Book Title: Suhastisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249059/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શાસનપ્રભાવક જ દશપૂર્વની શ્રતસંપદાના ધારક હતા. આ મહાગિરિ ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. તેમનો દીક્ષા પર્યાય દીર્ઘ એ ૭૦ વર્ષને હતો, તેમાં ૩૦ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા. તેઓ સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, દશાણ (માલવ) દેશમાં આવેલ ગજેન્દ્રપક્રતીર્થમાં વીરનિર્વાણ સં. ૨૪ષમાં સ્વર્ગવાસ પામ્યા. પૂર્વના યુગપ્રધાનેમાં સૌથી વધુ દીક્ષા પર્યાયી, સારાયે ભારતવર્ષમાં જૈનધર્મ પ્રવર્તાવનાર અને મહારાજા સંપત્તિને પ્રતિબધી લાખે જિનમંદિરે– જિનપ્રતિમાઓનું નિર્માણ કરનારા આચાર્યશ્રી આર્ય સહસ્તિસૂરિજી મહારાજ જિનકલ્પતુલ્ય સાધના કરનાર આર્ય મહાગિરિના લઘુ ગુરુબંધુ આર્ય સુહસ્તિસૂરિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શ્રી સુધર્માસ્વામીજીની પાટે દસમા પટ્ટધર હતા. તેમણે મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિને જૈનધર્મી બનાવી મહાન શાસનપ્રભાવના કરી હતી. આર્ય સુહતિના દીક્ષાગુરુ આચાર્ય સ્થૂલિભદ્રજી હતા. તેમને પિતાના ગુરુના સાનિધ્યમાં રહેવાને અવસર ઘણે ઓછો મળ્યો હતો. તેથી આર્ય સુહસ્તિએ ૧૧ અંગશા તથા ૧૦ પૂર્વેને મોટા ભાગને અભ્યાસ આર્ય મહાગિરિજી પાસે કર્યો હતે. આર્ય સુહસ્તિને જન્મ વસિષ્ઠ ગોત્રમાં વનિર્વાણ સં. ૧૯૦ માં થયો હતો. આર્ય મહાગિરિની જેમ તેમનું બાલ્યવયે લાલનપાલન આર્યા સાધ્વી યક્ષાએ કર્યું હતું. આયા યક્ષા દ્વારા તેમને સુંદર સંસ્કાર મળ્યા હતા. આચાર્ય શૂલિભદ્રે તેમને વીરનિર્વાણ સં. ૨૧૪ માં મુનિદીક્ષા આપી. એ પછીના વર્ષમાં જ આચાર્ય શૂલિભદ્રને સ્વર્ગવાસ થયે. આથી આર્ય સુહસ્તિનું અધ્યયન આર્ય મહાગિરિ પાસે થયું હતું. આર્ય મહાગિરિ દશ પૂર્વધર હતા. આર્ય સુહસ્તિએ તેમની પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વોનું સંપૂર્ણ શાસ્ત્રાધ્યયન કર્યું હતું. શ્રમણસંઘનું સંચાલનકાર્ય આર્ય સુહસ્તિ આર્ય મહાગિરિના જિનકપતુલ્ય સાધના દરમિયાન, તેમના આદેશથી તેમની વિદ્યમાનતામાં જ કરતા હતા. પરંતુ યુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી જ વીરનિર્માણ સં. ર૪૫ માં સંભાળ્યું. તે સમયમાં જેનધર્મનો પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં આર્ય સુહસ્તિને વિશિષ્ટ ફાળે હતું. સમ્રાટ સંપ્રતિનું આ ધર્મપ્રસારના કાર્યમાં અદ્દભુત યોગદાન હતું. આચાર્ય સુહસ્તિસૂરિને સમ્રાટ સંપ્રતિનો વેગ મળે