Book Title: Swetambara Guru Vimalsurini Prashnottar Ratnamala
Author(s): Lalchandra B Gandhi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 5
________________ છે. ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર રત્નમાલા [૫-૧૨] – એ જ પ્રમાણે વડોદરા, ડભોઈ અને અન્ય સ્થળોના ગ્રંથ-સંગ્રહોની બાલાવબોધ સાથેની એ ગ્રંથની બીજી પ્રાચીન પ્રતિયોમાં પણ તેવા ઉલ્લેખ જોવામાં આવે છે. વડોદરા-જૈનજ્ઞાનમંદિરમાં પ્ર. કાંતિવિજયજી મ. શાસ્ત્રસંગ્રહમાં નં. ૮૯૦માં બીજી વૃત્તિની પ્રતિ કથા-સંવત ૧૬૪૮માં લખાયેલી છે. તથા ૫૬પમાં, નં. ૫૬૭માં, ૨૦ પત્રવાળી પ્રતિમાં આ પ્ર ૨૦ સાથે સંક્ષિપ્ત કથા-સંબંધ છે, પ્રતિ સં. ૧૯૭પમાં લખાયેલી છે. વડોદરામાં શ્રી આત્મારામજી–જૈનજ્ઞાનમંદિરમાં શ્રીહંસવિજયજી-શાસ્ત્રસંગ્રહમાં નં. ૨૧૬૪ની ચાર પત્રવાળી પ્રહ ૨૦ પ્રતિ તબક-ગુજરાતી બા–ભાવાર્થ સાથે છે, તેના અંતમાં જણાવ્યા પ્રમાણે તે સાધ્વી શ્રીરૂપલક્ષ્મીપદસેવિ સાવી ગુણલક્ષ્મી-પઠનાર્થ લખેલી જણાવી છે. તેમાં પણ પૂર્વોક્ત ગાથા છે, તથા તેના અર્થમાં “નીપજાવી વેતામ્બર આચાર્યઈ વિમલ ઇસિનામાં જણાવેલ છે. ડભોઈમાં શ્રી જંબુસૂરિજીના જૈનજ્ઞાનમંદિરમાં નં. ૪૬પમાં રહેલી ચાર પત્રવાળી પડીમાત્રામાં લખાયેલી પ્ર૦ રત્નમાલા--બાલાવબોધની પ્રતિ, સંવત ૧૬૯૪ આધિન વ. ૩ ભીમે લખાયેલી છે. તે નાગબાઈને પઠન માટે લખાઈ હતી–તેવો તેના અંતમાં ઉલ્લેખ છે – તેમાં પણ સિત પટગુરુ વિમલ નામવાળી આર્યા છે, તેના ભાવાર્થમાં નીપજાવી સેતિબરનઈ આચાર્યાઈ વગેરે ઉલ્લેખ છે. ——એ જ જ્ઞાનમંદિરની નં. ૯૫૪ની ૨૮ પત્રવાળી, વૃત્તિને આધારે સંક્ષિપ્ત કથાવાળી બાલાવબોધ સાથેની પ્ર. ૨૦ની પ્રતિ, ઋષિ સહસકરણજીના ચરણ-પ્રસાદથી ઋ. સાદુલે લખી હતી–તેમાં પણ વિમલ નામવાળી ગાથાના ભાવાર્થમાં “નીપજાવી શ્વેતાંબર-ગુરુઈ વિમલનામા આચાર્ય વગેરે જણાવેલ છે. —એ જ સંગ્રહની નં. ૧૦૦૧ની ૧૦ પત્રવાળી, તથા નં. ૧૨૮૪ની ૬ પત્રવાળી પ્ર. ૨૦ બાલાવબોધની પ્રતિમાં પણ તે જ નામ જણાવેલ છે. મુંબઈ-લાલબાગમાં, મંડલાચાર્ય કમલસરિ-ભંડારની સં. ૧૭પરમાં લખેલી બાવાળી પાંચપત્રવાળી પ્રવ્ય રત્નમાલાની પ્રતિમાં પણ તે આર્યા છે અને ત્યાં તેવો ઉલ્લેખ જોવાય છે. વડોદરાના આત્મારામજી જૈનત્તાનમંદિરમાં શ્રીહંસવિજયજી-જૈનશાસ્ત્રસંગ્રહની નં. ૨૧૮૩ મૂળ પ્રતિમાં, તથા નં. ૨૧૩૩ ગુજરાતી ભાવાર્થવાળી પ્રઢ રત્નમાલાની પ્રતિમાં પણ ગુરુ વિમલાચાર્યનો નામનિર્દેશ જોઈ શકાય છે. - પ્રો. પીટર્સનસાહેબના હ. લિ. પુસ્તકોના રિપોર્ટમાં પણ એ જ નામ મળે છે. એ કેટલૉગ ઑફ સં. મેન્યુ. ઈન ધી લાયબ્રેરી ઑફ હીજ હાઈનેસ ધી મહારાજા ઓફ બીકાનેર (કે. રાજેન્દ્રલાલ મિત્ર, પ્ર. સન ૧૮૮૦, કલકત્તા) નં. ૧૫૦૬માં જણાવેલ પ્રરત્નમાલાના અંતમાં પૂવૉક્ત સિત પટગુરુ વિમલનામવાળી આર્યા છે “કેટલૉગ ઑફ ધી સં, મેન્યુ. ઈન ધી બ્રિટિશ મ્યુઝિયમ સન ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત પુ. પૃ. ૧૨૮માં નં. ૩૧૧માં પણ એ પ્રમાણે આર્યા જણાવેલ છે. ‘નોટીસીઝ ઓફ સં. મેન્યુ. ૧૮૯૪ એ. સી. બંગાલ” પ્ર. સન ૧૯૦૭ વો. ૩, પૃ. ૧૨૫, ને. ૧૯૪માં સિત પટગુરુ વિમલ નિર્દેશવાળી આર્યા સાથે પ્ર. રત્નમાલાની ૬ પત્રવાળી પ્રતિ બનારસની દિકમંડલાચાર્ય ભ. બાલચંદ્રની જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9