Book Title: Sthulibhadra Vishayak Tran Fagu kavyo
Author(s): Jayant Kothari
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 13
________________ સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો H 159 વિરહિણીના હૃદયના અટપટા આંતરપ્રવાહોને કવિ કેવી ઝીણવટથી ઝીલી શક્યા છે! અવસ્થા માત્ર વિરહની, છતાં ભાવસૃષ્ટિ કેવી સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે! આ ભાવસૃષ્ટિના બોધક અનુભાવો પણ કવિએ ઝીણી નજરથી જોયા છે અને આપણી સમક્ષ મૂકયા છે. એમાં વિરહની મૂક વેદનાથી માંડીને એની કાળઝાળ પીડા સુધીની સ્થિતિને વ્યક્ત કરે એવા અનુભાવો છે. એ ગોરી ક્ષણમાં આંગણે તો ક્ષણમાં ઓરડે ઊભી રહે છે; કયારેક રડ્યા કરે છે; એની આંખ ઉજાગરે રાતી છે; ચંદન, ચંદ્ર કે વીંઝણો એના તાપને બુઝાવી શકતા નથી; શમ્યા તો જાણે અગ્નિ, કાંટા, કૌચાં કે લોઢાની બનેલી હોય, ચીર જાણે શરીરને ચીરી રહ્યાં હોય, સાંકળા જાણે જંજીર સમાન હોય એવું લાગે છે; રાત્રે યૌવનમંજરી મહેકી ઊઠે છે, પણ એ તો નિસાસાઓથી પોતાની કાયાને બાળી રહી છે (યૌવનમંજરીનું મહેકવું અને નિસાસાથી કાયાને બાળવી–કેવી ક્રૂર વિધિવક્તા !); શરીર પાંડુર અને પિંજર જેવું બની ગયું છે. ભૂખ, તરસ, નિદ્રા, દેહની સાનભાન બધું પ્રિયતમને આપી દીધું છે ! પ્રિયતમ મળવાનો ન જ હોય તો આ બધા સહનતપનનો શો અર્થ? પણ ના, કોશા કહે છે: ડિલ ઉપર દુઃખ વહોરી લઈને, વહાલા, હું તને મળીશ.૨૨ આ નિશ્ચય અને એની પાછળ રહેલી આંતરપ્રતીતિ અંતે ફળે છે અને ભલે નિવેશે પણ, સ્થૂલિભદ્ર કોશાને આવાસે આવે છે. એને જોઈને કોશાના હૃદયકમલનો વિકાસ થાય છે અને વનરાજિ જેમ મધુમાસને, તેમ કોશા પોતાના કંથને પામીને અધિક ઉલ્લાસવંત બને છે. સાચું શુદ્ધ કવિત્વ અન્ય પ્રયોજનોને પોતાની પાસેથી કેવાં હડસેલી મૂકે છે એનું આ કાવ્ય એક સુંદર ઉદાહરણ છે. જયવંતરિ જેવા સાચા કવિને શોધીને બહાર લાવવાનો સમય હવે પાકી ગયો છે. એમના સ્થલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ અને જિનપદ્રસૂરિના ધૂલિભદ્ર ફાગુ જેવાં આપણી કલ્પનાજીભમાં સ્વાદ મૂકી જાય એવાં પાંચપચીસ કાવ્યો મળે તો યે વિપુલ જૈનસાહિત્ય ફંફોસ્યાનો શ્રમ સાર્થક થઈ જાય. 22 ડિલ ઉપર દુખ આગમી વાહલા તુઝ મિલેસિ. 35. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13