Book Title: Tran Jain Phirkaona Paraspar Sambandh ane Melno Vichar
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળને વિચાર [૨૩] સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ. અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હેવાનાં એતિહાસિક પ્રમાણે છે. એ પાર્શ્વનાથની પરંપરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાને પ્રાણ ફૂક્યો. પાર્શ્વનાથની પરંપરાના ઘણું નબળા અને સબળા અંશે એ સુધારાને શરણે આવ્યા. જેઓ એને વશ ન થયા તે લાંબો વખત ન નવ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવા સુધારે એ બેમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનું મૂળ એ શાસનમાં છે. એક બીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફણગા. ફૂટે છે અને આગળ જતાં ડાળે, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જે એક બીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તે વડ જેવું મોટું ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ-પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનનો વિસ્તાર થવાનું નિર્માયું હતું, એટલે ભેદ પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરંપરામાં પણ ભેદ પથા; એ વધ્યા. જૈન પરંપરાને ઈતિહાસ આપણને કહે છે કે એ ભેદ પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તે આજે નામ પણ નથી રહ્યાં. અને જેનાં નામ વગેરે રહ્યાં છે તેને પણ પૂરે ઈતિહાસ આપણું પાસે નથી. આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જતાં એક એક ફિરકામાં આજે પણ પુષ્કળ ગ૭, સંઘાડા આદિ ભેદે. છે. એ પેટા ભેદ વચ્ચે પણ ઘણીવાર તે મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે. તેટલું જ અંતર હોય છે. દિગંબર તેરાપંથી કે દિગંબર વીસપંથી લે, સ્થાનકવાસી, તેરાપથી કે બીજા સ્થાનકવાસી લે, શ્વેતાંબર અંચળગચ્છી, પાયચંદગચ્છી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7