Book Title: Suhastisuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવંતો ૧૧૯ રંક પણ ગયું. તેણે મુનિઓનાં પાત્રમાં શ્રેષ્ઠી દ્વારા અપાયેલી જનસામગ્રી જોઈ. સાધુઓ ગોચરી વહેરી ઉપાશ્રય તરફ પાછા ફરતા હતા. તે રંક પણ તેની પાછળ ચાલ્યો. તેમણે મુનિઓ પાસે ભોજનની યાચના કરી. મુનિ બોલ્યા કે –“ગુરુના આદેશ વિના અમે કોઈ પણ કાર્ય કરી શકતા નથી.” એ રંક પણ મુનિઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે. મુનિઓએ રંકની તરફ સંકેત કરીને આર્ય સુહસ્તિને કહ્યું કે--- “આર્ય! આ રંક અમારી પાસે ભેજનની યાચના કરી રહ્યો છે.” આર્ય સુહસ્તિઓ કરુણાષ્ટિથી તેને જે અને પછી જ્ઞાનપયોગથી જાણ્યું કે – આ રંક ભવાંતરમાં જિનપ્રવચનના આધારભૂત થશે.” આર્ય સુહસ્તિએ આ રંકને મધુર સ્વરે સમજાવ્યું કે-“હે ભાગ્યવાન ! આ આહાર મુનિજીવન સ્વીકાર કર્યા પછી જ તને આપી શકીએ. ગૃહસ્થને આ આહાર આપ એ સાધ્વાચારની મર્યાદા પ્રમાણે યોગ્ય નથી.” કને ભજનના અભાવે મૃત્યુ પામવા કરતાં આ સંયમમાગ કઠિન છતાં સુગમ લાગ્યું. તે મુનિ થવા માટે તત્કાલ તૈયાર થયે. આર્ય સુહસ્તિસૂરિએ મોટા લાભનું કારણ સમજી તેને દીક્ષા આપી. કેટલાયે દિવસે ભૂખ્યા કાઢ્યા પછી તેને પ્રથમવાર પર્યાપ્ત ભેજન મળ્યું તેથી આહારમર્યાદાને વિવેક ન રહ્યો. વધારે પડતું ભોજન પિટમાં જવાથી શ્વાસનળીમાં પ્રાણવાયુને સંચાર થે કઠિન બને. દસ દિવસની પ્રથમ રાત્રિએ જ તે મુનિ ગુરુદેવના બોધથી સમતાભાવ ધરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને પુણ્યકર્મના યોગે તેમનો આત્મા અવંતીનરેશ અશકના પ્રપૌત્ર અને કુણાલના પુત્ર સંપ્રતિ રૂપે જન્મે; અને આ અવ્યક્ત સામાયિકની સાધનાના ફળસ્વરૂપે તેને મહાન સામ્રાજ્ય પણ પ્રાપ્ત બન્યું. મહારાજા સંપ્રતિ એક દિવસ રાજપ્રાસાદના ઝરૂખામાં બેઠા હતા. તેમણે મુનિર્વાદથી પરિવૃત્ત આર્ય સુહસ્તિસૂરિને રાજમાર્ગ પર શ્રીસંઘ સહિત સામૈયામાં પ્રભુની રથયાત્રાના વરઘોડામાં ચાલતા જોયા. પૂર્વભવની સ્મૃતિ જાગી. આર્ય સુહસ્તિની આકૃતિ તેને પરિચિત લાગી. વિશેષ ધ્યાનપૂર્વક જોતાં તેમને જાતિસ્મરણસાન થયું. સંપ્રતિએ પિતાને પૂર્વભવ જો. તેમણે પ્રાસાદમાંથી નીચે ઊતરી આર્ય સુહસ્તિસૂરિને વંદન કરી, વિનમ્રભાવે પૂછ્યું કે “આપ મને ઓળખે છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનેગથી રાજા પ્રતિનું પૂર્વભવનું સંપૂર્ણ વૃત્તાંત જાણ્યું અને તેમને ઓળખી ગયા. સંપ્રતિએ નમન કરી કહ્યું, “ભગવદ્ ! આપે મને પૂર્વ ભવમાં દીક્ષા આપી, જિનધર્મની શ્રેષ્ઠ એવી સંયમમાર્ગની પ્રાપ્તિ કરાવી તેનું જ આ પરિણામ છે. આપ મારા પરમ ઉપકારી છે. પૂર્વજન્મમાં આપ મારા ગુરુ હતા. આ જન્મમાં પણ હું આપને ગુરુ તરીકે સ્વીકાર કરું છું. મને આપને ધર્મપુત્ર માની કર્તવ્ય-શિક્ષાથી અનુગ્રહીત કરે અને આપશ્રી પ્રસન્ન મનવાળા થઈ કેઈ વિશિષ્ટ કાર્યને આદેશ કરે, જે સેવાકાર્ય કરી હું અનૃણ બનું”. આર્ય સુહસ્તિસૂરિએ અમૃતમય વાણી દ્વારા કહ્યું કે, “રાજન ! ઉભયલેકમાં કલ્યાણકારી એવા જિનધર્મનું અનુસરણ કરે.” આર્ય સુહસ્તિસૂરિને બોધ પ્રાપ્ત કરી સંપ્રતિ મહારાજ જિનપ્રવચનભક્ત બની સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતધારી શ્રાવક, સમ્રાટ અશેકની જેમ મહાન ધર્મપ્રચારક હતા. તેમણે આંધ્ર વગેરે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5