Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળને વિચાર
[૨૩] સ્થાનકવાસી, મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબર એવા ત્રણ જૈન ફિરકાઓ. અત્યારે છે અને એ ત્રણે ભગવાન મહાવીરના શાસનના અનુગામી છે. તેથી એ શાસનથી જ આપણે આરંભ કરીએ. ભગવાન મહાવીર પહેલાં પણ જૈન પરંપરા હેવાનાં એતિહાસિક પ્રમાણે છે. એ પાર્શ્વનાથની પરંપરા શિથિલ અને છિન્નભિન્ન જેવી થઈ ગઈ હતી. ભગવાન મહાવીરે સુધારાને પ્રાણ ફૂક્યો. પાર્શ્વનાથની પરંપરાના ઘણું નબળા અને સબળા અંશે એ સુધારાને શરણે આવ્યા. જેઓ એને વશ ન થયા તે લાંબો વખત ન નવ્યા અને અંતે નામશેષ થઈ ગયા. જૂની પરંપરા અને નવા સુધારે એ બેમાંથી ભગવાનનું એક શાસન શરૂ થયું. અત્યારના જૈન ધર્મનું મૂળ એ શાસનમાં છે.
એક બીજમાંથી અંકુર એક ફૂટે પણ તરત જ તેમાંથી અનેક ફણગા. ફૂટે છે અને આગળ જતાં ડાળે, ડાંખળીઓ વગેરે વિસ્તાર થાય છે. જે એક બીજમાંથી ભેદ અને પ્રભેદ સાથે વિસ્તાર ન થાય તે વડ જેવું મોટું ઝાડ કદી સંભવે જ નહિ; એ માત્ર બીજ જ રહી જાય. આખી કુદરતમાં જે સુંદરતા અને અલૌકિકતા છે તે વિસ્તારને લીધે જ છે, અને વિસ્તાર એ ભેદ-પ્રભેદ વિના સંભવિત નથી. વીરશાસનનો વિસ્તાર થવાનું નિર્માયું હતું, એટલે ભેદ પડવા સ્વાભાવિક હતા. એ પ્રમાણે મહાવીરના શાસનની પરંપરામાં પણ ભેદ પથા; એ વધ્યા. જૈન પરંપરાને ઈતિહાસ આપણને કહે છે કે એ ભેદ પાર વિનાના હતા. એમાંના કેટલાકનાં તે આજે નામ પણ નથી રહ્યાં. અને જેનાં નામ વગેરે રહ્યાં છે તેને પણ પૂરે ઈતિહાસ આપણું પાસે નથી.
આજે જૈન શાસનના ત્રણ ફિરકા મુખ્ય મનાય છે, પણ ખરી રીતે જતાં એક એક ફિરકામાં આજે પણ પુષ્કળ ગ૭, સંઘાડા આદિ ભેદે. છે. એ પેટા ભેદ વચ્ચે પણ ઘણીવાર તે મુખ્ય ફિરકાઓ વચ્ચે દેખાય છે. તેટલું જ અંતર હોય છે. દિગંબર તેરાપંથી કે દિગંબર વીસપંથી લે, સ્થાનકવાસી, તેરાપથી કે બીજા સ્થાનકવાસી લે, શ્વેતાંબર અંચળગચ્છી, પાયચંદગચ્છી
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૨૮ ]
દર્શન અને ચિંતન કે તપાગચ્છી લે, એ બધા વચ્ચે પણ આજે તે મેટું અંતર થઈ પડયું છે.
સ્થાનકવાસી અને મૂર્તિપૂજક એ બે વચ્ચે જે ભેદ અને વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી–તેરાપથી અને બીજા સ્થાનકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બન્ને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખને આશય તે મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિરકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનો છે.
