Book Title: Tejpalno Vijay
Author(s): Lalchandra Bhagwandas Gandhi
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 62
________________ (૫) નીચે પિતાના નામે તેજલપુર કરાવ્યું હતું. જ્યાં ગઢ, મઠે, પરબ, મનહર ઘરે અને આરામ( બગીચા)ની શ્રેષ્ઠ રચના કરાવવામાં આવી હતી. તે જ નગરમાં પિતાના પિતાના સ્મારક તરીકે “આસરાજ-વિહાર” એવા નામથી, સુશોભિત પાશ્વજિનમંદિર કરાવ્યું હતું, તથા પોતાની માતાના નામથી વિસ્તૃત કમર-સરવર કરાવ્યું હતું. તથા ગિરનાર પર નેમીશ્વરનાં ત્રણ કલ્યાણકાને સૂચવતું ઘણું ઉંચું જિન–ભુવન રચાવ્યું હતું.-એમ એ મંત્રીશ્વરેના સમકાલીન તથા તેમના સ્મારક ધર્મસ્થાનેને વિ. સં. ૧૨૮૭ થી ૧૨૩ લગભગમાં પ્રતિષ્ઠિત કરનારા ધર્મગુરુ વિજયસેનસૂરિએ રેવંતગિરિ–રાસ(ગા. એ. સિ. પ્રાચીન ગૂર્જરકાવ્યસંગ્રહ ભા. ૧, કડવું ૧, કડી ૯, ૧૦ તથા કડવું રજુ કડી ૧૭)માં તથા બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ મહાકાવ્ય [ ગા.ઓ. સિ. સર્ગ ૧૨, લે. ૪૮ થી ૫૦] માં જણાવ્યું છે. જિનપ્રભસૂરિ વિગેરેએ તીર્થકલ્પ( રૈવતકલ્પ) વિગેરેમાં પણ ઉપર્યુક્ત ઘટનાએનું સૂચન કર્યું છે. વિજયસેનસૂરિ–શિષ્ય ઉદયપ્રભસૂરિ વિગેરેએ ધમાલ્યુદય મહાકાવ્ય (સંઘપતિ-ચરિત) વિગેરેમાં સૂચવ્યા પ્રમાણે તે મંત્રીએ ત્યાં તપસ્વી જટાધરોને ગામનું શાસન-દાન અપાવી વસ્ત્રાપથના માર્ગને તથા સંઘને સંતાપરહિત કર્યો હતે. શત્રુંજય પર કરાવેલ નંદીશ્વરતીર્થની રચના અને ત્યાં પોતાની પત્ની અનુપમાના સ્મારક તરીકે શત્રુંજયમાં શિલાબદ્ધ કરાવેલા સ્વચ્છ મિણ જલ– પૂર્ણ “અનુપમ સરોવર’ને ઉલ્લેખ તેના સમકાલીન ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિ વિગેરે કવિઓએ કર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118