Book Title: Suhastisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ 122 શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાર્ય કહેવાયા. ગણાચાર્યને સંબંધ પિતપોતાના ગણ સાથે હોય છે, વાચનાચાર્ય ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ હોય છે. જેનજેનેતર સર્વ લેકે તેમનાથી લાભ પામે છે. આર્ય સુહસ્તિસૂરિના શિષ્યસમુદાય આર્ય મહાગિરિ કરતાં વિશાળ હતા. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય 12 શિષ્યને ઉલ્લેખ છે : (1) આર્ય રહણ, (2) યશભદ્ર, (3) મેઘગણિ (ગુણસુંદરસૂરિ), (4) કામધિંગણિ, (5) સુસ્થિત, (6) સુપ્રતિબદ્ધ, (7) રક્ષિત, (8) રેહશુપ્ત, (9) ત્રાષિગુપ્ત, (10) શ્રીગુપ્ત, (11) બ્રહ્મગણી અને (12) સમગણી. તેમાં સ્થવિર આર્ય રહણથી ઉહેગણ, યશોભદ્રથી ઉડુવાડિયગ, કામગિણિથી વેશવાડિયગણ, સ્થતિ -સુપ્રતિબદ્ધથી કેટિગણ, ત્રાષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારણગણને વિકાસ થયે. આર્ય સુહસ્તિસૂરિ દશ પૂર્વધર, ધર્મધુરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મને ઘણે પ્રસાર થયો હતો. આર્ય સુહતિ 23 વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા. તેમના 77 વર્ષના ચારિત્રપર્યાયમાં 46 વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેઓની પૂર્વેના યુગપ્રધાનેમાં તેમને ચારિત્રપર્યાય સૌથી વધુ–૭૭ વર્ષને હતો. આર્ય મહાગિરિની જેમ તેમનું આયુષ્ય 100 વર્ષનું હતું. આર્ય સુહસ્તિસૂરિ વીરનિર્વાણ સં. ર૯૧માં ઉજજૈનમાં રવર્ગવાસ પામ્યા. ઉપકેશગચ્છીય, ઓસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એસિયાંનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે 1,80,000 નવા જેને બન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશીગણધર પિતાના સંશનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પિતાના શિષ્ય સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણસંઘ “પાર્થાપત્ય” તરીકે પ્રસિદ્ધિ પામે. વળી, તે “ઉપકેશગચ્છ”થી પણ ઓળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમણ પરંપરામાં વીરનિર્વાણની પ્રથમ સદીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વનામ મણિરત્ન કિંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાના રાજા હતા. એક દિવસ ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયંપ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પોતાના પુત્રને રાજ્ય પી, 500 વિદ્યાધરે સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણ સં. પર માં આચાર્યપદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5