પહેલાં તે ભેજું મૂળ તપાસીએ. આચાર-વિચાર અને પરંપરાની ઘણી બાબતમાં શ્વેતાંબર-દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્રધારણ ઉપર અવલંબિત છે. બન્નેને માન્ય મૂર્તિના સ્વરૂપને ભેદ લે કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લે; પણ એની પાછળ તત્વ તે એક જ છે અને તે નગ્નત્વમાં જ ધમ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબેએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર નગ્નત્વ આરપાયું. શ્વેતાંબરેએ વસ્ત્રધારણમાં પણ જૈનત્વને નાશ ન જે, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર વસ્ત્ર લદાયાં. નગ્નત્વને જ આગ્રહ રખા, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરમાં શ્રમણ કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણું જ -ભેદનું જંગલ ઊભું થયું.
નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ કે પાછળથી જમ્યો, છતાં એ બેને ભેદ તે ભગવાન મહાવીરે એટલે જ જૂને છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિધિની વિચારણું મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો અને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદ હોય, છતાં એ ભેદોનો મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થ હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદેની પાછળ મુખ્ય ભેદ તે મૂર્તિની માન્યતા અને અમાન્યતાને છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણને અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેને ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણું -નાનામેટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિરકાઓમાં અભેદનું તત્વ પણ છે. ડાળે પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને
Page #3
--------------------------------------------------------------------------
________________
[ કર...
વણે જેન ફિરકાઓના મળને વિચાર એમની વચ્ચે મોટું અંતર પણ દેખાય, છતાં એનાં થડ અને મૂળ તે એક જ હોય છે. એક જ મૂળમાંથી રસ બધે પહોચે છે, તેનાથી બધી ડાળે કે પાંદડાં પિષાય છે અને જીવિત રહે છે, તેમ એ ત્રણે ફિરકાઓનું પણ છે. એ ત્રણે જુદા અને તદ્દન વિરોધી જેવા આજે થઈ પડ્યા છે કે તેવા દેખાય છે, છતાં એ ત્રણેના અસ્તિત્વ કે જીવનનું તત્ત્વ એક જ છે. તે તત્વ એટલે વીતરાગપણની ભાવના અને ઉપાસના. એ ભાવના અને ઉપાસના વાટે જ ત્રણે ફિરકાઓ જીવે છે, પિષણ પામે છે અને વિસ્તરે છે. આ રીતે જોતાં ત્રણે ફિરકાઓમાં અગમ્ય અને સંખ્યાબંધ ભેદો હોવા છતાં એમાં જે એક અભેનું તત્ત્વ છે તે જ મુખ્ય છે અને તે જ અસલી છે. આ તત્ત્વને ત્રણે ફિરકાએ એકસરખી રીતે માને છે અને તેની ઉપાસના માટે એકસરખો ભાર આપે છે. જ્યારે આમ છે ત્યારે વિરેજ શાનો?
પૂર્વ દિશામાં ફેલાતી શાખા એમ કહે કે બધી જ શાખાઓએ મારી દિશામાં, મારી ઢબે, મારી સાથે જ ચાલવું જોઈએ અને બીજી શાખાઓ એ રીતે કરે છે એનું પરિણામ એ જ આવે કે અંતે ઝાડ જ ન વધે; અને તે ન વધે એટલે પૂર્વની શાખા પણ ન રહે. એક બાજુ ભાર વધતાં સમતલપણું જવાથી વૃક્ષ વધી જ ન શકે અને અંતે પૂર્વની શાખાને પણ સંભવ ન રહે. એ જ ન્યાય ધર્મની શાખાઓને લાગુ પડે છે. એક ફિરકે માને તે જ રહેણીકરણી દરેકે સ્વીકારવી અને બીજી નહિ એ ભાર આપવા જતાં મનુષ્યસ્વભાવમાં રહેલા જે સમતલપણાને. લીધે ધર્મને વિસ્તાર થાય છે તે સમતોલપણું જ ન રહે. અને બીજા ફિરકાઓની સાથે તે એક ફિરકે પણ ન ટકે. તેથી વિકાસ અને વિસ્તાર માટે ભેદ અનિવાર્ય છે, અને ભેદથી જ સમતલપણું સચવાય છે. ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે જે વીતરાગપણની ભાવના ઉપર રચાયેલા બધા જ ફિરકા–ભેદો અનિવાર્ય અને ઈટ હોય તો આજની જૈન ધર્મની જે સ્થિતિ છે તે સ્વાભાવિક હોઈ તેમાં કહેવાપણું શું રહે છે ?
