Book Title: Sthulibhadra Vishayak Tran Fagu kavyo
Author(s): Jayant Kothari
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ સ્થૂલિભદ્રવિષચક ત્રણ ફાઝુકાવ્યો : ૧૪૯ રાગીમાંથી વિરાગી બને છે; નેમિનાથને રાગયુક્ત જીવન જીવવાનો અવસર આવતો નથી. સ્થૂલિભદ્રને રાગભરી કોશાનો સામનો કરવો પડે છે; આવો સામનો નેમિનાથને કરવો પડતો નથી. રાજુલને નેમિનાથ પ્રત્યે એકનિષ્ઠ—કદાચ ભક્તિભાવની હદે પહોંચતો—સ્નેહ છે પણ એનામા કોશાના જેવી પ્રગલ્ભતા, વિદગ્ધતા, તરવરાટ કે આવેગ નથી. ઉપરાંત, સ્થૂલિભદ્રનૃત્તાંતને એના પિતાનાં જીવનની અદ્ભુત, રસિક અને રોમાંચક પ્રસંગોની ભૂમિકા પણ મળી રહે છે. આમ વૃત્તાન્તના જુદા જુદા અંશને ઉઠાવ આપીને રચનાવૈવિષ્ય દર્શાવી શકાય. એવી સામગ્રી સ્થૂલિભદ્રવૃત્તાંતમાં રહેલી છે. થયું છે પણ એવું જ. મધ્યકાલીન ગુજરાતીનાં સ્થૂલિભદ્રવિષયક કાવ્યોમાં કેટલું બધું સ્વરૂપવૈવિધ્ય દેખાય છે! એમાં કોશાના ઉદ્ગારો રૂપે નાનકડાં ઊર્મિગીતો છે, સ્થૂલિભદ્રની પ્રશસ્તિરૂપ, કે વૈરાગ્યબોધની સજ્ઝાય છે, કોશાના વિપ્રલંભશૃંગારના વર્ણનનાં બારમાસી કાવ્ય અને નવસ કાવ્યો છે, ઈષત્ કથાતંતુનો ઉપયોગ કરતાં કાણુઓ અને શીયળવેલીઓ છે તથા વિસ્તૃત કથાપ્રપંચવાળા રાસ પણ છે. એક જ વસ્તુને અનેક કવિઓ હાથમાં લે ત્યારે દરેક કવિની નજર એ વસ્તુનાં ક્યાં બિંદુઓ પર ઠરે છે અને એને એ કેવી રીતે વિકસાવે છે એનું સમાંતર અવલોકન કરવું રસપ્રદ થઈ પડે. પણ પ્રતિનિધિરૂપ કૃતિઓ પ્રગટ ન થઈ હોય ત્યાંસુધી આવું અવલોકન અધૂરું જ રહે. તેથી આપણે અહીં નામે એક જ કાવ્યપ્રકારની, પણ રચનાનું વિલક્ષણ વૈવિધ્ય દર્શાવતી ત્રણ જ કૃતિઓનું તુલનાત્મક નિરીક્ષણ કરીશું. એ ત્રણ કૃતિઓ છે : (૧) જિનપદ્મસૂરિકૃત સ્થૂલિભદ્ર ફાગુ ( સં૦ ૧૩૯૦-૧૪૦૦), (૨) જયવંતસ્ કૃિત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ (સં૦ ૧૬૧૪ આસપાસ), (૩) માલદેવકૃત સ્થૂલિભદ્ર ફાગ ( વિક્રમના ૧૭મા શતકનો પૂર્વાર્ધ).૩ ૩ ફાગુને આપણે વૃત્તાન્તનો સ્વલ્પ આધાર લઈ પ્રકૃતિની—ખાસ કરીને વસંતઋતુની—ભૂમિકામાં માનવપ્રણયનું આલેખન કરનાર કાવ્યપ્રકાર કહી શકીએ. આ વ્યાખ્યામાં ન આવી શકે એવી ‘ફાગુ ’ નામની સંખ્યાબંધ કૃતિઓ મળતી હોવા છતાં, શિષ્ટ નમૂનારૂપ ફ્રાઝુકાવ્યોનું આંતરસ્વરૂપ આ વ્યાખ્યાની નિકટનું હોય છે એમ જરૂર કહી શકાય. જૈન ફ્રાણુઓ, આ વ્યાખ્યાની અંદર રહીને કે બહાર જઈ ને પણ, કેટલીક આગવી લાક્ષણિકતાઓ ઉપજાવે છે એ નોંધવા જેવી છે. એક તો, જૈન ફ્રાણુઓનો અંતિમ ઉદ્દેશ, એમાં રતિનું આલેખન કેટલીકવાર તો ઘેરા રંગે થતું હોવા છતાં, આપણને વિરતિ તરફ લઈ જવાનો હોય છે. આથી જૈન કાણુઓ શુદ્ધ શૃંગારકાવ્યો ખની શકતાં નથી. કાવ્યનો વિષય કે એમાંની ઘટના જ સંયમધર્મની બોધક હોય છે, જેમ અહીં સ્થૂલિભદ્રનું ચરિત્ર સંયમધર્મનું બોધક છે. છતાં જિનપદ્મસૂરિ જેવા સ્થૂલિભદ્રના કામવિજયની સંક્ષેપમાં પ્રશસ્તિ કરી, કે એને મુખે સંયમધર્મનો મહિમા પ્રગટ કરી અટકી જાય છે; ત્યારે માલદેવ જેવા ‘નારીસંગતિ ટાળો ' એવો સીધો ઉપદેશ આપવા સુધી પણ પહોંચી જાય છે. તો વળી જ્યવંતસૂરિ જેવા આ બાબતમાં અત્યંત નોંધપાત્ર રીતે જુદા તરી આવે છે. એમનું કાવ્ય સ્થૂલિભદ્ર—કોશાના મિલન આગળ અટકી જાય છે એટલે કામવિજય દર્શાવવા સુધી તો એ જુઓ, ‘“ જૈન ગૂ ર્જર કવિઓ ’’ ભા૦ ૧, ૨, ૩માં પાછળ કૃતિઓની સૂચિમાં. એ માહિતી જોકે અપૂરતી અને અશુદ્ધ પણ છે. ૩ ત્રણે કાવ્યો ‘ પ્રાચીન ક઼ાણુ સંગ્રહ ’(સંપા॰ ડૉ॰ ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ)માં ક્રમાંક (૧), (૨૬), (૨૮)થી છપાયેલાં છે, અહીં એ સંપાદનનો જ, પાઠાંતરો સાથે, ઉપયોગ કર્યો છે. અનુવાદ કયાંક મુક્ત પણ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13