જનોનું દિલ પીગળતું નથી. કોઈ તેને બચાવવા તૈયાર નથી. અમરને પહેલાં એકવાર જૈન સાધુ મળ્યા હતા. તેમને અમરને નવકાર શીખવાડેલો અને કહેલું રોજ જાપ કરજે આ નવકાર તો સંકટના સમયે કામ લાગશે. રાજા અમરકુમારને નવડાવી નવા વસ્ત્રો પહેરાવે છે અને યજ્ઞ ક્રિયા ચાલુ કરે છે. બ્રાહ્મણો મંત્રોચ્ચાર પૂર્વક અમરકુમારને હોમવાની ક્રિયા શરૂ થાય છે ત્યારે અમરકુમાર શ્રી નવકારનું શરણું સ્વીકારે છે... બે હાથ જોડી, આંખો બંધ કરી સાચા ભાવથી નવકાર ગણે છે. હવે જગતમાં કોઈ જ મારું નથી, નવકાર જ મારો છે, નવકાર જ મને બચાવશે તેવી શ્રદ્ધાથી નવકાર ગણી રહ્યો છે. બ્રાહ્મણ પંડિતો વેદના મંત્રોચ્ચાર પૂર્વક અમરકુમારને યજ્ઞકુંડમાં હોમે છે... બિચારો હમણાં બળીને ભસ્મ થઈ જશે. દેવ તુષ્ટ થશે, પ્રસન્ન રાજી થશે, અને રાજાની ચિત્રશાળા કરવા દેશે. એમ બધા વિચારે છે ત્યાં તો આશ્ચર્ય થાય છે. યજ્ઞ કુંડમાં સોનાનું સિંહાસન પ્રગટ થાય છે અને તેમાં બેઠેલો અમરકુમાર !!! અમર કુમાર નથી બળતો, નથી રડતો, હસતા મુખે નવકારમાં લીન છે. દેવ પ્રગટ થાય છે અગ્નિમાં સિંહાસન બનાવી અમરકુમારને - નવકાર બચાવી લે છે. આ છે નવકારનો પ્રભાવ બાળકો ! ગમે તેવી આપત્તિના સમયે સાચા દિલથી નવકાર ગણશો. તો નવકારમંત્ર હંમેશા ભલું જ કરશે... @@@ @ @ @ dea as an am a at an aman send an awesome of an one appear Page #20 -------------------------------------------------------------------------- ________________ સુકતના આ છે સહભાગી (દેવકીનંદન જૈન સંઘ - અમદાવાદમાંથી) 2. શાંતિલાલ વાડીલાલ શાહ # ભરતભાઈ ચીમનલાલ શાહ 28 મહેશભાઈ જયંતિલાલ શાહા & જયંતિલાલ અમૃતલાલ મહેતા 2 મહેન્દ્રભાઈ મોતીલાલ વસા & રમેશભાઈ શકરચંદ વોરા, ' હૈ કીર્તિભાઈ શીવલાલ શાહ કૌશીકભાઈ શાંતીલાલ શાહ ' દૈઃ જશુભાઈ બાવીસી 2 કીર્તિપાલભાઈ કાન્તિલાલ શાહ 28 દિલીપભાઈ ભોગીલાલ શાહ 2. બાબુલાલ તલકચંદ શાહ (લક્ષ્મીવર્ધક જૈન સંઘ - અમદાવાદમાંથી) & કંગ્લેશભાઈ મોહનલાલ શાહ પદ જગદીશકુમાર ચંદુલાલ શાહ ૨ગુણવંતભાઈ નગીનદાસ શાહ 12 રસીકલાલ કાળીદાસ વોરા 4 નવીનચંદ્ર સેવંતીલાલ શેઠ AHMEDABAD NORAINING