Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 8
________________ પ્રબોધ ટીકા પ્રકાશન સમયે કેટલાંક સ્મરણે અભિનવ શ્રત પ્રકાશનના નેજા હેઠળ કંઈક ને કંઈક અભિનવ પ્રદાન થઈ શકે તે સારું એવી મનેકામના સાથે લેખન–સંપાદન યાત્રા આરંભાઈ પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મસાગરજીની હાર્દિક પ્રેરણા તથા આર્થિક આયેાજન સક્ષમતાના બળે નાના-મોટા કે વિશાળ સર્જને થતા થતા ચોવીસેક પ્રકાશને થયા. પ્રકાશને વખતે વસ્તુની અભિનવતા–તટસ્થતા કે બહુજન સ્વીકૃતિનું દયેય તે રહેતું જ હતું. તેમાં વિચાર ફૂર્યો કે તત્વાર્થ સૂત્ર વિશે કંઈક કાર્ય કર્યું તે કેમ? પૂજ્ય ગુરુવર્ય શ્રી સુધર્મસાગરજી સાથે ત્રિ પ્રતિક્રમણ બાદ વિચારણા કરતા તેઓએ જણાવ્યું કે “આ એક જ ગ્રંથ શ્વેતામ્બર-દિગંબરાદિમાં માન્ય ગ્રંથ છે. વળી તેમાં દ્રવ્યાનુયેગનું સુંદર નિરૂપણ છે. અનેક વિષને આવરી લે છે અને તારા વ્યક્તિગત જ્ઞાન માટે પણ ઉપયોગી છે.” માટે કરવા જેવું કાર્ય તે છે જ. –પણ કંઈક નાવિન્ય કે વૈશિષ્ઠય સભર બની શકે તે રીતે લખજે.” સા. શ્રી મલયાશ્રીજીના શિષ્યા પ્રૌઢ–ગભર એવા સા. શ્રી હિતજ્ઞાશ્રીજીએ પણ પ્રેરણું કરી. વાગડવાળા સા વીશ્રી અનુપમાશ્રીજીએ પિતે રોજ ભગવદપ્રાર્થના થકી આ કાર્ય પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરશે તેમ જણાવ્યું. વળી જોધપુર નિવાસી હરીમલજી પારેખે વિશેષ પ્રેરણા કરી. [આ સદગૃહસ્થની લાગણી પાછળનો રણકે પણ સ્પશી જાય તે હતે-એક વખતન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યક્તિ, શ્રીમંત ગૃહસ્થ બધું છોડીને જ્ઞાન આરાધનાને ભેખ લીધે. વસ્ત્રમાં માત્ર છેતી, નિત્ય એકાસણા, પ્રતિક્રમણાદિ ક્રિયાનુષ્ઠાન તે ખરા જ. આવા ગૃહસ્થ પોતાના વિશાળકાય પ્રાકૃત સંશોધન પ્રોજેકટ લઈને આવેલા. સાથે પૂ. આ. પદ્મસાગરસૂરિજી સંસ્થાન-કેબા તથા પૂ. જંબૂવિજયજીની ભલામણકે દીપરતન સાગરને આ પ્રોજેકટમાં સામેલ કરવા જેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 254