અત્યારે જે કહેવાપણું છે તે ભેદ કે જુદાઈની બાબતમાં નહિ, પણ વિરોધની બાબતમાં છે. વિરેાધ અને ભેદ એ બન્ને એક નથી. કડવાશ હોય ત્યારે વિરોધ કહેવાય છે, અને ત્રણે ફિરકાના પરસ્પર સંબંધમાં કડવાશ છે. કડવાશ
એટલે પિતાને વિશે મિથ્યાભિમાન અને બીજા તરફ અણગમો. આ કડવાશ ત્રણે ફિરકાઓમાં અંદરોઅંદર કેવી અને કેટલી છે એ સૂક્ષ્મ દૃષ્ટિએ. જેનારથી ભાગ્યે જ અજાણ્યું છે. દરેક ફિરકાને આધાર તે તે ફિરકાના સાધુ, પંડિત અને ઉપદેશકે છે. એક ફિરકાને ગુરુવર્ગ બીજા ફિરકાને હૃદયથી
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૩૦]
દર્શન અને ચિંતન મિથ્યા જૈન માને છે અને એ જ રીતે પોતાના અનુયાયીઓને સમજાવે છે. બીજા ફિરકાને ગુરુ અને ઉપદેશકવર્ગ પણ તેમ જ કરે છે. આનાં બે પરિણામ આવ્યાં છે. પહેલું તે એ કે કોઈ પણ એક ફિરકાની આચારવિષયક કે જ્ઞાનવિષયક સુંદર વસ્તુ બીજ ફિરકાના ધ્યાનમાં જ નથી આવતી. ઊલટે, તે તેનાથી દૂર ભાગે છે, અને તે તરફ અણગમો કેળવવામાં જ ધર્મનું પોષ સમજે છે. બીજું પરિણામ એ આવ્યું છે કે ભિન્ન ભિન્ન ફિરકાના ગુરુ અને ઉપદેશકવર્ગ વચ્ચે પ્રેમ કે આદરને સંબંધ જ નથી રહ્યો અને તેનું પારસ્પરિક સંમેલન (હવે તેઓ અને બીજાઓ ઈચ્છે તોપણ) લગભગ અશક્ય જેવું થઈ પડ્યું છે. જાણે એક ફિરક બીજાના બગાડ કે બીજાની આપત્તિ વખતે રાજી થતો હોય એવો વ્યવહાર શરૂ થયો છે. ક્યાંય મંદિર ઉપર અન્યાય ગુજર્યો, આફત આવી અને દિગંબરે કે શ્વેતાંબરે મુશ્કેલીમાં હોય ત્યારે, ગમે તેટલે મેટ અને શક્તિશાળી હોવા છતાં પણ ત્યાં સ્થાનકવાસી સમાજ વહારે નહિ ધાય; એટલું જ નહિ, પણ ઘણું દાખલાઓમાં તે ઊંડે ઊંડે રાજી પણ થશે. આ વસ્તુને ચેપ સામેના ફિરકાઓમાં પણ નથી એમ તે ન જ કહી શકાય ક્યાંય સ્થાનક ઉપર આફત આવી અગર સ્થાનકવાસી સાધુઓને મુશ્કેલી આવી કે તેમની હેલના–નિંદા થતી હોય ત્યારે મૂર્તિપૂજક બને ફિરકાઓ એમાં રસ લેવાના અને કદાચ રસ ન લે તોપણ પિતાનાથી બની શકે તેવી પણ મદદ નહિ આપવાના. ઘણે સ્થળે તે આ ફિરકાઓ સ્થાનક, મંદિર અને ગુરુવર્ગને કારણે કેર્ટ પણ ચડેલા છે અને હજીયે ચડે છે.
