Book Title: Tran Jain Phirkaona Paraspar Sambandh ane Melno Vichar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ગણે જૈન કિકાઓના મળને વિચાર [૪૩૧ જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારે જે ફિરકાઓને કડવાશવાળે સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પિષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જન્મ્યા હતા અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધમ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પિષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણે અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણેએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણુના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરેએ અંગત ટીકા ભાની સામસામી ખેટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તે નવરા જ. ટીકા અને ખેડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીને આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમ જ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રેકાયું. કોઈ વિવાદમાં ઊતર્યા અને બીજાઓ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણે અકસ્માત એક ખરાબાથી બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણુ અથડાયું અને બીજાં તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાય માટે નીકળેલા મુસાફરે સાધનની ટીકામાં ઊતરતાં પરિણામે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેને પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજા તરફ કડવાશ રાખવી એટલે કે પોતાને માટે અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમે રાખો, એ જે હિંસા કહેવાતી હેય તે એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનને જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે. જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતમાં પણ એ પછાત છે. કારણ શું? એવો પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તે જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનને અભાવ છે. જ્યાં ધાર્મિક દ્રેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક બનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7