Book Title: Sthulibhadra Vishayak Tran Fagu kavyo Author(s): Jayant Kothari Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 8
________________ ૧૫૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ સ્વસ્થ પ્રેમની વ્યર્થતાનું દુઃખ કેવું અસાધારણ હોય ! કોશાના ઉદ્ગારોમાં દષ્ટાંતપરંપરા યોજીને કવિએ એના અનુરાગને અને એ અનુરાગની વ્યર્થતાના દુઃખને કેવી સચોટ અભિવ્યક્તિ આપી છે !– એકાંગી સ્નેહથી કંઈ રંગ જામે નહિ, દીવાના ચિત્તમાં સ્નેહ નહિ અને પતંગ બળી બળીને મરે.’ મૂર્ખ મધુકરે એકપક્ષી સ્નેહ કર્યો, કેતકીના મનમાં નેહ નહિ ને ભ્રમર રસલીન થઈને મર્યો. ચાતક અને ઘનનીરના જેવી એકાંગી પ્રીતિ કોઈ ન કરશો. સારંગ મુખથી પિયુ પિયુ બોલ્યા કરે છે પણ મેધ કંઈ એની પીડા જાણતો નથી.” કોશાની અવસ્થામાં ઘણી ભાવક્ષમતા છે. પણ કથા કરવાની અને સંયમધર્મનો મહિમા ગાવાની ઉતાવળમાં કવિએ આથી વધારે લક્ષ એના તરફ આપ્યું નહિ. કોશા રાજવારાંગના હતી. એનામાં વારાંગનાને સહજ એવું વાણીનું અને વ્યવહારનું ચાતુર્ય હોય. આ કવિ જ, સિંહગુહામુનિ કોશાના સૌન્દર્યથી લુબ્ધ બને છે એ વખતે, કોશાના વ્યક્તિત્વના એ અંશને ઉઠાવ આપે છે. કામાસક્ત મુનિની એ કેવી મશ્કરી ઉડાવે છે-“ધર્મલાભથી અહીં કંઈ કામ થતું નથી; અહીં તો અર્થલાભ જોઈએ.’ પોતાની પ્રીતિને છેહ દેનાર સ્થલિભદ્ર પ્રત્યે આ કોશાએ કંઈ વ્યંગબાણ ફેંક્યાં નહિ હોય ? એને ફોસલાવવાપટાવવાનો પ્રયત્ન નહિ કર્યો હોય પરંતુ આ કવિ તો કોશાના હદયના એક જ ભાવને વ્યક્ત કરીને અટકી ગયા છે. માનવસહજ સંવેદનો કે કોઈ આંતરસંઘર્ષ વંદનીય જૈન સાધુમાં જૈન મુનિ-કવિઓ ન આલેખે એ સમજી શકાય એવી વાત છે. પણ ક્યૂલિભદ્ર તે કેવું સાહસ કરવા નીકળ્યા હતા ! એમની સાહસવૃત્તિને, એમની ખુમારીને, એમની નિશ્ચલતાને મૂર્ત રૂપ આપી શકાય. કોશા પ્રત્યે એમનું હદય સહેજ ભીનું હોય અને એમનામાં સાધુસહજ યા અને કોમળતા પણ હોય. સ્થૂલિભદ્રનું ચરિત્રાલેખન આ રીતે જીવંત બનાવી શકાય. પણ આ કવિની કલ્પના ત્યાંસુધી ગતિ કરી શકતી નથી. કોશાની મોહિનીમાં અડોલ અજેય રહેનાર સ્થલિભદ્રની મૂર્તિ જ એમના ચિત્તમાં વસી છે, અને કોઈપણ પ્રકારના નાટ્યાત્મક રૂપને અભાવે (કવિએ સ્થૂલિભદ્રને જીભ પણ નથી આપી !) સ્થૂલિભદ્ર સાચે જ અહીં એક મૂર્તિ જેવા – પૃતળા જેવા લાગે છે. અવાંતર પ્રયોજનો કાવ્યને પ્રગટ થવામાં કેવાં વિઘરૂપ થતાં હોય છે એનું આ કાવ્ય એક ઉદાહરણ છે. યથાર્થતા, ઔચિત્ય અને પ્રમાણભાન કે સંયમ એ કવિ જિનપદ્યસૂરિના મુખ્ય ગુણો છે. પદાર્થને ચિત્રરૂપે અને પ્રસંગને નાટ્યાત્મક રૂપે કલ્પવાની એમનામાં દષ્ટિ છે અને શબ્દની સૂક્ષ્મ શક્તિ તરફ ૮ એક અંગકઈ નેહરઈ, કછ ન હોવઈ રંગો રે, દીવા કે ચિત્તિમાંહે નહીં, જલ જલિ અરિ પતંગો રે, એક અંગકુ નેહરુ, મુરખિ મધુકર કનુ રે, કેતકી કે મનહીં નહીં, ભમર મરિ રસ-લીણ રે. ૧૦. નેહ એકંગ ન કીજીઈ, જિઉ ચાતક ધન-નીર રે, સારંગ પીઉ પીઉ મુખ બોલિ, મેહ ન જનનઈ પીર રે. ૬૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13