________________
(૧૫)
ఉపుడపుడతలపుత్రులు ముందు తలుపు తంతులుముడుతలలు తలముంబం.
આ પુણિયો શ્રાવક 1 રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજય કરે છે. તેણે શિકાર વિગેરે કરી નરકે જવાનાં પાપો બાંધેલા. એક વાર રાજા શ્રેણિક પૂછે છે કે... “હે પ્રભુ! મારે નરકમાં નથી જવું... ત્યાં ઘણા ભયંકર દુઃખો હોય છે. હું, તે દુઃખોને સહન કરી શકું નહીં. માટે પ્રભુજી ! નરક તોડવાનો ઉપાય બતાવો.” પ્રભુએ કહ્યું “શ્રેણિક ! તારી નગરીમાં પુણિયો શ્રાવક રહે છે. તે બહુ જ સામાયિક કરે છે. તેના એક સામાયિકનું ફળ તું મેળવે તો.... તારી નરક તૂટે...” ભગવાનની વાત સાંભળી શ્રેણિક રાજા સીધાજ પુણિયા શ્રાવકની ઝૂંપડીમાં ગયા. પુણિયો શ્રાવક પહેલાં ધનાઢ્ય શેઠીયો હતો રહેવા માટે સાતમાળની હવેલી હતી, કેટલાયે નોકર-ચાકર સેવા કરતા હતા. તેને ભગવાનના મુખે સાંભળ્યું કે “પરિગ્રહ (સંગ્રહ) તે પાપ છે. તેમને પાપનો ડર હતો. પાપથી દુઃખ આવે, રોગ આવે, ગરીબી આવે તેથી પોતાની સંપત્તિનું દાન કરવા લાગ્યા. પૈસાનું દાન કર્યું, દાગીનાનું દાન કર્યું, હવેલીનું પણ દાન કર્યું, નોકર-ચાકરનો પણ ત્યાગ ર્યો, રહેવા માટે માત્ર ઝૂંપડી અને ખાવા માટે રોજની કમાણી રાખી. પુણિયો શ્રાવક અને તેની પત્નિ રોજ રૂની પૂણી બનાવે અને બજારમાં વેચે, વેચતાં રોજની જે કમાણી થાય તેમાંથી રોજ ખાતા, આવતી કાલની ચિંતા કરતા નહીં. ચિંતા કરે તે દુઃખી, ચિંતા ન કરે તે સુખી. એ વાત હૈયામાં વણેલી” તેમના જીવનમાં કમાણી માટે દોડધામ ન હતી. કારણ કે સંતોષ ખૂબ જ હતો. પાપ વગરનો ધંધો કરે, જરૂર પ્રમાણે પૂણી બનાવી વેચતા, બાકીના સમયમાં શુદ્ધ ભાવથી સામાયિક કરતા અને પુણ્ય કમાતા.
શ્રેણિક રાજાએ પુણિયા પાસે જઈ બે હાથ જોડી વિનય પૂર્વક સામાયિકનું ફળ માગ્યું, ત્યારે પુણિયાએ કહ્યું “મહારાજ ! એમ સામાયિકનું ફળ ના મળે, ભગવાન પાસેથી સામાયિકનું મૂલ્ય જરા જાણીને આવો... જે ધર્મ કરે તેને ધર્મનું ફળ મળે સામાયિક વિગેરે ધર્મનું ફળ બજારમાં વેચાતી વસ્તુ જેવું નથી.” રાજા પ્રભુ પાસે ગયા અને સામાયિકનું મૂલ્ય પૂછયું. ભગવાન મહાવીર પ્રભુએ કહ્યું કે... પુણિયાના એક સામાયિકનું મૂલ્ય માપવું અશક્ય છે. તારા રાજ્ય કરતાં તેની કિંમત અમૂલ્ય છે. મેરૂ પર્વત જેટલા ધનના-રત્નોના ઢગલા કરવામાં આવે તો પણ એક સામાયિક બરાબરનું મૂલ્ય ન ગણાય. આમ સામાયિકની સામે રાજાનો રાજભંડાર ઝાંખો પડી ગયો... કારણ કે... ધન સંપત્તિ તે તો નાશવંત છે, જડ છે, સામાયિક એ તો આત્મધર્મ છે. તેની તુલના જડવસ્તુ સાથે શી રીતે થાય! રાજા એ પુણિયા શ્રાવકને મનોમન વંદન કર્યા અને ઘરે ગયા. બાળકો ! જોયું ને એક સામાયિકનું ફળ કેટલું છે ? તો રોજ એક સામાયિક અવશ્ય કરજે... પાપનો ડર રાખ... જીવનમાં સંતોષ રાખશો. દુઃખી ન થવું હોય, તો ફોગટની ચિંતા ન કરતા...
တတာကတကြာလာလအတqတတတတတတတတတတတတတတတတတတတတဏအကြာတရာအကအmn cheeses S
S SSSSSSSSSSSSSSSS