Book Title: Solanki Rajviono Tyag Dharma Author(s): Kanaiyalal Bhashaishankar Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 2
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ મૂળરાજે અનેક પરાક્રમો કરીને રાજય જમાવ્યું હતું, તેમ રાજ્યનું ધન પ્રજાના પ્રેય-શ્રેયને માટે વાપરીને સમૃદ્ધિત્યાગનું દૃષ્ટાંત પોતાના વંશજોને માટે મૂક્યું હતું. એટલું કર્યા પછી વૃદ્ધ વયે તેણે રાજયનો ત્યાગ કરી. શ્રીસ્થળમાં સંન્યાસી તરીકે રહી પ્રભુભક્તિમાં છેવટનાં વષ ગાળ્યાં હતાં. મૂળરાજની પછી ગુર્જરેશ્વરની ગાદી પર જે જે સોલંકી વંશના રાજપુરુષો આવ્યા તેઓમાં ત્યાગધર્મની આરાધના કેટલાક કાળ સુધી જાણે સ્વાભાવિક બની હોય તેમ ચાલુ રહી. તેની પછી ચામુડ ગુર્જરેશ્વર થયો. તે શિવ ધર્મ પાળતો, છતાં એક જૈન આચાર્યને તેણે ગુરુપદે સ્થાપી તેમના ઉપદેશનો લાભ લીધો હતો. તેણે ચાળીસેક વર્ષની વયે ગાદીએ બેસી ૧૩ વર્ષ રાજ્ય કરી રાજાપદનો ત્યાગ કર્યો હતો, એટલે તેના પુત્ર વલ્લભરાજને ગાદી પર બેસાડવામાં આવ્યો હતો. ચામુણમાં કામલોલુપતા વિશેષ હતી, એટલે પોતાની બહેનના આગ્રહથી તેણે ઈદ્રિયદમન માટે સંન્યરત લીધું હતું એમ ઈતિહાસ પરથી જણાય છે. સંન્યાસી વેશે કાશીની યાત્રાએ જતાં માળવાના પરમાર રાજાએ તેની પજવણી કરી હતી તેથી તે પાછો ફર્યો હતો, અને તેના પુત્રોએ માલવનરેશને હરાવ્યા પછી તેનો યાત્રામાર્ગ મુક્ત થયો હતો. પરંતુ ત્યાર પછી ચામુડ વધુ જીવ્યો નહિ. તેણે શુકલતીર્થમાં તપસ્યા કરતાં દેહત્યાગ કર્યો હતો. ચામુડની પછી, વલભરાજના ઓચિંતા મૃત્યુથી, દુર્લભરાજ ગુર્જરેશ્વર થયો. તેણે લોકોપયોગ માટે દુર્લભ સરોવર બંધાવેલું જેને નવો ઘાટ આપી સિદ્ધરાજે “સહસ્ત્રલિંગ તૈયાર કરાવેલું. દુર્લભરાજે પોતાના ભાઈનાગરાજના પુત્ર ભીમદેવને રાજસિંહાસન પર સ્થાપિત કરીને સંન્યાસ અંગીકાર્યો હતો. ભીમદેવ પ્રતાપી ગુર્જરેશ્વરોમાંનો એક હતો. તેના સમયમાં મહમુદ ગઝનવીએ તોડેલું સોમનાથનું શિવાલય તેણે ફરી બંધાવ્યું હતું. તેણે માળવા સાથે લડીને યશવિસ્તાર કર્યો હતો અને રાજયવિસ્તાર પણ ક્યો હતો. મંદિરો બાંધવામાં, દાનો આપવામાં તેણે દ્રવ્યનો ઉપયોગ સારી પેઠે કર્યો હતો. વૃદ્ધાવસ્થા થતાં તેણે તાપસ જીવન અંગીકારવાનો નિશ્ચય કર્યો અને તે પૂર્વે મોટા પુત્ર ક્ષેમરાજનો રાજ્યાભિષેક કરવાનો તેનો મનોભાવ હતો, પરંતુ ક્ષેમરાજ તો જવાન વયથી તાપસ જીવનનો અનુરાગી હતો. તેણે રાજ્ય લેવાની ના કહી અને ગૃહત્યાગ કરી દધિસ્થળી પાસે આશ્રમ સ્થાપી ત્યાં નિવાસ કર્યો. આથી ભીમદેવે બીજા પુત્ર કર્ણદેવનો રાજયાભિષેક કરી પોતે તાપસ જીવન ગાળ્યું. કર્ણદેવ મહાપરાક્રમી ગુર્જરેશ્વર હતો. તેણે કર્ણાવતી નગર વસાવ્યું હતું જે હાલનું અમદાવાદ છે. તેણે અત્યન્ત નાની વયના પુત્ર જયસિંહનો રાજ્યાભિષેક કરી સ્વર્ગગમન કર્યું હતું એમ ઈતિહાસ કહે છે. સિદ્ધરાજ જયસિંહની નાની વયમાં તેની માતા મિનળદેવી રાજ્યનો કારભાર ચલાવતી હતી. સિદ્ધરાજ જેવો પરાક્રમી નીવડ્યો તેવો જ તે વિદ્યાપ્રેમી પણ હતો. “સિદ્ધહૈમ” વ્યાકરણ, સહસ્ત્રલિંગ સરોવર અને “દ્રમહાલય' આદિ તેની કીર્તિનાં સ્મારકો છે. પરંતુ કર્ણદેવથી તૂટેલી સોલંકી રાજવીઓની ત્યાગધર્મની આરાધના સિદ્ધરાજે ન કરી. તે અપુત્ર મૃત્યુ પામતાં ક્ષેમરાજનો પૌત્ર કુમારપાળ ગુર્જરેશ્વર થયો. કુમારપાળ શિવ અને જૈન ધર્મનો સંયુક્ત ઉપાસક હશે, એમ તેણે કરેલાં કેટલાંક ધર્મકાર્યો પરથી જણાય છે. તેણે શત્રુંજયની યાત્રા કરી હતી તેમ સોમનાથની યાત્રા ય કરી હતી. બેઉ ધર્મનાં તીર્થસ્થાનોનો તેણે ઉદ્ધાર કર્યો હતો. તેના જીવન ઉપર હેમચંદ્રાચાર્યના ઉપદેશનો એટલો પ્રભાવ પડ્યો હતો કે તે વિશેષાંશે જૈન ધર્મનો આરાધક રહ્યો હશે એમ માનવું ઘટે છે. કુમારપાળની ધર્મરુચિ અનુપમ હતી. તેણે સ્વયં ધર્મારાધન કરવા ઉપરાંત લોકોને ધર્મારાધક બનાવવા અને નિત્યજીવનમાં સુખી વા નમથકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3