Book Title: Tarak Shree Samyktvana 67 Prakar Author(s): Gunsagarsuri Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 3
________________ ડusself.ssl-sessssssss.off-sale - s essl-ses slowls so is of s fe f des de sle of dose of sed. ઇદ્રિયો અને મનવચનકાયાને વેગથી આત્મામાં શુભાશુભ આશ્રવને પ્રવેશ થાય છે અને કર્મબંધ થાય છે. અશુભ કર્મબંધ ઉદયમાં આવી આત્માને અનંત કાળ નરકાદિ ચારે ગતિમાં ભમાવે છે. કાંઈક શુભાવ થાય, શુભ કર્મબંધ થાય, તે ઉદયમાં આવે તે સુખપ્રાપ્તિ અને અંતે મોક્ષ સુખની પ્રાપ્તિનાં સાધન મેળવવામાં ઉપયોગી થાય છે. આશ્રવને રોકી નવા કર્મબંધ કરવા ન દેનારું સંવર તત્વ છે અને જૂના કર્મબંધનેને નાશ કરનારું નિર્જરા તત્ત્વ છે. આ સંવર તત્વ અને નિર્જરા તત્ત્વને સંપૂર્ણપણે જીવનમાં વણી લેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સર્વ દુઃખથી આત્મ સદાને માટે છૂટી જાય છે અને શાશ્વત સુખમાં મહાલે છે. આ રીતે આ નવ તત્વના અર્થ પરમાર્થ જાણે, વિચારો, માને એ પહેલી સહણા કહેવાય. બીજી સહયું ઃ નવ તત્વના જાણ, વિશુદ્ધ સંયમ માર્ગવાળા સાધુપણાને પાળનાર, મુનિગુણ ગ્રહણ કરવામાં ઝવેરી જેવા, સમતા રસમાં ઝીલનારા અને જિનેશ્વર દેવેએ બતાવેલા વિશુદ્ધ ધર્મને બોધ આપનારા એવા ગુરુઓને તારક સમજીને તેમની સેવા કરવી તે બીજી સહણા-શ્રદ્ધા જાણવી. ત્રીજી સહયું ઃ જિનેશ્વર દેવાએ કહેલ નવ તત્ત્વોની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા, સમ્યક્ત્વનું વમન કરનારા, સત્યને છુપાવનારા, સાધુના આચારથી રહિત, સ્વચ્છેદાચારી, સાધુવેશને લજવનારા એવા નિનવ, યથાદ, પાસસ્થા, કુશીલિયા અને વેશ વિડંબકાદિને દૂરથી જ તજવા, એમને સંગ ન કરે, તે ત્રીજી સહણ જાણવી. ચેથી સહણું : અન્ય ધર્મને પ્રચાર કરનારા, જૈન ધર્મથી ચલિત કરી દે તેવા અન્ય ધમીઓને સંગ ન કરે. એવા હીન આત્માઓને સંગ જેઓ તજતા નથી, તેઓ સમુદ્રને સંગ કરનારી ગંગા નદીની જેમ પોતાના ગુણો બેઈ બેસે છે. તેથી અન્ય દર્શનીઓને સંગ તજ, એ જેથી સડણ જાણવી. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, સમ્યકત્વના બાર અધિકારોમાં (વિભાગોમાં) સડસઠ ભેદ કહેવામાં આવ્યા છે. તેમાંના કેઈ પણ એક અધિકારમાં કહેલા પ્રકારેને બરાબર જીવનમાં ઉતારનારને સમ્યત્વ હોય છે, ન હોય તો તે પ્રાપ્ત થાય છે અને હોય તે તે ટકી રહે છે. શાસ્ત્રમાં નવ તને જે જાણે અથવા જે શ્રદ્ધાપૂર્વક માને તેને સમ્યક્ત્વ હોય છે એમ કહેલું છે. (૧) જિનપ્રણત નવ તત્વ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે, જાણે, વિચારે, (૨) જિનપ્રણીત વિશુદ્ધ ચારિત્ર પાળનારા અને તેને ઉપદેશ આપનારા સગુણી, ગીતાર્થ મુનિવરોની સેવા કરે, મિ શ્રી આર્ય કથાણા ગોતમ સ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5