Book Title: Tran Jain Phirkaona Paraspar Sambandh ane Melno Vichar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૪૩૦] દર્શન અને ચિંતન મિથ્યા જૈન માને છે અને એ જ રીતે પોતાના અનુયાયીઓને સમજાવે છે. બીજા ફિરકાને ગુરુ અને ઉપદેશકવર્ગ પણ તેમ જ કરે છે. આનાં બે પરિણામ આવ્યાં છે. પહેલું તે એ કે કોઈ પણ એક ફિરકાની આચારવિષયક કે જ્ઞાનવિષયક સુંદર વસ્તુ બીજ ફિરકાના ધ્યાનમાં જ નથી આવતી. ઊલટે, તે તેનાથી દૂર ભાગે છે, અને તે તરફ અણગમો કેળવવામાં જ ધર્મનું પોષ સમજે છે. બીજું પરિણામ એ આવ્યું છે કે ભિન્ન ભિન્ન ફિરકાના ગુરુ અને ઉપદેશકવર્ગ વચ્ચે પ્રેમ કે આદરને સંબંધ જ નથી રહ્યો અને તેનું પારસ્પરિક સંમેલન (હવે તેઓ અને બીજાઓ ઈચ્છે તોપણ) લગભગ અશક્ય જેવું થઈ પડ્યું છે. જાણે એક ફિરક બીજાના બગાડ કે બીજાની આપત્તિ વખતે રાજી થતો હોય એવો વ્યવહાર શરૂ થયો છે. ક્યાંય મંદિર ઉપર અન્યાય ગુજર્યો, આફત આવી અને દિગંબરે કે શ્વેતાંબરે મુશ્કેલીમાં હોય ત્યારે, ગમે તેટલે મેટ અને શક્તિશાળી હોવા છતાં પણ ત્યાં સ્થાનકવાસી સમાજ વહારે નહિ ધાય; એટલું જ નહિ, પણ ઘણું દાખલાઓમાં તે ઊંડે ઊંડે રાજી પણ થશે. આ વસ્તુને ચેપ સામેના ફિરકાઓમાં પણ નથી એમ તે ન જ કહી શકાય ક્યાંય સ્થાનક ઉપર આફત આવી અગર સ્થાનકવાસી સાધુઓને મુશ્કેલી આવી કે તેમની હેલના–નિંદા થતી હોય ત્યારે મૂર્તિપૂજક બને ફિરકાઓ એમાં રસ લેવાના અને કદાચ રસ ન લે તોપણ પિતાનાથી બની શકે તેવી પણ મદદ નહિ આપવાના. ઘણે સ્થળે તે આ ફિરકાઓ સ્થાનક, મંદિર અને ગુરુવર્ગને કારણે કેર્ટ પણ ચડેલા છે અને હજીયે ચડે છે. શ્વેતાબર મૂર્તિપૂજક ફિરકાના અનેક વિષમાં ઊંડાણવાળા સાહિત્યને લાભ નથી લેતે સ્થાનકવાસી ફિરકી કે નથી લેતે દિગંબર ફિરકે. સેંકડો વિદ્વાનોએ હજાર વર્ષ સુધી ભગીરથ પ્રયત્ન કરીને ઉપજાવેલું અને બીજે કયાંય પણ ન મળે તેવું મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબરનું સાહિત્ય સ્થાનકવાસીને માટે અસ્પૃશ્ય થઈ પડયું છે; અને મોટે ભાગે તે તે એ સાહિત્યને જાણ જ નથી, કારણ કે પહેલેથી જ એને એ સાહિત્ય વિશે બેપરવા અને આદરહીન બનાવવામાં આવ્યો છે. દિગંબર ફિરકાનું પણ ગંભીર અને બીજે ન મળી શકે તેવું કેટલુંક સાહિત્ય છે. એને વિશે સામાન્ય રીતે શ્વેતાંબરે બેપરવા છે. આને પરિણામે પાઠશાળાઓ, છાત્રાલયે અને વિદ્યાલયમાં કે ગુરુવર્ગના અભ્યાસક્રમમાં, જ્યાં પુસ્તકોની પસંદગીને સવાલ આવે છે ત્યાં, કેટલીક વખતે એક જ વિષય ઉપર અન્ય ફિરકાનું સર્વોત્તમ પુસ્તક છેડી તેની જગ્યાએ કચરા જેવું પુસ્તક પસંદ કરવામાં આવે છે, અને પરિણામે ભણનાર જ્ઞાન કે વિદ્યા કરતાં અજ્ઞાન અને અવિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7