Book Title: Terapanthi Mat Samalochna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 51
________________ (૨) શ્રી મહાવીર પ્રભુ “ભુલ્યા” એવું તમે કહે છે તે તે કયા ગ્રંથમાં લખેલું છે. તેનું ઉપર મુજબ પ્રમાણ જણાવશે? (૩) એક વર્ષમાં બે વખત પટેલ્સવ કરવાં એ કયા સૂત્રમાં જણાવેલું છે? (૪) તમારા પૂજ્યના પાટપાટલા સાદેવીએ પાથરે છે એવું કયા સૂત્રને આધારે કરે છે? (૫) તમારા પૂજ્ય વિહારમાં સાધ્વીઓને સાથે રાખે છે. એ કયા સૂત્રના આધારથી? (૬) તમારા સાધુ ગૃહસ્થને સાણંદ (પચકખાણું) આપે છે કે હમારા (તેરાપંથી) સાધુ સિવાય કોઈને દાન ન દેવું. આ કયા સૂત્રના આધારે ? (૭) દુઃખી જીવને દુઃખમાંથી બચાવ નહિ એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે? | (૮) જીવને મારવામાં એક પાપ અને છેડાવવામાં અઢાર પાપ લાગે છે એ ક્યા સૂત્રના આધારે ? (૯) રાત્રીના કપડાની સાથ્વીઓ પાસે પડિલેહણ કરાવવી તે શા આધારે ? (૧૦) સાધ્વીઓ સાથે પડદામાં આહાર કરવો એ કયા સૂત્રના આધારે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58