Book Title: Swetambara Guru Vimalsurini Prashnottar Ratnamala
Author(s): Lalchandra B Gandhi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ધે ગુરુ વિમલસૂરિની પ્રશ્નોત્તર-રત્નમાલા ૫૯ પુસ્તિકાના અંતમાં શ્રીજિનેશ્વરસૂરિના શિષ્ય દેવમૂર્તિ ઉપાધ્યાયે રચેલી ૨૫ શ્લોકની પ્રશસ્તિ છે.૩ આ જિનેશ્વરસૂરિ વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં તથા ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. ) જેસલમેર-ગ્રંથ-ભંડારમાં રહેલી હજી સુધી અપ્રકાશિત આ વૃત્તિનો આદ્યન્ત ભાગ અમે જેસલમેરભંડાર-ગ્રંથ-સી( ગા. ઓ. સિ. નં. ૨૧, પૃ. ૧૦, પ્ર. સન ૧૯૨૩)માં દર્શાવ્યો છે. તથા ત્યાં અપ્રસિદ્ધ ગ્રંથ-ગ્રંથકૃત પરિચય(પૃ. ૪૦ )માં, જૈનોપદેશગ્રંથોમાં એનો ઉલ્લેખ કર્યો છે. એ પ્રતિમાં પણ ‘રચિતા સિતમુળા' ગાથા છે, અને તેની વ્યાખ્યામાં મૂલકાર કવિને શ્વેતાંબર-ગુરુ વિમલ જણાવેલ છે. [૨] આ પ્રશ્નોત્તર-રત્નમાલાની દૃષ્ટાંતો સાથે વિવરણુરૂપ બીજી વૃત્તિ વિક્રમસંવત ૧૪૨૯માં ચંદ્રગચ્છ( રુદ્રપલ્લીયગચ્છ )ના દેવેન્દ્રસૂરિએ ૭૭૮૦ શ્લો. પ્રમાણ રચી હતી, જેનું સંશોધન મુનિભદ્રસૂરિએ કર્યું હતું. ૪ આ વૃત્તિકારે અંતમાં પોતાનો પરિચય વિસ્તારથી પ્રશસ્તિમાં આપ્યો છે, તથા જે એ સગૃહસ્થોની—ભોલા અને ખેતા નામના ભાઈઓની પ્રેરણાથી તેમણે એ વૃત્તિ રચી હતી, તે ઉપદેશજ્ઞાતિના લિગાવંશનો પણ પરિચય પ્રશસ્તિ દ્વારા કરાવ્યો છે. (કેટલાક વિદ્વાને ભૂલથી આ સુનિભદ્રસુરિને પણ આના વૃત્તિકાર જણાવ્યા છે.) આ વૃત્તિની વિક્રમસંવત ૧૪૪૧, સં. ૧૪૮૯ અને સં. ૧૫૭૯માં લખાયેલી પ્રાચીન પ્રતિયો પાટણ ( શ્વે. જૈનાચાર્ય જયાનંદસૂરિના ઉપદેશથી પૂછશ્રાવિકાએ લખાવેલ ), પૂના ( પૂના ડે. કૉલેજના સન ૧૮૮૮માં પ્રકટ થયેલા કેટલૉગમાં ૧૮૮૧-૮૨ના કલેકશનમાં સૂચિત નં. ૧૬૪) અને પરદેશમાં બર્લિનના પુસ્તકસંગ્રહમાં વિદ્યમાન છે. ચાણસ્મામાં સંવત ૧૬૪૦ની પ્રતિ છે. આ વૃત્તિને જામનગર-નિવાસી શ્રાવક પં. હીરાલાલ હંસરાજે સંવત ૧૯૭૧માં છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તે વૃત્તિના અંતમાં પણ મૂળ ‘રવિતા સિતપદ્મકુળ ’ ૨૯મી આર્યાં જોવામાં આવે છે. તથા તેની વ્યાખ્યામાં શ્વેતાંબરાચાર્ય વિમલસૂરિએ રચેલી તે પ્ર૦ રત્નમાલા જણાવી છે~~ 3. व्या० " सितपटा: श्वेताम्बरास्तेषु गुरुः सूरिपदं प्रतिष्ठस्तेन सितपटगुरुणा श्वेताम्बराचार्येण विमलेन विमनाम्ना सूरिणा विमला गतकल्मषा निर्मला वा रत्नमालेव रचिता विहिता इयं प्रश्नोत्तर रत्नमाला कण्ठगता सती गलस्थिता सती पठिता सती कं भविकं न भूषयत्यलंकरोतीत्यर्थः । यथा रत्नमाला गलकन्दलस्था पुमांसं स्त्रियं वा भूषयति तथेयमपि प्रश्नोत्तररत्नमाला कण्ठपीठस्था अर्थापत्त्याऽयता सती नरं नारीं वा शृङ्गारयतीत्यार्याऽर्थः ॥ समाप्ता चेयं प्रश्नोत्तर रत्नमाला वृत्तिः ॥ " ( પં. હી. હું. પ્ર. પૃ. ૫૬૭) “श्रीजिनेश्वरसूरीणां पादांभोजमधुव्रतैः । श्रीदेवमूत्युपाध्यायैर्निर्मितैषा प्रशस्तिका ॥ इति प्रश्नोत्तररत्नमालावृत्तिपु० साधुभभयचंद्रलेखितायाः प्रशस्तिः समाप्ता ॥ " Jain Education International “ તસ્યાનુબેન ટ્રેવેન્દ્રસૂરિના વિશ્વમાત: । મન્ત્ર-યુઅપચોરાશિ-શાદ-પ્રમવત્સરે (૬૪૨૧) ॥ ૭॥ प्रक्षोत्तररत्नमालाया वृत्तिर्विदधे मुदा । शोधिता च लसद्भदैः श्रीमुनिभद्रसूरिभिः ॥ १८ ॥ युग्मम् " – પ્રશ્નોત્તરરત્નમાલા સટીકા (પ્ર. પું. હી. હું.) જે, ભું. ગ્રંથસૂચી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9