Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 10
________________ અર્થ : કેવળ આગમ વચન ભણી જવા માત્રથી આત્મહિત સાધી શકાતું નથી. કેમકે આગમ વચનના અર્થમાં શ્રદ્ધા ન થઈ તેમજ વળી શ્રદ્ધા પણ કરી હોય. પરંતુ જે તે અનુસાર સંયમ ધર્મનું પાલન ન કરે તે પણ તે આત્મા નિર્વાણ (મોક્ષ) પ્રાપ્ત કરી શકતું નથી. તરવાડાિમ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજને મુમુક્ષુ આત્માઓ માટે, મેક્ષાથે-મુખ્ય પણે મેક્ષ પુરૂષાર્થનું સ્વરૂપ જણાવવું. ઈષ્ટ હેઈ, તેઓએ, સાત તનું નિરૂપણ કરેલ છે. જયારે શાસ્ત્રોમાં સમસ્ત જગતનું સ્વરૂપ નવ તત્વાત્મક સ્વરૂપે જણાવેલ છે, તે માટે આત્મદશી આત્માઓને, કંઈક વિશેષ સ્પષ્ટ બંધ થાય તે માટે, અમે અમારા પશમાનુસારે નવે તવેને સિદ્ધાંતાનુસારે પ્રસિદ્ધ એવા સાતે નયથી અત્રે જણાવીએ છીએ. [1] જીવ તત્વ ઉપર નયસપ્તભંગી . (૧) નગમનયષ્ટિએ ઃ જે પોતે પિતાના પરિણમન ભાવને કર્તા, ભક્તા અને જ્ઞાતા છે. તે જીવ દ્રવ્ય છે. (૨) સંગ્રહનદષ્ટિએ ? જીવ દ્રવ્ય કહો કે આત્મદ્રવ્ય કહે તે પ્રત્યેક આત્માઓ, અસંખ્યાત પ્રદેશી-અખંડ, તેમજ અનંત જ્ઞાનાદિ ગુણે કરી સહિત, ઉપયોગમય, અરૂપી તેમજ અગુરૂ લઘુગુણ યુક્ત છે. (૩) વ્યવહારનયષ્ટિએ પ્રત્યેક સંસારી આત્મ-કર્મોને કર્તા-ભોક્તા અને - હર્તા છે. (૪) ઋજુસૂત્રનયદૃષ્ટિએ ઃ દરેકે દરેક આત્મા-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તેમજ ઉપયાગાદિસ્વગુણ પરિણામે પરિણામી હોય છે. (૫) શબ્દનયદષ્ટિએ : આત્મા-પુદગલ પરિણમન ભાવથી ભિન્ન છે. (૬) સમભિરૂઢનય દૃષ્ટિએ આત્મ-જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ સ્વ-વરૂપને કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. (૭) એવભૂતનય દષ્ટિએ ઃ આત્મા શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિત્ય અવિનાશી છે. [૨] અજીવ તત્ત્વ (પુદ્ગલ દ્રવ્ય) ઉપર નયસપ્તભંગી પાંચ અજીવ દ્રવ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો-અક્રિય, અરૂપી, અખંડ એક અને અપરિણમી છે. કાળ દ્રવ્ય ઉપચરિત દ્રવ્ય છે. જ્યારે પાંચમું પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ– ગંધ-રસ અને સ્પેશયુક્ત હેઈ રૂપી છે, તેમજ પરિણમી અને ક્રિય હેવા છતાં અકર્તા દ્રવ્ય છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260