Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ તત્વાર્થસૂત્ર પ્રબોધટીકા પ્રથમ અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૩૫ સૂત્ર છે. જેની શરૂઆત મોક્ષ માર્ગના પ્રતિપાદનથી કરાઈ છે. કેમકે આ શાસ્ત્રને મુખ્ય પ્રતિપાદ્ય વિષય મોક્ષ છે. જગતના તમામ જીવો સુખના અથી છે. તે સુખ માટે પ્રયત્નશીલ રહે છે. જે આ સુખ પરદૂગલને આશ્રયી હશે તે તે નાશવંત જ રહેવાનું. જે તે સ્વઆશ્રયી હશે તે તે કાયમીત્વનું રૂપ ધારણ કરી શકશે. “કાયમી સુખ એ જ મોક્ષ.” - મેક્ષ વિશેની માન્યતા લગભગ બધાં જ દાર્શનિકે કે આસ્તિકે ધરાવે છે. પણ મેક્ષ પ્રાપ્તિના ચેાગ્ય માર્ગની જાણકારાને અભાવે જી ભટકયા કરે છે. તેથી પૂજ્યપાદ્દ ઉમાસ્વાતિજી મહારાજા પ્રથમ સૂત્ર થકી સીધે મોક્ષ માર્ગ જ દર્શાવે છે. દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણ સુંદર સાધને થકી મોક્ષનું સાધ્ય દર્શાવ્યું. આ સાધને પણ કેવા સુચારુ, ગોઠવ્યા કે જીવને આ સાથે જ અંતે નિજ ગુણ પ્રગટતા સાધ્ય બની જશે. - જૈન પરિભાષામાં દર્શન-જ્ઞાન-ચરિત્રને રત્નત્રયી કહેલ છે. વળી અન્ય સ્થાને જ્ઞાન ક્રિયા-ચામું : પણ કહ્યું છે. તેનું કારણ એ છે કે દર્શન–જ્ઞાન જયારે સચ હોય છે ત્યારે તેની ઉત્પત્તિ સ્વામિત્વ વગેરેમાં વિપુલ સમાનતા હોવાથી એક જેવા ગણું દર્શન અને જ્ઞાનને માત્ર જ્ઞાન શબ્દથી અભિવ્યક્ત કર્યા છે. જ્યારે શિવા અને ચારિત્ર ને પર્યાયવાચી જેવા ગણેલ છે. સૂત્રકાર મહર્ષિ રત્નત્રયને આધારભૂત ગણ મેક્ષમાર્ગને જણાવે છે. ચારિત્રની ઈમારતનો આધાર સમ્યગદર્શન–જ્ઞાન ઉપર હોવાથી સૂત્રકારે પ્રથમ દર્શનજ્ઞાન ટૂચીને આધારસ્તંભ લીધો છે. તેથી આ અધ્યાય મુખ્યત્વે નિજ્ઞાન દૂચીને જ સ્પર્શે છે. તેની વિશદ્ અને યોગ્ય સમજ પ્રાપ્ત થયા પછી વારિત્રની વાત પછીના અધ્યાયમાં કરી છે. આથી પ્રથમ સૂત્ર-સમગ્ર શાસ્ત્રની આધારશીલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 254