શ્વેતાબર મૂર્તિપૂજક ફિરકાના અનેક વિષમાં ઊંડાણવાળા સાહિત્યને લાભ નથી લેતે સ્થાનકવાસી ફિરકી કે નથી લેતે દિગંબર ફિરકે. સેંકડો વિદ્વાનોએ હજાર વર્ષ સુધી ભગીરથ પ્રયત્ન કરીને ઉપજાવેલું અને બીજે કયાંય પણ ન મળે તેવું મૂર્તિપૂજક શ્વેતાંબર અને દિગંબરનું સાહિત્ય સ્થાનકવાસીને માટે અસ્પૃશ્ય થઈ પડયું છે; અને મોટે ભાગે તે તે એ સાહિત્યને જાણ જ નથી, કારણ કે પહેલેથી જ એને એ સાહિત્ય વિશે બેપરવા અને આદરહીન બનાવવામાં આવ્યો છે. દિગંબર ફિરકાનું પણ ગંભીર અને બીજે ન મળી શકે તેવું કેટલુંક સાહિત્ય છે. એને વિશે સામાન્ય રીતે શ્વેતાંબરે બેપરવા છે. આને પરિણામે પાઠશાળાઓ, છાત્રાલયે અને વિદ્યાલયમાં કે ગુરુવર્ગના અભ્યાસક્રમમાં, જ્યાં પુસ્તકોની પસંદગીને સવાલ આવે છે ત્યાં, કેટલીક વખતે એક જ વિષય ઉપર અન્ય ફિરકાનું સર્વોત્તમ પુસ્તક છેડી તેની જગ્યાએ કચરા જેવું પુસ્તક પસંદ કરવામાં આવે છે, અને પરિણામે ભણનાર જ્ઞાન કે વિદ્યા કરતાં અજ્ઞાન અને અવિદ્યા
Page #5
--------------------------------------------------------------------------
________________
ગણે જૈન કિકાઓના મળને વિચાર
[૪૩૧ જ વધારે સેવે છે. એટલે એકંદરે અત્યારે જે ફિરકાઓને કડવાશવાળે સંબંધ છે તે આપણામાં જ્ઞાનશત્રુતા જ પિષે છે. જે ધર્મ સહિષ્ણુતા અને જ્ઞાનના પ્રચાર માટે જન્મ્યા હતા અને એ પ્રચાર સિવાય જે ધર્મનું જીવન નકામું જ ગણાવું જોઈએ તે ધમ ફિરકાઓની કડવાશમાં પરિણમતાં અસહિષ્ણુતા અને અજ્ઞાન જ પિષી રહ્યો છે. આ સ્થળે એક રૂપક યાદ આવે છે. કિનારે પહોંચવાના ધ્યેયથી વહાણે અમુક ટાપુથી ઊપડ્યાં. બધાં વહાણેએ ઉતારુઓને લીધા. શરત બધાંની એક જ હતી અને તે કિનારે પહોંચાડવાની. રસ્તામાં એક વહાણુના કપ્તાન અને મુસાફરોએ બીજા વહાણમાં કાંઈક ખોડ બતાવી અને ટીકા કરી. એ ટીકાને તેના કપ્તાન અને મુસાફરેએ અંગત ટીકા ભાની સામસામી ખેટી ટીકા શરૂ કરી. મુસાફરી વખતે બધા હતા તે નવરા જ. ટીકા અને ખેડ કાઢવાનું મળી આવતાં સૌનું મન ત્યાં રોકાયું. મુસાફરીને આનંદ, સમુદ્રની ગંભીરતા અને આકાશની અપારતા તરફ તેમ જ સહીસલામતી અને ઝડપ વધારવા તરફ લક્ષ જવાને બદલે એકબીજાની ટીકામાં સામુદાયિક માનસ રેકાયું. કોઈ વિવાદમાં ઊતર્યા અને બીજાઓ શ્રોતા બન્યા. પરિણામે તકરાર વધી. એક બાજુ બધું રક્ષકબળ પરસ્પરના નાશમાં ખરચાવા લાગ્યું, અને બીજી બાજુ વહાણે અકસ્માત એક ખરાબાથી બચવાની સાવધાની રાખી ન શક્યા. એક વહાણુ અથડાયું અને બીજાં તેના નાશ તરફ બેપરવા રહ્યાં. એ અભિમાનમાં બીજાઓની પણ એ જ દશા થઈ. એક જ સાય માટે નીકળેલા મુસાફરે સાધનની ટીકામાં ઊતરતાં પરિણામે સાધ્યભ્રષ્ટ થઈ ગયા. એ સ્થિતિ આજે ત્રણે ફિરકાઓની છે. ત્રણે