Book Title: Solanki Rajviono Tyag Dharma
Author(s): Kanaiyalal Bhashaishankar
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ સોલંકી રાજવીઓનો ત્યાગધર્મ શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ ગુજરાતમાં રાજ્ય ચલાવી ગયેલા સોલંકી વંશના રાજવીઓનો સમય ગુજરાત માટે સર્વ પ્રકારના વિકાસ તથા આબાદીનો સમય હતો. ધર્મસંસ્કારનું અને વિશેષ કરીને ત્યાગધર્મનું મહત્ત્વ ગુજરાતને એ કાળમાં વિશેષ સમજાયું. એ વંશના કેટલાક રાજવીઓએ તી ત્યાગધર્મને આચરણમાં મૂકીને ગુજરાતના લોકજીવન પર જે સુંદર છાપ પાડી હતી, તે ઈતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાયેલી રહેશે. - આર્યસંસ્કૃતિમાં પરાપૂર્વથી માનવજીવનના પ્રેમ અને શ્રેયની વિચારણા થતી આવી છે. આયોએ જે જે ધર્મો સ્થાપ્યા તેમાં એ વિચારણા મુખ્યતા પ્રવર્તેલી છે અને તેમાંથી જે સંપ્રદાયો નીકળ્યા તેઓએ પણ એ જ વિચારણાપૂર્વક પ્રેય તથા શ્રેય પ્રત્યે તરતમ દૃષ્ટિ દાખવી છે. વૈદિકોની વિચારણાનો જે કાંઈ ઇતિહાસ સાંપડે છે તેમાં એક વાર પ્રયદષ્ટિની વિશેષતા દેખાય છે તો બીજી વાર તેમાંથી શ્રેયદષ્ટિ ઉત્પન્ન થઈ હોય એવું ય માલૂમ પડે છે. વૈદિકોની પૂર્વ શ્રેયદષ્ટિ નહોતી એમ કહી શકાય તેમ નથી. ભારતમાં આવેલા આયોંમાં એવી બે શાખા હતી તેના પુરાવા મળે છે. પ્રેયદૃષ્ટિમાંથી બહુધા ઐશ્વર્યવાદ અને દેવોપાસનાવાદ વિકસ્યો છે અને શ્રેયદૃષ્ટિમાંથી આત્મકલ્યાણસાધના અથવા ત્યાગવાદ વિકસ્યો છે. એ ત્યાગવાદનું બીજ જૈન ધર્મમાં રહેલું છે. બૌદ્ધ ધર્મમાં પણ તે જ છે. પૌરાણિક વૈદિક માર્ગમાં દેવોપાસનાનું બીજ રહેલું છે. બેઉનાં આત્યંતિક સ્વરૂપો જ્યારે જ્યારે સમાજના સમધારણમાં ગૂંચવણ ઉત્પન્ન કરનારાં લાગ્યાં છે, ત્યારે ત્યારે બેઉનો સમન્વય કરનારા માગો યોજાયા છે. વૈદિક ધર્મમાં એ સમન્વયને પ્રબોધનારાં ઉપનિષદો છે. જૈન ધર્મ ત્યાગમાર્ગમાં દઢ રહ્યો છે, પણ તેના આત્યંતિક સ્વરૂપે તેના આરાધકોને ઓછા કરી નાખ્યા છે, અને એવો કાળ આવી રહ્યો છે કે જયારે આત્મકલ્યાણરૂપ શ્રેયની સાથે સંસારના તથા સમાજના હિતરૂપ પ્રેયની આરાધનાને વિસારી મૂકવાનું પાલવશે નહિ.” ગુજરાતમાં રાજ્ય કરી ગયેલા સોલંકી રાજવીઓએ રાજશાસન ચલાવવા છતાં ત્યાગધર્મના અવલંબનનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડયું છે. એમ તો મગધમાંથી પણ એવા જ દૃષ્ટાંતો મળે છે, પણ તે ઐતિહાસિક કરતાં પૌરાણિક વિશેષ છે. સોલંકીવંશના રાજવીઓની ત્યાગધર્મની આરાધનાના પુરાવા ઈતિહાસમાંથી સારી પેઠે ઉપલબ્ધ થાય છે. ' ' . . - એ સોલંકી રાજવીઓનો આદિ પુરુષ મૂળરાજ હતો. મૂળરાજે ચાવડા વંશના પોતાના મામાનું રાજ્ય પડાવી લીધું હતું. તેનામાં જાણે પોતાના પૂર્વજોના પ્રદેશ કાન્યકુન્જના ઋષિઓના જીવનસંસ્કાર ઊતર્યા હોય તેમ તેણે રાજશાસન ચલાવવાની સાથે સંસારત્યાગી તાપસી, ઋષિઓ, બ્રહ્મચારીઓની સંપર્કસાધના કર્યા કરી હતી. તે શિવધર્મ પાળતો અને જૈન ધર્મને સારું માન આપતો પ્રજાને સંસ્કારદાન કરવાનું તેનું મોટામાં મોટું કાર્ય એ હતું કે તેણે ઉત્તર પ્રદેશમાંથી ઋષિઓને-બ્રાહ્મણોને નિમંત્રી, તેમને ભૂમિ, ધન અને પશુઓનું દાન કરી, નાનામોટા શિવાલયો બંધાવી, ગુજરાત-સૌરાષ્ટ્રમાં જ્ઞાન- સંસ્કારની પરબો સ્થાપી હતી. એ કાર્ય પાછળ તેણે પુષ્કળ ધન વાપર્યું હતું. તે કાળનાં મન્દિરો તથા તાપસીના આશ્રમ સંસ્કારધામો તથા ગુરુકુળો સમાં હતાં. મૂળરાજે દાનશાળાઓ સ્થાપીને રાજ્યમાં દાનવ્યવસ્થાનો અધિકારી પણ નીમ્યો હતો. તેનાં કેટલાંક દાનપત્રો ઉપલબ્ધ થયાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3