Book Title: Suhastisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧ર૦ શાસનપ્રભાવક અનાર્ય દેશોમાં પણ ધર્મને ફેલાવો કર્યો. મહારાજા સંપ્રતિએ પિતાનાં અસૂર્યપડ્યા રાજરાણીઓ રાજકુમારીઓ, રાજકુમારે તેમ જ સામતને સાધુ બનાવી દૂર-સુદૂર પ્રદેશમાં વિહાર કરાવ્યું હતા અને જૈનધર્મને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતે. વળી તેઓ દ્વારા લોકોને સાધુચર્યાના જાણકાર બનાવી, જૈનમુનિઓની વિહારચર્યાને ગ્ય ભૂમિકા તૈયાર કરાવી હતી. ઉપરાંત, સમ્રાટ સંપ્રતિની પ્રાર્થનાથી આર્ય સુહસ્તિસૂરિએ પિતાના શિષ્યવર્ગને અનાર્ય દેશમાં મોકલ્યા અને મિથ્યાત્વથી ગ્રસ્ત તે ક્ષેત્રમાં અધ્યાત્મદીપક પ્રગટાવ્યા હતા. મહારાજા સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા પછી સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં. એમ કહેવાય છે કે, તેમની માતાને એક નૂતન જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પછી જ ભજન વાપરવાનો નિયમ હતો. અને તે કારણે આ વિપુલ પ્રમાણમાં જિનપ્રતિમાઓ ને જિનમંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત, સંપ્રતિ મહારાજાએ ઉજજૈન (અવંતી)માં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચન કરાવી હતી. એક વખત આર્ય સુહસ્તિસૂરિ ભદ્રા શેઠાણીની વાહનશાળાના સ્થાનમાં શિધ્યપરિવાર સહિત બિરાજયા હતા. રાત્રિના પ્રથમ પહેરે ‘નલિની ગુમ ”ના અધ્યયનનું પુનરાવર્તન કરી રહ્યા હતા. રાત્રિનું નીરવ વાતાવરણ હતું. ભદ્રાપુત્ર અવન્તિસુકમાલ પિતાની બત્રીશ પત્નીઓ સાથે ઉપર સાતમા માળે આનંદ-પ્રમોદ કરી રહ્યો હતો. સ્વાધ્યાય કરતાં આર્ય સુહસ્તિસૂરિના મધુર શબ્દતરંગ અવન્તિસુકમાલના કણ પટ પર અથડાયા. તેનું ધ્યાન શાસ્ત્રવાણી પર કેન્દ્રિત થયું. નલિની ગુલ્મ” અધ્યયનમાં કહેલું નલિનીગુભ વિમાનનું સ્વરૂપ તેને અનુભવેલું લાગ્યું. ઊંડા વિચાર કરવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ જે. પૂર્વ ભવમાં પિતે નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતા. નલિની ગુમ વિમાનને ફરીથી પ્રાપ્ત કરવાથી અર્થાત ત્યાં જવાની તેને ઉત્કટ ઇચ્છા થઈ. આર્ય સુહસ્તિસૂરિ પાસે જઈ અવન્તિસુકુમાલે પિતાની ઈચ્છા પ્રગટ કરી. આચાર્ય ભગવંતના ઉત્તરથી મુનિમાર્ગ ગ્રહણ કરવાની ભાવના થઈ સાધુચર્યાને બોધ આપતાં આર્ય સુહસ્તિએ કહ્યું કે –“વત્સ! તું સુકુમાર છે. મુનિજીવન તે મીણના દાંતથી લેઢાના ચણા ચાવવા જેવું દુષ્કર છે.” અવંતિસુકુમાલ પિતાના નિર્ણયમાં દઢ હતો. તેણે મુનિજીવનની કઠોરતાને બધ સહર્ષ સ્વીકારી લીધું. તેને રૂપવતી ૩૨ સ્ત્રીઓનું આકર્ષણ તથા માતા ભદ્રાની મમતા નિત માર્ગથી ચલાયમાન કરી શક્યા નહિ. ભદ્રા માતાની અનુમતિ ન મળવાથી મુનિવેશ પહેરી ભદ્રાપુત્ર આર્ય સુહસ્તિસૂરિ પાસે આવ્યા. તેની વૈરાગ્યભાવના તીવ્ર જાણી આર્ય સુહસ્તિસૂરિએ તેને દીક્ષા આપી. કાતિલ કમેની નિર્જરા માટે દીક્ષાના પ્રથમ દિવસે જ મુનિ અવતિસુકુમાલ ગુરુને આદેશ પ્રાપ્ત કરી યાજજીવન અનશનપૂર્વક કઠેર સાધના કરવા ત્યાંથી નીકળી સ્મશાનભૂમિ તરફ ગયા. ખુલ્લા પગે ચાલવાને અભ્યાસ હતા નહીં. માર્ગમાં કાંટા-કાંગરા લાગવાથી તેમના પગમાંથી લેહીનાં બિન્દુઓ ટપકવા લાગ્યાં. માર્ગમાં કાયલેશને સમતાપૂર્વક સહન કરતાં મુનિ અવન્તિસુકુમાલ નિત સ્થાન પર પહેંચ્યા. સ્મશાનના શિલાપટ્ટ પર અનશન સ્વીકારી ધ્યાનસ્થ બની Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5