ફિરકાઓનું લક્ષ અહિંસા અને જ્ઞાનની ઉપાસના તથા તેને પ્રચાર છે; જ્યારે તેઓ તેથી ઊલટું જ કરી રહ્યા છે. બીજા તરફ કડવાશ રાખવી એટલે કે પોતાને માટે અથવા શુદ્ધ ધાર્મિક માની બીજા તરફ અણગમે રાખો, એ જે હિંસા કહેવાતી હેય તે એમ કહેવું જોઈએ કે અહિંસાની સાધના માટે નીકળેલા અને ચાલતા ફિરકાઓ હિંસા જ કરી રહ્યા છે, અને જ્ઞાનને બદલે અજ્ઞાનને જ પ્રચાર કરી રહ્યા છે. આનું વ્યાવહારિક પરિણામ સામાજિક અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કડવું આવ્યું છે.
જૈન સમાજ સામાજિક દૃષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રીય અને રાજકીય બાબતમાં પણ એ પછાત છે. કારણ શું? એવો પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઊતરીએ તે જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠનને અભાવ છે. જ્યાં ધાર્મિક દ્રેષ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક બનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગ સુધી જ
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૩૨]
દર્શન અને ચિંતન
રહ્યું હ।ત તા કદાચ ચલાવી પણ લેવાત, પણ એ વિષ બીજા વિષેની પેઠે ચેપ ફેલાવે તે સ્વાભાવિક જ હતું; એટલે બધાં જ ક્ષેત્રામાં એ વિષ ફેલાયું. આજે તે નછૂટકે તે લાચારીથી જ ત્રણે ફિરકાવાળા મળે છે, અને એ લાચારી એટલે ત્યાંઈક વ્યાપારી સંબંધ, કાંઈક લગ્નસ બધ અને કાંઈક રાજકીય સબંધ. પરંતુ એ સંમેલન નથી તેા વ્યાપક અને નથી તે બુદ્િ પૂર્ણાંકનું, તેમ જ નથી હાર્દિક. આ દેખાતું વિરલ સ ંમેલન પણ ગૃહસ્થામાં જ છે, કારણ કે પેલી લાચારી ગૃહસ્થાને જ મળવાની ક્રજ પાડે છે; પરંતુ ગુરુવર્ગ અને પતિ ઉપદેશકવગ માં તા એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ. નથી. ગુરુઓને કે પતિ ઉપદેશને નથી જરૂર વ્યાપાર ખેડવાની કે નથી પ્રસ`ગ લગ્નાદિતા. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતોનું તે સ્વમ પણ. નથી, એટલે તેમનામાં પારસ્પરિક સમેલન કે સગઠનના સંભવનું વ્યાવહારિક કારણ એય નથી; અને જે ધમ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલા કારણભૂત થવા જોઈએ અને થઈ શકે તે જ ધમે તેમને ઊલટા હંમેશને માટે દૂર કર્યાં છે. એક ખાજી વ્યાવહારિક જરૂરિયાતાને લીધે ત્રણે ફિરકાના ગૃહસ્થા અરસપરસ વધારે મળવા અને સંગઠિત થવાના વિચાર કરે, ત્યાં તે બીજી બાજુ પેલા ગુરુ અને ઉપદેશકવર્ગ એમાં ધનાશ જોઈ એમને મળતા અટકાવવા અને અરસપરસ ગાઢ સંબંધ બાંધતા રોકવા કમર કસે છે. પરિણામે એ ફિરકા નથી પડી શકતા તદ્દન છૂટા કે નથી થઈ શકતા એકરસ અને સ'ગતિ. આ સ્થિતિ લગભગ ગામેગામ છે, ત્યારે હવે શું કરવું જોઈએ ?
