________________
૪૨૮ ]
દર્શન અને ચિંતન કે તપાગચ્છી લે, એ બધા વચ્ચે પણ આજે તે મેટું અંતર થઈ પડયું છે.
સ્થાનકવાસી અને મૂર્તિપૂજક એ બે વચ્ચે જે ભેદ અને વિરોધની ખાઈ દેખાય છે તેથી જરા પણ ઓછી ખાઈ સ્થાનકવાસી–તેરાપથી અને બીજા સ્થાનકવાસીઓ વચ્ચે નથી. દિગંબર અને શ્વેતાંબર વચ્ચે દેખાય છે તેટલું જ અંતર લગભગ પાયચંદ અને તપા એ બન્ને શ્વેતાંબર ગચ્છો વચ્ચે છે. આ બધું હોવા છતાં પ્રસ્તુત લેખને આશય તે મુખ્યતઃ ઉક્ત ત્રણ ફિરકાઓના સંબંધ વિશે જ વિચાર કરવાનો છે.
પહેલાં તે ભેજું મૂળ તપાસીએ. આચાર-વિચાર અને પરંપરાની ઘણી બાબતમાં શ્વેતાંબર-દિગંબર વચ્ચે ભેદ છે, છતાં એમનો મુખ્ય ભેદ નગ્નત્વ અને વસ્ત્રધારણ ઉપર અવલંબિત છે. બન્નેને માન્ય મૂર્તિના સ્વરૂપને ભેદ લે કે સ્ત્રી દીક્ષા લઈ શકે કે નહિ એ ભેદ લે; પણ એની પાછળ તત્વ તે એક જ છે અને તે નગ્નત્વમાં જ ધમ માનવાનું કે વસ્ત્રધારણમાં પણ ધર્મ માનવાનું. દિગંબેએ નગ્નત્વને ધર્મનું મુખ્ય અંગ માન્યું, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર નગ્નત્વ આરપાયું. શ્વેતાંબરેએ વસ્ત્રધારણમાં પણ જૈનત્વને નાશ ન જે, એટલે સાધુઓ અને મૂર્તિ બન્ને ઉપર વસ્ત્ર લદાયાં. નગ્નત્વને જ આગ્રહ રખા, એટલે સ્ત્રી આપોઆપ શ્રમણદીક્ષાથી મુક્ત થઈ વસ્ત્રો સ્વીકારાયાં એટલે શ્વેતાંબરમાં શ્રમણ કાયમ રહી. આમ નગ્નત્વ અને વસ્ત્રધારણના ભેદની આજુબાજુ બીજા ઘણું જ -ભેદનું જંગલ ઊભું થયું.
નગ્નત્વ અને વસ્ત્રધારણનો વિરોધ કે પાછળથી જમ્યો, છતાં એ બેને ભેદ તે ભગવાન મહાવીરે એટલે જ જૂને છે, પરંતુ સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક વચ્ચેના ભેદ વિશે તેમ નથી. હિંદુસ્તાનમાં મૂર્તિવિધિની વિચારણું મહમદ પેગંબર પછી જ, તેમના અનુગામી આરબો અને બીજાઓ દ્વારા, ધીરે ધીરે દાખલ થઈ, પણ જૈન પરંપરામાં મૂર્તિવિરોધ દાખલ થયાને પૂરી પાંચ સદીઓ પણ નથી થઈ. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વચ્ચે ગમે તેટલા ભેદ હોય, છતાં એ ભેદોનો મુખ્ય આધાર મૂર્તિની માન્યતા અને તેના વિરોધમાં છે. અમુક શાસ્ત્ર માનવું કે નહિ, અમુક તીર્થ હયાત છે કે વિચ્છેદ પામ્યું છે, એ બધા વિચારભેદેની પાછળ મુખ્ય ભેદ તે મૂર્તિની માન્યતા અને અમાન્યતાને છે. આમ એક બાજુ નગ્નત્વ અને વસ્ત્રધારણને અને બીજી બાજુ મૂર્તિ માનવી કે નહિ તેને ભેદ હોવા છતાં, અને તેને લીધે બીજા ઘણું -નાનામેટા ભેદો દાખલ થયેલા હોવા છતાં, ત્રણે ફિરકાઓમાં અભેદનું તત્વ પણ છે. ડાળે પૂર્વ અને પશ્ચિમમાં કે દક્ષિણ અને ઉત્તરમાં ફેલાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org