________________
શ્રમણભગવંત
ગયા. સુકોમલ મુનિનાં ચરણમાંથી ટપતાં રક્તબિન્દુથી ખરડાયેલા માર્ગના રજકણોની વાસથી શ્ધાર્તા માંસભક્ષિણી શિયાણી બચ્ચાંઓ સાથે ત્યાં આવી. તે લેહીથી ખરડાયેલાં મુનિનાં ચરણો ચાંટતાં ચાટતાં, મુનિના શરીરનું પણ ભક્ષણ કરવા લાગી. ચામડીનું આવરણ તૂટવા લાગ્યું. માંસ, મેદ અને મજજાના સ્વાદથી લુબ્ધ શિયાલ પીઠનાં હાડકાં, પડખાનાં હાડકાં અને મતકની ખોપરીને પણ ચાટવા લાગી. તેનાં બચ્ચાંઓએ પણ ભેગાં મળીને પહેલા પહેરમાં મુનિને પગ, બીજા પહેરમાં જંઘા, ત્રીજા પહેરમાં પેટ અને ચોથા પહેરમાં ઉપરના ભાગના માંસનું ભક્ષણ કર્યું. ફક્ત તેના અસ્તિત્વને જણાવનાર હાડપિંજર માત્ર બાકી રહ્યું. ભેદજ્ઞાનની ઉત્તરોત્તર ચડતી ભાવનાની શ્રેણીઓ અવન્તિસુકમાલ મુનિને પિતાના લક્ષ્ય સુધી પહોંચાડી દીધા. અત્યંત ધર્યપૂર્વક વેદનાને સહન કરીને મુનિ અવન્તિસુકમાલ કાળધર્મ પામી નલિન ગુમ વિમાનમાં પહોંચી ગયા. દેવતાઓએ આવી તેમને મૃત્યુમહત્સવ ઊજ.
આ બાજુ અવન્તિસુકુમાલની પત્ની એ આર્ય સુહસ્તિસૂરિની પર્યાદામાં તેમને નહીં જેવાથી પૂછયું કે, “ભગવન્! મારા પતિ કયાં છે?” આર્ય સુહસ્તિસૂરિએ જ્ઞાનોપગથી જાણી સર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યું. પુત્રવધૂ દ્વારા પિતાના પુત્રનો સ્વર્ગવાસ સાંભળી ભદ્રામાતા પાગલની જેમ દેડતાં સ્મશાનભૂમિમાં પહોંચ્યાં. ત્યાં પુત્રનું હાડપિંજર જે અત્યંત વિલાપ કરતાં કહેવા લાગ્યાં કે, “હે પુત્ર! તમે સંસારને છોડ્યો. માની મમતા તથા પત્નીઓના મોહપાશને તોડી તેમ જ પ્રવ્રજિત બની એક અહોરાત્રિની સાધના કરી પ્રાણોને પણ ત્યાગ કર્યો? શું આ રાત્રિ જ તમારા માટે કલ્યાણકારિણી બની? પરિવાથી નિર્મોહી બની શું ધર્મ ગુરુથી પણ નિર્મોહી બની ગયા? મુનિ અવસ્થામાં એક વાર મારા આંગણામાં આવી ઘરની પવિત્રતા પણ કેમ ન કરી?”
પુત્રના અગ્નિસંસ્કારની સાથે ભદ્રાના મનમાં જ્ઞાનનું તેજ ફેલાયું. ભદ્રાની પુત્રવધૂઓને પણ વૈરાગ્ય થયે. એક ગર્ભવતી વધૂને મૂકી સમગ્ર પરિવારે આર્ય સુહસ્તિસૂરિ પાસે દીક્ષા લીધી. અવંતિસુકમાલના પુત્ર પિતાની સ્મૃતિમાં તેમના દેહાવસાનના સ્થાન પર ઉજજૈનમાં અવંતિપાર્શ્વનાથજીનું જૈનમંદિર બંધાવ્યું, જે આજે મહાકાલના નામથી પ્રસિદ્ધ છે.
આર્ય સુહસ્તિસૂરિના શાસનકાળ પછી ત્રણ પ્રકારની શ્રમણપરંપરા શરૂ થઈ. તેઓ અને પૂર્વેને યુગપ્રધાન આચાર્યો ગણનાયક અને વાચનાચાર્ય પણ હતા. તેઓ ગણની તથા સંઘની સાર-સંભાળ લેતા તેમ જ શિષ્યને આગમવાચનાપૂર્વક પઠન-પાઠન પણ કરાવતા. પછીના આચાર્યોમાં કાળબળે આ સામર્થ્ય ન રહ્યું. આથી ચારિત્રરક્ષાનું કાર્ય અને મૃત-જ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું – જ્યારે યુગપ્રધાનાચાર્યની પરંપરા એક પછી એક ચાલુ રહી. એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્ય માં સુગપ્રધાનનાં લક્ષણો પ્રગટે અને તે ત્યારથી યુગપ્રધાન બને. આમ, ગણાચાર્ય, વાચનાચાર્ય અને યુગપ્રધાનાચાર્ય–એવી ત્રણ શ્રમણપરંપરા ત્યાર પછી શરૂ થઈ. તેમાં ગણનું ઉત્તરદાયિત્વ સંભાળનાર ગણાચાર્ય, આગમવાચના આપનાર વાચનાચાર્ય તેમ જ પ્રભાત્પિાદક સર્વજનહિતકારી અધ્યાત્મપ્રવૃત્તિઓ દ્વારા યુગચેતનાનો દિશાબેધ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org