Book Title: Solanki Rajviono Tyag Dharma Author(s): Kanaiyalal Bhashaishankar Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ સોલંકી રાજવીઓનો ત્યાગધર્મ 5 કર્યું હતું. તેણે ધનની, સુખ-વિલાસની અને અનેક સંસારી વસ્તુઓની આસકિત વ્રતગ્રહણ દ્વારા છોડી હતી. તે મૃત્યુ સુધી રાજા રહ્યો પરંતુ તેનું જીવન સંયમવડે શ્રેયમાર્ગનું આરાધક નીવડ્યું હતું એમ જણાઈ આવે છે. - કુમારપાળ પછીના સોલંકી વંશના રાજવીઓમાં ત્યાગધર્મનું આરાધન ઉત્તરોત્તર ઘટતું ચાલ્યું હતું. માંહોમાંહેના સંઘર્ષણથી તેઓ ઘસાવા લાગ્યા હતા અને જીવનકલહમાં દટાઈ રહેવાથી સોલંકી વંશની ઊતરતી કળા આવી હતી. રાજા રાજ્ય કરે, યુદ્ધ કરે, હિંસા કરે, પીડન કરે અને રસથી અનેક પ્રકારનાં સુખો ભાણે; એવો રાજવી વૃદ્ધ થાય, શકિત ઘટે, ઈદ્રિયો શિથિલ બને, વિલાસની તૃપ્તિ અનુભવે અને પછી પુત્રને રાજ્ય સોંપી વાનપ્રસ્થ થાય, તાપસ બને, કિંવા સંન્યાસી બની એકાકી જીવન ગાળે અને છેવટે મૃત્યુ પામે : તે શું બહુ મહત્વની ઘટના છે? પહેલાં પાપ કરવું અને પછી પાપનાં પ્રક્ષાલનનાં સત્કાર્યો કરવાં એ શું દેભાચરણ નથી ? આવા પ્રશ્નો સોલંકી રાજવીઓ પૂરતા ઉપસ્થિત થતા નથી, તે પૂર્વ અને તે પછી થયેલા અનેક રાજવીઓ અને ઈતર વ્યક્તિઓને તે સ્પર્શે છે, કે જેમણે ઉત્તર જીવનમાં વાનપ્રરથ થવાનું કે સંસાર ત્યજી તોય જીવન ગાળવાનું ઈષ્ટ માન્યું હતું. ત્યાગ ત્યારે જ ત્યાગ છે કે જયારે માનવી સિદ્ધિ-સમૃદ્ધિ સંપાદન કરનાર, પરાક્રમી કે વીરશાલી હોય અને એ તરફ આસક્તિ ન રાખતાં તેનો ત્યાગ કરવા તત્પર બને. ત્યાગનું એ ઉચ્ચ બિંદુ છે. અસમર્થ કે અશક્તિમાનનો ત્યાગ તે ત્યાગના નામને યોગ્ય જ લેખાય, તે નિર્વીર્થત્વ કહેવાય. સ્વાભાવિક રીતે રજ-તમ-સવના સંમિશ્રણરૂપ મનુષ્ય જીવનમાં પોતાના તેજને ફુરાવવા લાગે છે. એ ફુરણ દ્વારા કરેલી સિદ્ધિ કે પ્રાપ્ત કરેલી સમૃદ્ધિ પરની તેની આસક્તિ ત્યારે જ છૂટે છે–ઘટે છે–કે જ્યારે તેનો સત્ત્વગુણ ઉદયમાં આવે છે, પ્રિય વસ્તુની પ્રાપ્તિ કરતાં પ્રાપ્ત વસ્તુ પ્રત્યેનો રાગ ઘટે છે અને તેનો ત્યાગ કરવામાં રસ જાગે છે; એ રીતે તેને શ્રેયસનો–આત્મકલ્યાણનો પથ સાંપડે છે. પૂર્વકાળે જે જે રાજવીઓએ—જૈનો કે જૈનેતરોએપરાક્રમો કર્યા છે અને પછી સંસારનો કે સુખસમૃદ્ધિનો ત્યાગ કર્યો છે તે પ્રેમ અને શ્રેયનો સમન્વય છે અને આત્મકલ્યાણ કરાતા એકાંત સંસારત્યાગ કરતાં ઓછો મહત્વનો નથી. I. SCE Tદ જ ISIS . le|lugillllulal | goog છે - IS Aવી |||||||કી w it. 15. I It શંકર = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3