Book Title: Tarak Shree Samyktvana 67 Prakar Author(s): Gunsagarsuri Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ [x]desteste testostestesteste deste lastestestestestetestetestetestsiestetestetsketestetstestetstestetstesteste siste festestesietenkstedsdagstestet deskto (૩) સમ્યકત્વથી ભ્રષ્ટ મુનિઓનો ત્યાગ કરે અને (૪) અન્ય ધર્મપ્રચારકોને સંગ દૂર તજે. એ ચાર સદ્દતણું ધારનારને સમ્યક્ત્વમાં શંકા શી હોઈ શકે ? આ ચાર પ્રકાર જેમાં હોય, તેમાં બાકીના ૬૩ પ્રકારો પણ ગૌણપણે સમાતા જણાય. દરેક અધિકારમાં એ પ્રમાણે સમજવું. બાર અધિકારમાં સડસઠ પ્રકાર જુદી જુદી રૂચિ, શક્તિ અને યોગ્યતાવાળા જીને ઉદ્દેશીને જણાવ્યા છે, એમ સમજવું. ૨. ત્રણ લિંગ પહેલું લિંગ ઃ જિનેશ્વર દેવાએ કહેલાં શાસ્ત્રોને શ્રવણ કરવાની અતિશય, અનિવાર્ય અભિલાષા હોય. જેમ કોઈ સંગીતજ્ઞ અત્યંત ધનવાન, સુખી, યુવાન, સૌંદર્ય લાવણ્યવતી પોતાની નવયૌવના પત્ની સાથે હોય અને તેને દેવતાઓનું સંગીત સાંભળવા મળી જાય, તે તે સાંભળવામાં તેને એટલે આનંદ આવે, તેના કરતાં અનેકગણે આનંદ જૈન શાસ્ત્ર સાંભળવામાં જીવને આવે, એ મૃત અભિલાષ નામે પહેલું લિંગ જાણવું. બીજુ લિંગ ઃ જિનેશ્વર દેએ કહેલા ધર્મની પ્રાપ્તિનો, ધર્મ આચરવાનો અતિશય આનંદ હોય તે દઢ ધર્મરાગરૂપે બીજું લિંગ છે. જેમ કોઈ દુઃખી બ્રાહ્મણ કઈ ભયંકર અટવીને મહા કષ્ટોથી ઓળંગીને આવતા હોય ત્યારે તેને કઈ લાગણીથી ભેજના માટે ઘેબર આપે, તે તેને કેટલો આનંદ થાય? તેથી અતિશય વધારે આનંદ જૈન ધર્મની પ્રાપ્તિથી થાય, તે જૈન ધર્મ પર દઢ રાગરૂપ બીજું લિંગ જાણવું. ત્રીજ' લિંગ : વિદ્યાસાધકની પેઠે આળસરહિતપણે જૈનદેવગુરુની અપ્રમત્તતાપૂર્વક સતત સેવા, વૈયાવચ્ચ કરે. એ રીતે જૈન ધર્મની આરાધના કરે. તીર્થકર બની જગતને જૈન ધર્મ પમાડનારા દેવ તથા જૈન ધર્મને જીવનમાં વણી લઈ જૈનશાસ્ત્રને અભ્યાસ કરી જગતને જિનેશ્વરેને ધર્મરૂપ સંદેશ પહોંચાડી ઉપકાર કરતા ગુરુઓની અત્યંત રાગપૂર્વક અપ્રમત્તપણે સતત સેવા, વૈયાવચ્ચ કરે, તે દેવગુરુ સેવા વૈયાવચરૂપ ત્રીજું લિંગ જાણવું. આ ત્રણ લિગે જે જીવમાં હોય, તેમાં સમ્યક્ત્વ હોય છે, અથવા તેને તે પ્રાપ્ત થાય છે અને તે સમ્યક્ત્વ રક્ષાય છે. ૩. દશ પ્રકારનો વિનય (૧) અરિહંત પરમાત્માને વિય, (૨) સિદ્ધ પરમાત્માઓનો વિનય, (૩) આચાર્ય ભગવંતોને વિનય, (૪) ઉપાધ્યાય ભગવંતોને વિનય, (૫) સાધુ ભગવંતને વિનય, (૬) 3D શ્રી આર્ય કરયાણગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5