તેની પાછળ એક બોધદાયક ઘટના છે. આર્ય સુહસ્તિસૂરિ એક વખત કૌશામ્બીમાં પધાર્યા. તે વખતે કૌશામ્બીમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ પ્રવર્તતી હતી. જનતા દુષ્કાળના કારમાં કેપથી પીડિત હતી. સાધારણ મનુષ્ય માટે પેટ પૂરતા ભેજનની વાત દુર્લભ બની ગઈ હતી; મુનિએ તરફની ભક્તિના કારણે લેકે તેમને હજી ભિક્ષા આપતા હતા. એક વાર આર્ય સુહસ્તિના શિષ્ય ભિક્ષા માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તેમની પાછળ એક ક્ષુધાતુર 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો ૧૧૯ રંક પણ ગયું. તેણે મુનિઓનાં પાત્રમાં શ્રેષ્ઠી દ્વારા અપાયેલી જનસામગ્રી જોઈ. સાધુઓ ગોચરી વહેરી ઉપાશ્રય તરફ પાછા ફરતા હતા. તે રંક પણ તેની પાછળ ચાલ્યો. તેમણે મુનિઓ પાસે ભોજનની યાચના કરી. મુનિ બોલ્યા કે –“ગુરુના આદેશ વિના અમે કોઈ પણ કાર્ય કરી શકતા નથી.” એ રંક પણ મુનિઓની પાછળ પાછળ ઉપાશ્રયે ગયે. મુનિઓએ રંકની તરફ સંકેત કરીને આર્ય સુહસ્તિને કહ્યું કે--- “આર્ય! આ રંક અમારી પાસે ભેજનની યાચના કરી રહ્યો છે.” આર્ય સુહસ્તિઓ કરુણાષ્ટિથી તેને જે અને પછી જ્ઞાનપયોગથી જાણ્યું કે – આ રંક ભવાંતરમાં જિનપ્રવચનના આધારભૂત થશે.” આર્ય સુહસ્તિએ આ રંકને મધુર સ્વરે સમજાવ્યું કે-“હે ભાગ્યવાન ! આ આહાર મુનિજીવન સ્વીકાર કર્યા પછી જ તને આપી શકીએ. ગૃહસ્થને આ આહાર આપ એ સાધ્વાચારની મર્યાદા પ્રમાણે યોગ્ય નથી.” કને ભજનના અભાવે મૃત્યુ પામવા કરતાં આ સંયમમાગ કઠિન છતાં સુગમ લાગ્યું. તે મુનિ થવા માટે તત્કાલ તૈયાર થયે. આર્ય સુહસ્તિસૂરિએ મોટા લાભનું કારણ સમજી તેને દીક્ષા આપી. કેટલાયે દિવસે ભૂખ્યા કાઢ્યા પછી તેને પ્રથમવાર પર્યાપ્ત ભેજન મળ્યું તેથી આહારમર્યાદાને વિવેક ન રહ્યો. વધારે પડતું ભોજન પિટમાં જવાથી શ્વાસનળીમાં પ્રાણવાયુને સંચાર થે કઠિન બને. દસ દિવસની પ્રથમ રાત્રિએ જ તે મુનિ ગુરુદેવના બોધથી સમતાભાવ ધરી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા અને પુણ્યકર્મના યોગે તેમનો આત્મા અવંતીનરેશ અશકના પ્રપૌત્ર અને કુણાલના પુત્ર સંપ્રતિ રૂપે જન્મે; અને આ અવ્યક્ત સામાયિકની સાધનાના ફળસ્વરૂપે તેને મહાન સામ્રાજ્ય પણ પ્રાપ્ત બન્યું. મહારાજા સંપ્રતિ એક દિવસ રાજપ્રાસાદના ઝરૂખામાં બેઠા હતા. તેમણે મુનિર્વાદથી પરિવૃત્ત આર્ય સુહસ્તિસૂરિને રાજમાર્ગ પર શ્રીસંઘ સહિત સામૈયામાં પ્રભુની રથયાત્રાના વરઘોડામાં ચાલતા જોયા. પૂર્વભવની સ્મૃતિ જાગી. આર્ય સુહસ્તિની આકૃતિ તેને પરિચિત લાગી. વિશેષ ધ્યાનપૂર્વક જોતાં તેમને જાતિસ્મરણસાન થયું. સંપ્રતિએ પિતાને પૂર્વભવ જો. તેમણે પ્રાસાદમાંથી નીચે ઊતરી આર્ય સુહસ્તિસૂરિને વંદન કરી, વિનમ્રભાવે પૂછ્યું કે “આપ મને ઓળખે છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનેગથી રાજા પ્રતિનું પૂર્વભવનું સંપૂર્ણ વૃત્તાંત જાણ્યું અને તેમને ઓળખી ગયા. સંપ્રતિએ નમન કરી કહ્યું, “ભગવદ્ ! આપે મને પૂર્વ ભવમાં દીક્ષા આપી, જિનધર્મની શ્રેષ્ઠ એવી સંયમમાર્ગની પ્રાપ્તિ કરાવી તેનું જ આ પરિણામ છે. આપ મારા પરમ ઉપકારી છે. પૂર્વજન્મમાં આપ મારા ગુરુ હતા. આ જન્મમાં પણ હું આપને ગુરુ તરીકે સ્વીકાર કરું છું. મને આપને ધર્મપુત્ર માની કર્તવ્ય-શિક્ષાથી અનુગ્રહીત કરે અને આપશ્રી પ્રસન્ન મનવાળા થઈ કેઈ વિશિષ્ટ કાર્યને આદેશ કરે, જે સેવાકાર્ય કરી હું અનૃણ બનું”. આર્ય સુહસ્તિસૂરિએ અમૃતમય વાણી દ્વારા કહ્યું કે, “રાજન ! ઉભયલેકમાં કલ્યાણકારી એવા જિનધર્મનું અનુસરણ કરે.” આર્ય સુહસ્તિસૂરિને બોધ પ્રાપ્ત કરી સંપ્રતિ મહારાજ જિનપ્રવચનભક્ત બની સમ્યક્ત્વ સહિત ૧૨ વ્રતધારી શ્રાવક, સમ્રાટ અશેકની જેમ મહાન ધર્મપ્રચારક હતા. તેમણે આંધ્ર વગેરે 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ શાસનપ્રભાવક અનાર્ય દેશોમાં પણ ધર્મને ફેલાવો કર્યો. મહારાજા સંપ્રતિએ પિતાનાં અસૂર્યપડ્યા રાજરાણીઓ રાજકુમારીઓ, રાજકુમારે તેમ જ સામતને સાધુ બનાવી દૂર-સુદૂર પ્રદેશમાં વિહાર કરાવ્યું હતા અને જૈનધર્મને વાસ્તવિક પ્રચાર કરાવ્યો હતે. વળી તેઓ દ્વારા લોકોને સાધુચર્યાના જાણકાર બનાવી, જૈનમુનિઓની વિહારચર્યાને ગ્ય ભૂમિકા તૈયાર કરાવી હતી. ઉપરાંત, સમ્રાટ સંપ્રતિની પ્રાર્થનાથી આર્ય સુહસ્તિસૂરિએ પિતાના શિષ્યવર્ગને અનાર્ય દેશમાં મોકલ્યા અને મિથ્યાત્વથી ગ્રસ્ત તે ક્ષેત્રમાં અધ્યાત્મદીપક પ્રગટાવ્યા હતા. મહારાજા સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા પછી સવા કરોડ (કે સવા લાખ) જિનમૂર્તિઓ ભરાવી, ૩૬ હજાર પ્રાચીન જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને સવા લાખ નવાં જિનમંદિર બંધાવ્યાં. એમ કહેવાય છે કે, તેમની માતાને એક નૂતન જિનપ્રતિમાની પ્રતિષ્ઠા પછી જ ભજન વાપરવાનો નિયમ હતો. અને તે કારણે આ વિપુલ પ્રમાણમાં જિનપ્રતિમાઓ ને જિનમંદિરનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત, સંપ્રતિ મહારાજાએ ઉજજૈન (અવંતી)માં આચાર્ય સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણસંમેલન મેળવી, નાનકડી આગમવાચન કરાવી હતી. એક વખત આર્ય સુહસ્તિસૂરિ ભદ્રા શેઠાણીની વાહનશાળાના સ્થાનમાં શિધ્યપરિવાર સહિત બિરાજયા હતા. રાત્રિના પ્રથમ પહેરે ‘નલિની ગુમ ”ના અધ્યયનનું પુનરાવર્તન કરી રહ્યા હતા. રાત્રિનું નીરવ વાતાવરણ હતું. ભદ્રાપુત્ર અવન્તિસુકમાલ પિતાની બત્રીશ પત્નીઓ સાથે ઉપર સાતમા માળે આનંદ-પ્રમોદ કરી રહ્યો હતો. સ્વાધ્યાય કરતાં આર્ય સુહસ્તિસૂરિના મધુર શબ્દતરંગ અવન્તિસુકમાલના કણ પટ પર અથડાયા. તેનું ધ્યાન શાસ્ત્રવાણી પર કેન્દ્રિત થયું. નલિની ગુલ્મ” અધ્યયનમાં કહેલું નલિનીગુભ વિમાનનું સ્વરૂપ તેને અનુભવેલું લાગ્યું. ઊંડા વિચાર કરવાથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પિતાને પૂર્વભવ જે. પૂર્વ ભવમાં પિતે નલિની ગુલ્મ વિમાનમાં દેવ હતા. નલિની ગુમ વિમાનને ફરીથી પ્રાપ્ત કરવાથી અર્થાત ત્યાં જવાની તેને ઉત્કટ ઇચ્છા થઈ. આર્ય સુહસ્તિસૂરિ પાસે જઈ અવન્તિસુકુમાલે પિતાની ઈચ્છા પ્રગટ કરી. આચાર્ય ભગવંતના ઉત્તરથી મુનિમાર્ગ ગ્રહણ કરવાની ભાવના થઈ સાધુચર્યાને બોધ આપતાં આર્ય સુહસ્તિએ કહ્યું કે –“વત્સ! તું સુકુમાર છે. મુનિજીવન તે મીણના દાંતથી લેઢાના ચણા ચાવવા જેવું દુષ્કર છે.” અવંતિસુકુમાલ પિતાના નિર્ણયમાં દઢ હતો. તેણે મુનિજીવનની કઠોરતાને બધ સહર્ષ સ્વીકારી લીધું. તેને રૂપવતી ૩૨ સ્ત્રીઓનું આકર્ષણ તથા માતા ભદ્રાની મમતા નિત માર્ગથી ચલાયમાન કરી શક્યા નહિ. ભદ્રા માતાની અનુમતિ ન મળવાથી મુનિવેશ પહેરી ભદ્રાપુત્ર આર્ય સુહસ્તિસૂરિ પાસે આવ્યા. તેની વૈરાગ્યભાવના તીવ્ર જાણી આર્ય સુહસ્તિસૂરિએ તેને દીક્ષા આપી. કાતિલ કમેની નિર્જરા માટે દીક્ષાના પ્રથમ દિવસે જ મુનિ અવતિસુકુમાલ ગુરુને આદેશ પ્રાપ્ત કરી યાજજીવન અનશનપૂર્વક કઠેર સાધના કરવા ત્યાંથી નીકળી સ્મશાનભૂમિ તરફ ગયા. ખુલ્લા પગે ચાલવાને અભ્યાસ હતા નહીં. માર્ગમાં કાંટા-કાંગરા લાગવાથી તેમના પગમાંથી લેહીનાં બિન્દુઓ ટપકવા લાગ્યાં. માર્ગમાં કાયલેશને સમતાપૂર્વક સહન કરતાં મુનિ અવન્તિસુકુમાલ નિત સ્થાન પર પહેંચ્યા. સ્મશાનના શિલાપટ્ટ પર અનશન સ્વીકારી ધ્યાનસ્થ બની 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ગયા. સુકોમલ મુનિનાં ચરણમાંથી ટપતાં રક્તબિન્દુથી ખરડાયેલા માર્ગના રજકણોની વાસથી શ્ધાર્તા માંસભક્ષિણી શિયાણી બચ્ચાંઓ સાથે ત્યાં આવી. તે લેહીથી ખરડાયેલાં મુનિનાં ચરણો ચાંટતાં ચાટતાં, મુનિના શરીરનું પણ ભક્ષણ કરવા લાગી. ચામડીનું આવરણ તૂટવા લાગ્યું. માંસ, મેદ અને મજજાના સ્વાદથી લુબ્ધ શિયાલ પીઠનાં હાડકાં, પડખાનાં હાડકાં અને મતકની ખોપરીને પણ ચાટવા લાગી. તેનાં બચ્ચાંઓએ પણ ભેગાં મળીને પહેલા પહેરમાં મુનિને પગ, બીજા પહેરમાં જંઘા, ત્રીજા પહેરમાં પેટ અને ચોથા પહેરમાં ઉપરના ભાગના માંસનું ભક્ષણ કર્યું. ફક્ત તેના અસ્તિત્વને જણાવનાર હાડપિંજર માત્ર બાકી રહ્યું. ભેદજ્ઞાનની