ઉત્તર ટૂ”કા અને સીધા છે. તકરાર અને વિરોધ મટાડવાની આશા ધર્મ પાસેથી હતી, પણ આજના ધર્મોંમાંથી એ સફળ થવાના સંભવ જ નથી. એટલે ત્રણે ફિરકાઓને પોતાને મેળ સાધવા–વધારવા અને સંગઠન કરવા માટે એ જ રસ્તા બાકી રહે છે. પહેલા એ કે નિ ય અને સ્વત બુદ્ધિવાળી વ્યક્તિએ ( તે ગૃહસ્થ હોય કે ત્યાગી) ધનાં સૂત્રેા હાથમાં લેવાં અને તેના ઉપર જે કડવાશના મેલ ચડ્યો છે તે દૂર કરી ધર્મની મારફત જ ખુધી કામેામાં વધારેમાં વધારે મેળ સાધવે. અને ખીજો ભાગ, પરંતુ છેવટના માર્ગ (ભલે ને તે ક્રાન્તિકારી લેખાય), એ છે કે ગૃહસ્થાએ આ નવા ધર્માંતે જ એટલે કે વિકૃત અને સાંકડા ધમ ને શરણે જવુ ઊંડી અને જાણે કે ધર્મના વારસો ન જ મળ્યો હાય. એવી રીતનું મનને ધી વ્યાવહારિક ભૂમિકા ઉપર એકત્ર થવુ, અને ખુદ્ધિપૂર્વક તથા અગત્યનું સગડન કરવું, જેમાં ઇચ્છા પ્રમાણે એક ફ્રિકાના ગૃહસ્થા બીજા ફિરકાના ગૃહસ્થા સાથે હૃદયથી દરેક ક્ષેત્રમાં ભેટી શકે અને અરસપરસ સહકાર કરી શકે. જ્યારે ગૃહસ્થો પેલા
Page #7
--------------------------------------------------------------------------
________________ ત્રણે જૈન ફિરકાઓના મળને વિચાર [[ 433 ધર્મધ્વજોને બાજુએ મૂકી એકરસ થવા લાગશે અને દિગંબર શ્રીમાન શ્વેતાંબર વિદ્યાર્થીઓને અને શ્વેતાંબર ગૃહસ્થ દિગંબર સંસ્થાઓને મદદગાર થતા દેખાશે, બધા સંયુક્ત કે સહકારના ધોરણ ઉપર સંસ્થા ચલાવશે, ત્યારે ધર્મદૂતે આપોઆપ ખેંચાઈ તેમાં જોડાશે. તેમને એમ જ થવાનું કે હવે આપણે ભેદકમંત્ર નકામે છે. સેંકડો અને હજારો વર્ષથી માંડીને તે ઠેઠ અત્યાર સુધીને ધર્મદૂતોનો ઇતિહાસ એક જ વસ્તુ દર્શાવે છે અને તે એ કે તેમણે વિરોધ અને કડવાશ જ ફેલાવી છે. આપણે અજ્ઞાનથી તેને વશ થયા. હવે જુગ બદલાય છે. આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ આ વસ્તુ ચલાવી શકે તેમ રહ્યું નથી. તેથી હવે દરેક જુવાન કે વૃદ્ધ, જેનામાં બુદ્ધિ અને સ્વતંત્રતાને છંટે પણ હેય તે, પિતાથી બને ત્યાં અને બનતી રીતે, સાચા દિલથી અને બુદ્ધિપૂર્વક, બીજા ફિરકાને સહકાર સાધે. આજે એ જ વસ્તુ ધમ્ય થઈ પડી છે. -પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો.