________________
૧૧૮
શાસનપ્રભાવક જ દશપૂર્વની શ્રતસંપદાના ધારક હતા. આ મહાગિરિ ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા હતા. તેમનો દીક્ષા પર્યાય દીર્ઘ એ ૭૦ વર્ષને હતો, તેમાં ૩૦ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા. તેઓ સંપૂર્ણ ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, દશાણ (માલવ) દેશમાં આવેલ ગજેન્દ્રપક્રતીર્થમાં વીરનિર્વાણ સં. ૨૪ષમાં સ્વર્ગવાસ પામ્યા.
પૂર્વના યુગપ્રધાનેમાં સૌથી વધુ દીક્ષા પર્યાયી, સારાયે ભારતવર્ષમાં જૈનધર્મ પ્રવર્તાવનાર અને મહારાજા સંપત્તિને પ્રતિબધી લાખે જિનમંદિરે–
જિનપ્રતિમાઓનું નિર્માણ કરનારા આચાર્યશ્રી આર્ય સહસ્તિસૂરિજી મહારાજ
જિનકલ્પતુલ્ય સાધના કરનાર આર્ય મહાગિરિના લઘુ ગુરુબંધુ આર્ય સુહસ્તિસૂરિ શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શ્રી સુધર્માસ્વામીજીની પાટે દસમા પટ્ટધર હતા. તેમણે મૌર્યવંશી સમ્રાટ સંપ્રતિને જૈનધર્મી બનાવી મહાન શાસનપ્રભાવના કરી હતી.
આર્ય સુહતિના દીક્ષાગુરુ આચાર્ય સ્થૂલિભદ્રજી હતા. તેમને પિતાના ગુરુના સાનિધ્યમાં રહેવાને અવસર ઘણે ઓછો મળ્યો હતો. તેથી આર્ય સુહસ્તિએ ૧૧ અંગશા તથા ૧૦ પૂર્વેને મોટા ભાગને અભ્યાસ આર્ય મહાગિરિજી પાસે કર્યો હતે.
આર્ય સુહસ્તિને જન્મ વસિષ્ઠ ગોત્રમાં વનિર્વાણ સં. ૧૯૦ માં થયો હતો. આર્ય મહાગિરિની જેમ તેમનું બાલ્યવયે લાલનપાલન આર્યા સાધ્વી યક્ષાએ કર્યું હતું. આયા યક્ષા દ્વારા તેમને સુંદર સંસ્કાર મળ્યા હતા. આચાર્ય શૂલિભદ્રે તેમને વીરનિર્વાણ સં. ૨૧૪ માં મુનિદીક્ષા આપી. એ પછીના વર્ષમાં જ આચાર્ય શૂલિભદ્રને સ્વર્ગવાસ થયે. આથી આર્ય સુહસ્તિનું અધ્યયન આર્ય મહાગિરિ પાસે થયું હતું. આર્ય મહાગિરિ દશ પૂર્વધર હતા. આર્ય સુહસ્તિએ તેમની પાસે ૧૧ અંગો અને ૧૦ પૂર્વોનું સંપૂર્ણ શાસ્ત્રાધ્યયન કર્યું હતું. શ્રમણસંઘનું સંચાલનકાર્ય આર્ય સુહસ્તિ આર્ય મહાગિરિના જિનકપતુલ્ય સાધના દરમિયાન, તેમના આદેશથી તેમની વિદ્યમાનતામાં જ કરતા હતા. પરંતુ યુગપ્રધાનપદનું ઉત્તરદાયિત્વ આર્ય મહાગિરિના સ્વર્ગવાસ પછી જ વીરનિર્માણ સં. ર૪૫ માં સંભાળ્યું.
તે સમયમાં જેનધર્મનો પ્રસાર અને પ્રભાવ ફેલાવવામાં આર્ય સુહસ્તિને વિશિષ્ટ ફાળે હતું. સમ્રાટ સંપ્રતિનું આ ધર્મપ્રસારના કાર્યમાં અદ્દભુત યોગદાન હતું. આચાર્ય સુહસ્તિસૂરિને સમ્રાટ સંપ્રતિનો વેગ મળે તેની પાછળ એક બોધદાયક ઘટના છે. આર્ય સુહસ્તિસૂરિ એક વખત કૌશામ્બીમાં પધાર્યા. તે વખતે કૌશામ્બીમાં ભયંકર દુષ્કાળની સ્થિતિ પ્રવર્તતી હતી. જનતા દુષ્કાળના કારમાં કેપથી પીડિત હતી. સાધારણ મનુષ્ય માટે પેટ પૂરતા ભેજનની વાત દુર્લભ બની ગઈ હતી; મુનિએ તરફની ભક્તિના કારણે લેકે તેમને હજી ભિક્ષા આપતા હતા. એક વાર આર્ય સુહસ્તિના શિષ્ય ભિક્ષા માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તેમની પાછળ એક ક્ષુધાતુર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org