ઉત્તરોત્તર ચડતી ભાવનાની શ્રેણીઓ અવન્તિસુકમાલ મુનિને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા. અત્યંત ધર્યપૂર્વક વેદનાને સહન કરીને મુનિ અવન્તિસુકમાલ કાળધર્મ પામી નલિન ગુમ વિમાનમાં પહોંચી ગયા. દેવતાઓએ આવી તેમને મૃત્યુમહત્સવ ઊજ. આ બાજુ અવન્તિસુકુમાલની પત્ની એ આર્ય સુહસ્તિસૂરિની પર્યાદામાં તેમને નહીં જેવાથી પૂછયું કે, “ભગવન્! મારા પતિ કયાં છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનોપગથી જાણી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પુત્રવધૂ દ્વારા પિતાના પુત્રનો સ્વર્ગવાસ સાંભળી ભદ્રામાતા પાગલની જેમ દેડતાં સ્મશાનભૂમિમાં પહોંચ્યાં. ત્યાં પુત્રનું હાડપિંજર જે અત્યંત વિલાપ કરતાં કહેવા લાગ્યાં કે, “હે પુત્ર! તમે સંસારને છોડ્યો. માની મમતા તથા પત્નીઓના મોહપાશને તોડી તેમ જ પ્રવ્રજિત બની એક અહોરાત્રિની સાધના કરી પ્રાણોને પણ ત્યાગ કર્યો? શું આ રાત્રિ જ તમારા માટે કલ્યાણકારિણી બની? પરિવાથી નિર્મોહી બની શું ધર્મ ગુરુથી પણ નિર્મોહી બની ગયા? મુનિ અવસ્થામાં એક વાર મારા આંગણામાં આવી ઘરની પવિત્રતા પણ કેમ ન કરી?” પુત્રના અગ્નિસંસ્કારની સાથે ભદ્રાના મનમાં જ્ઞાનનું તેજ ફેલાયું. ભદ્રાની પુત્રવધૂઓને પણ વૈરાગ્ય થયે. એક ગર્ભવતી વધૂને મૂકી સમગ્ર પરિવારે આર્ય સુહસ્તિસૂરિ પાસે દીક્ષા લીધી. અવંતિસુકમાલના પુત્ર પિતાની સ્મૃતિમાં તેમના દેહાવસાનના સ્થાન પર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથજીનું જૈનમંદિર બંધાવ્યું, જે આજે મહાકાલના નામથી પ્રસિદ્ધ છે. આર્ય સુહસ્તિસૂરિના શાસનકાળ પછી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા શરૂ થઈ. તેઓ અને પૂર્વેને યુગપ્રધાન આચાર્યો ગણનાયક અને વાચનાચાર્ય પણ હતા. તેઓ ગણની તથા સંઘની સાર-સંભાળ લેતા તેમ જ શિષ્યને આગમવાચનાપૂર્વક પઠન-પાઠન પણ કરાવતા. પછીના આચાર્યોમાં કાળબળે આ સામર્થ્ય ન રહ્યું. આથી ચારિત્રરક્ષાનું કાર્ય અને મૃત-જ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું – જ્યારે યુગપ્રધાનાચાર્યની પરંપરા એક પછી એક ચાલુ રહી. એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્ય માં સુગપ્રધાનનાં લક્ષણો પ્રગટે અને તે ત્યારથી યુગપ્રધાન બને. આમ, ગણાચાર્ય, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય–એવી ત્રણ શ્રમણપરંપરા ત્યાર પછી શરૂ થઈ. તેમાં ગણનું ઉત્તરદાયિત્વ સંભાળનાર ગણાચાર્ય, આગમવાચના આપનાર વાચનાચાર્ય તેમ જ પ્રભાત્પિાદક સર્વજનહિતકારી અધ્યાત્મપ્રવૃત્તિઓ દ્વારા યુગચેતનાનો દિશાબેધ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ 122 શાસનપ્રભાવક કરનાર યુગપ્રધાનાચાર્ય કહેવાયા. ગણાચાર્યને સંબંધ પિતપોતાના ગણ સાથે હોય છે, વાચનાચાર્ય ભિન્ન ગણવાળાને પણ વાચના આપે છે. યુગપ્રધાનાચાર્યનું કાર્યક્ષેત્ર સાર્વભૌમ હોય છે. જેનજેનેતર સર્વ લેકે તેમનાથી લાભ પામે છે. આર્ય સુહસ્તિસૂરિના શિષ્યસમુદાય આર્ય મહાગિરિ કરતાં વિશાળ હતા. કલ્પસૂત્રમાં આર્ય સુહસ્તિસૂરિના મુખ્ય 12 શિષ્યને ઉલ્લેખ છે : (1) આર્ય રહણ, (2) યશભદ્ર, (3) મેઘગણિ (ગુણસુંદરસૂરિ), (4) કામધિંગણિ, (5) સુસ્થિત, (6) સુપ્રતિબદ્ધ, (7) રક્ષિત, (8) રેહશુપ્ત, (9) ત્રાષિગુપ્ત, (10) શ્રીગુપ્ત, (11) બ્રહ્મગણી અને (12) સમગણી. તેમાં સ્થવિર આર્ય રહણથી ઉહેગણ, યશોભદ્રથી ઉડુવાડિયગ, કામગિણિથી વેશવાડિયગણ, સ્થતિ -સુપ્રતિબદ્ધથી કેટિગણ, ત્રાષિગુપ્તસૂરિથી માનવગણ અને શ્રી ગુપ્તસૂરિથી ચારણગણને વિકાસ થયે. આર્ય સુહસ્તિસૂરિ દશ પૂર્વધર, ધર્મધુરાના સમર્થ સંવાહક અને પ્રભાવશાળી આચાર્ય હતા. તેમના શાસનકાળમાં જૈનધર્મને ઘણે પ્રસાર થયો હતો. આર્ય સુહતિ 23 વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા. તેમના 77 વર્ષના ચારિત્રપર્યાયમાં 46 વર્ષ યુગપ્રધાનપદથી અલંકૃત રહ્યા. તેઓની પૂર્વેના યુગપ્રધાનેમાં તેમને ચારિત્રપર્યાય સૌથી વધુ–૭૭ વર્ષને હતો. આર્ય મહાગિરિની જેમ તેમનું આયુષ્ય 100 વર્ષનું હતું. આર્ય સુહસ્તિસૂરિ વીરનિર્વાણ સં. ર૯૧માં ઉજજૈનમાં રવર્ગવાસ પામ્યા. ઉપકેશગચ્છીય, ઓસવાલ વંશની સ્થાપના કરનારા મહાન પ્રભાવશાળી આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ શ્રી રત્નપ્રભસૂરિ મહાન પ્રભાવશાળી અને વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા. તેમણે એસિયાંનગરમાં ઓસવાલ વંશની સ્થાપના કરી હતી. તેમના પુણ્યપ્રભાવે 1,80,000 નવા જેને બન્યા હતા. ભથવાન પાર્શ્વનાથના શ્રી કેશીગણધર પિતાના સંશનું સમાધાન શ્રી ગૌતમસ્વામી પાસેથી મેળવી, પિતાના શિષ્ય સાથે ભગવાન મહાવીરના શાસનમાં દાખલ થતાં, તેમને એ શ્રમણસંઘ “પાર્થાપત્ય” તરીકે પ્રસિદ્ધિ પામે. વળી, તે “ઉપકેશગચ્છ”થી પણ ઓળખાય છે. શ્રી રત્નપ્રભસૂરિ એ જ શ્રમણ પરંપરામાં વીરનિર્વાણની પ્રથમ સદીમાં થઈ ગયા. તેમના ગુરુ શ્રી સ્વયંપ્રભસૂરિ હતા. શ્રી રત્નપ્રભસૂરિનું પૂર્વનામ મણિરત્ન કિંવા રત્નચૂડ હતું. તેઓ વિદ્યાના રાજા હતા. એક દિવસ ભિન્નમાલ જતાં, ત્યાં શ્રી સ્વયંપ્રભસૂરિને ઉપદેશ સાંભળી, પોતાના પુત્રને રાજ્ય પી, 500 વિદ્યાધરે સાથે તેમણે દીક્ષા લીધી હતી. વીરનિર્વાણ સં. પર માં આચાર્યપદ પામી શ્રી રત્નપ્રભસૂરિ નામે જાહેર થયા હતા. 2010_04