________________
ఉండ
డమ మడ డ డ ఆడ ఆడ పడ డ డ ల పై చాల తాండా
పై
డా టైడా ఎడా ఎడాపై
2 બાળમુનિ અઈમુત્તા મુનિ ! પાંચ - છ સાલના બાલુડાની વાત છે. તેનું નામ છે અઈમુત્તા. તેને રમતનો બહુ જ શોખ.... પરંતુ તેથી વધુ શોખ ધર્મનો. રમતાં રમતાં ધર્મ કરવાનો આવે તો પણ રમત મુકીને દોડે... એક વાર મહોલ્લામાં બધાં બાળકો ભેગા થઈ રમત રમી રહ્યાં છે તેમાં અઈમુત્તો પણ રમી રહ્યો છે. રમતાં રમતાં તેની ચકોર નજર બહુ દુરથી આવતા સફેદ કપડાં વાળા સાધુ મહારાજને જોયા અને અઈમુત્તો ભાગ્યો તેમની સામે. સુંદર ચહેરા વાળા ગૌતમસ્વામી પોતે જ વહોરવા આવેલા, તેથી ખુશ થઈ ગયો... ગુરુ મહારાજને વિનંતી કરી પોતાના ઘરે વહોરાવવા લઈ જાય છે અને પોતાની જાતે વહોરાવે છે. વહોરાવતાં રસોઈનો દાણો કે છાંટો નીચે ન પડે તેનું ધ્યાન રાખે છે. તે જાણતો હતો કે વહોરાવતાં કાંઈ નીચે પડે તો “સાધુ મહારાજ તેના ઘરેથી બીજું કાંઈ પણ વહોરે નહીં.” સાધુ મહારાજ ને વહોરાવવા માટે ઘરે બોલાવી લાવવા અને વહોરાવ્યા પછી મહોલ્લા કે ઉપાશ્રય સુધી મુકવા જવું તે શ્રાવકનું કર્તવ્ય છે તે પણ જાણતો હતો... આથી ગૌતમસ્વામીની સાથે ચાલતો ચાલતો મુકવા માટે જાય છે.
ગુરુ મ. પાસે ગોચરીનું ઘણું વજન જોઈ અઈમુત્તો પાત્રા પકડવા માંગે છે. ગૌતમ સ્વામીએ કહ્યું. દીક્ષા લે તો જ પાતરા પકડાય તે સાંભળી અઈમુત્તો દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. ઘરે માની રજા લેવા ગયો તે માએ કહ્યું બેટા તું કાંઈ ન જાણે અઈમુત્તો કહે છે મા ! હું જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું છું મરવાનું છે તે જાણું છું પરંતુ ક્યારે મરવાનું છે તે નથી જાણતો.”
એમ માને મનાવી દીક્ષાની રજા લઈ ગૌતમસ્વામી પાસે અઈમુત્તાએ દીક્ષા લીધી અને બાલમુનિ “અઈમુતામુનિ” બન્યા.
એકવાર ચંડીલ ભૂમિ ગયેલા, ત્યાં વરસાદના પાણીના ખાબોચીયામાં બાળકો કાગળની હોડી બનાવી રમતા હતા, તે જોઈએ બાળમુની અઈમુત્તાને પણ રમવાની ઈચ્છા થઈ. આથી પોતાનું નાનું પાતરું પાણીમાં તરતું મુક્યું. કાગળની બધી હોડી કરતાં આ લાકડાનું પાતરું સારી રીતે સહુથી આગળ તરવા લાગ્યું તે જોઈ અઈમુત્તા મુનિ આનંદમાં આવી ગયા. “મારી હોડી તરે, મારી હોડી તરે તેમ બોલતા - બોલતા ખુશ થઈ જવા લાગ્યા. થોડીવારમાં બીજા સાધુ ભગવંતો આવ્યા. તેમણે બાલમુનિ અઈમુત્તાની ચેષ્ટાઓ જોઈ તેને ઠપકો આપ્યો. સમજાવ્યો “આપણે સાધુ છીએ, છ-કાયની વિરાધના છોડી છે. પાતરું પાણીમાં રમાડવાથી અપકાયની વિરાધના થાય અને બહુ પાપ લાગે.” અઈમુત્તા મુનિને પોતાની ભૂલ સમજાઈ.
પછી, સમવસરણમાં ભગવાન મહાવીર પ્રભુ પાસે ગયા. ત્યાં તે પાપની આલોચના કરી. ઈરીયાવહી કરતાં કરતાં અપકાયના જીવોને ખૂબ જ ભાવથી મિચ્છામિ દુક્કડમ્ કીધા અને પાપના પશ્ચાતાપના અગ્નિથી બધા કર્મોને બાળી નાખ્યા અને અઈમુત્તા મુનિએ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. બાળકો ! (૧) નાની જ ઉંમરથી ધર્મ કરતાં શીખો.
(૨) ભૂલ થઈ જાય તો તુરત તેનો સ્વીકાર કરવો, પશ્ચાતાપ કરવો અને ફરી ભૂલ ન થાય
તે માટે સાવધાન રહેવું. (૩) આપણી ભૂલ બતાવે તેનો ઉપકાર માનવો.
Immmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm